એક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.

આંતરરાષ્ટ્રીય બ્યુન્ટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાની ઓફરને જતી કરી દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો.

બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા પછી હંમેશા છોકરીઓ સિનેમા જગત અથવા મોડલિંગની દુનિયા તરફ જતી હોય છે અને પોતાની કારકિર્દી તે ક્ષેત્રે બનાવવામાં લાગી જાય છે. પરંતુ ગરીમા નામની એક છોકરીએ બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા પછી ઝાકમજોળની દુનિયાને બદલે પોતાના દેશની સેવા કરવાનું નક્કી કર્યું અને તે આપણી ભારતીય સેનામાં જોડાઈ ગઈ.

હરિયાણાના રેવાડીના સુરહેલી ગામમાં રહેવા વાલી ગરિમા યાદવ એ ભારતીય સેનામાં જોડાવા માટે સખ્ત મહેનત કરી અને તે મહેનતને કારણે જ તે આજે લેફટીનેંટ બની શકી છે.

20 રાજ્યોની છોકરીઓને હરાવીને જીત્યો હતો કોન્ટેસ્ટ :-

ગરીમા યાદવએ આર્મીમાં જોડાતા પહેલા વર્ષ 2017 માં એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને આ બ્યુટી કોન્ટેસ્ટને ગરીમાએ ખૂબ જ સરળતાથી જીતી લીધો હતો. ‘ઇન્ડિયાઝ મિસ ચાર્મિંગ ફેસ’ નામક આ બ્યૂટી કોન્ટેસ્ટમાં 20 રાજ્યોની છોકરીઓએ ભાગ લીધો હતો. પરંતુ ગરિમા યાદવનું પ્રદર્શન આ સ્પર્ધામાં સૌથી સારું રહ્યું હતું અને તે આ કોન્ટેસ્ટમાં પ્રથમ ક્રમે આવી હતી.

આ કોન્ટેસ્ટ જીત્યા પછી ગરિમાને એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ બ્યુટી કોન્ટેકસ્ટમાં ભાગ લેવાની પણ તક મળી હતી. પરંતુ ગરિમા યાદવ એ આર્મીમાં જવાનો નિર્ણય કર્યો અને ઇન્ટરનેશનલ કોન્ટેસ્ટ માટે ઇટલી ન ગઈ.

સરળ ન હતું આર્મીમાં જોડાવું :-

આર્મીમાં જોડાવા માટે ગરિમાએ સૌથી પહેલા કમ્બાઈંડ ડિફેન્સ સર્વિસીસ (સીડીએસ) ની પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા પહેલા જ પ્રયાસમાં પાસ કરી લીધી હતી. આ પરીક્ષા પાસ કર્યા પછી તેઓએ ઓફિસર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (ઓટીએ) માં એક વર્ષ સુધી તાલીમ લીધી હતી અને આકરી ટ્રેનિંગ લીધા પછી આજે તેઓ સેનામાં લેફ્ટનેંટ બની ગઈ છે. લેફ્ટનેંટ બનવું પછી ગરીમાએ લોકોને કહ્યું કે કેવી રીતે તેમણે ભારતીય લશ્કરનો ભાગ બનવા માટે પોતાને તૈયાર કરી.

ગરીમા અનુસાર તેમણે પોતાની નબળાઈઓ ઉપર ઘણું ધ્યાન આપ્યું અને પોતાની નબળાઈઓ દુર કરી. સાથે જ ગરિમા એ લોકોની એ માન્યતાને પણ ખોટી ગણાવી. જેમાં લોકોને લાગે છે કે જે લોકો રમત ગમતમાં સારા હોય છે, તે એકદમ ફીટ હોય છે તે જ સશસ્ત્ર સીમા બળ (એસએસબી) નો ભાગ બની શકે છે. ગરીમાના જણાવ્યા અનુસાર, જો તમે મહેનત કરો છો, તો તેનાથી તમને રોજ તેના સારા પરિણામો મળતા જોવા મળે છે.

ચેન્નઇના ઑફિસર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ માંથી તાલીમ લેવા વાળી ગરીમા યાદવએ પોતાની તાલીમની સફરને ખૂબ જ અદ્દભુત અનુભવ ગણાવ્યો. ગરિમાના જણાવ્યા મુજબ તે શારિરિક રીતે ફિટ ન હતી. પરંતુ તેમણે મહેનત કરવાનું ન છોડ્યું. દરેક મુશ્કેલ તાલીમનો સામનો કર્યો અને તાલીમ દરમિયાન દરેક અભ્યાસક્રમો પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.

જે રીતે ગરિમાએ આપણા દેશની સેનાનો ભાગ બનવા માટે મહેનત કરી અને બ્યુટી કોન્ટેસ્ટ પહેલા પોતાના દેશની સેવાને પસંદ કરી છે, તે બીજી મહિલાઓ માટે એક ઉદાહરણ રૂપ છે. ગરીમા યાદવના આ પગલાથી ઘણી બીજી પણ છોકરીઓને પ્રેરણા મળે છે.