એક વખત આ ટેસ્ટી મરચું જરૂર બનાવીને ખાવો, દાવો કરીએ છીએ કે તમે શાક ખાવાનું ભૂલી જશો.

આવો આપણે બનાવવાનું શરુ કરીએ ટેસ્ટી મરચા, તેના માટે ૨૫૦ ગ્રામ લીલા મરચા લેવાના છે, અડધી વાટકી દહીં લેવાનું છે, એક લીંબુ લેવાનું છે, મરચાને ધોઈને સાફ કરી લેવાના છે, હવે આ મરચાને આપણે બે ભાગમાં કાપી લઈશું, નાના ટુકડા પણ કરી શકો છો, અહિયાં બે ભાગ કરવામાં આવ્યા છે, ચાર ભાગ પણ કરી શકો છો.

મરચાના બીજ પણ કાઢી શકો છો, પણ અહિયાં બીજ સાથે જ બનાવવામાં આવશે, બધા મરચા આ રીતે કાપી લેવાના છે, હવે બનાવવાનું શરુ કરીએ છીએ, ગેસ ચાલુ કરીને કડાઈ મુકીશું, કડાઈને આપણે ગરમ થવા દઈશું, કડાઈ ગરમ થઇ જાય એટલે તેમાં બે ચમચી તેલ નાખી દઈશું,

આ માટે સરસીયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે, તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી જીરું નાખી દઈશું, સાથે જ તેમાં આપણે એક ચમચી હિંગ નાખી દઈશું, હિંગ અને જીરુંને આપણે હળવા શેકી લઈશું, ગેસ મીડીયમ રાખીશું, હિંગ અને જીરું બરોબર શેકાઈ ગયા છે, હવે તેમાં કાપેલા લીલા મરચા નાખી દઈશું, અને મરચાને આપણે તેલની અંદર સારી રીતે ફ્રાય કરીશું.

મરચાને આપણે મીડીયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે. હવે તેમાં આપણે સુકા મસાલા નાખી દઈશું, સૌથી પહેલા આપણે તેમાં પા ચમચી હળદર પાવડર નાખી દઈશું, ધાણાનો પાવડર નાખી દઈશું એક ચમચી, લાલ મરચું નાખી દઈશું પા ચમચી, જો તીખું ઓછું ખાવ છો? તો મરચું પાવડર ન નાખો, વરીયાળી પાવડર નાખી દઈશું એક ચમચી, અને જો ફ્લેવર વધુ જોઈએ તો એકથી દોઢ ચમચી તેમાં વરીયાળી પાવડર નાખી શકો છો.

હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાની અંદર, હવે આપણે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું, તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું, હવે તેમાં આપણે લીંબુ નીચોવી દઈશું, અને લીંબુના રસને પણ આપણે લીંબુ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું.

હવે આપણે તેની અંદર દહીં નાખી દઈશું, દહીં વધુ ઓછું કરી શકાય છે, અહિયાં અડધી વાટકી લેવામાં આવ્યું છે, પહેલા થોડુ નાખીશું પછી જરૂર પડે તો નાખીશું નહિ તો નહિ નાખીએ, બે ચમચી દહીં આપણે વધારીને રાખી લઈશું અહિયાં પાંચથી છ ચમચી દહીં લેવામાં આવ્યું છે. દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું,

હવે રાખેલું દહીં પણ નાખી દઈશું, હવે થોડું એવું પાણી નાખી લઈશું, તમે પાણી વગર પણ તેને બનાવી શકો છો, પાણી વગર તેને ઢાંકીને પકાવી લો, પરંતુ આવી રીતે પકાવેલા મરચા ઘણા ટેસ્ટી લાગે છે, એટલા માટે તેમાં થોડા પાણીનો ઉપયોગ કર્યો છે. જેથી મરચા સારી રીતે ગળી જાય.

એક મિનીટ સુધી તેને ઢાંકીને પકવીશું, એક મિનીટ પછી તેને આપણે ચેક કરીશું, હવે ગેસ થોડો વધુ રાખીશું, અને તેના પાણીને થોડું સુકવી લઈશું વધુ નથી સુક્વવાનું, હળવું જ સુક્વવાનું છે, તેથી મરચા વધુ ટેસ્ટી બને છે, એક વખત તમે આ મરચા બનાવશો તો તમે શાક ખાવાનું ભૂલી જશો. તે ઘણા જ વધુ ટેસ્ટી લાગે છે, એક વખત તમે જરૂર ટ્રાઈ કરશો,

તમને અને તમારા ફેમીલીને ઘણા પસંદ આવશે, મરચા બનીને તૈયાર થઇ ગયા છે, તેમાં તમે લીલા ધાણા પણ નાખી શકો છો. ગેસને બંધ કરી લઈશું. હવે આ મરચાને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણા મરચા તૈયાર છે. અને આ દહીં વાળા મરચા ઘણા જ ટેસ્ટી બન્યા છે, તમે એક વખત જરૂર ટ્રાઈ કરશો.