આ સ્કીમ થી 1 વર્ષથી નાની ઉંમરની હશે દીકરી તો 21 વર્ષે તેને ગિફ્ટમા તમે આપી શકશો 78 લાખ રૂપિયા

લગ્ન પહેલા તમારી છોકરી કરોડપતિ બની શકે છે. એના માટે તમારે પોતાની દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવું પડશે. આ એકાઉન્ટ તમે પોતાની નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલાવી શકો છો. જણાવી દઈએ કે આ યોજનામાં રોકાણ કરવા પર ઇનકમ ટેક્સ કાયદાના સેક્શન 80C અંતર્ગત ટેક્સમાં છૂટ પણ મળે છે. લાંબી મુદ્દત માટે સુકન્યા સમૃદ્ધિ મોટું ફંડ બનાવવામાં પણ મદદગાર છે. આ યોજનામાં ભારત સરકાર તમારી મદદ કરે છે.

આટલું કરવું પડશે રોકાણ :

એના માટે તમે પોતાની દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં 14 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. અને દીકરીની ઉંમર જયારે 21 વર્ષ થાય છે, ત્યારે આ એકાઉન્ટ મેચ્યોર થાય છે. ઉદાહરણ તરીકે જો તમે પોતાની 1 વર્ષની દીકરીના નામ પર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવો છો, અને 14 વર્ષ સુધી દર મહિને 12,500 રૂપિયા એમાં જમા કરો છો, તો હાલના વ્યાજ દર પ્રમાણે તમારી દીકરી જ્યારે 21 વર્ષની થશે ત્યારે એના એકાઉન્ટમાં કુલ 77,99,280 રૂપિયા જમા થઇ જશે.

દીકરી 25 વર્ષની ઉંમરમાં થઇ જશે કરોડપતિ :

જો દીકરીના લગ્ન 25 વર્ષની ઉંમર સુધી નથી થતા, તો આ રકમ પર વ્યાજ મળતું રહેશે અને 25 વર્ષની ઉંમરમાં એના એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયાથી વધારે મૂડી થઇ જશે. તમે 14 વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં કુલ 21 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમારી દીકરીને 1 કરોડ રૂપિયા કરતા વધારે રકમ મળશે.

હાલના સમયમાં મળી રહ્યું છે વર્ષનું 8.5% વ્યાજ :

હાલના સમયમાં સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં વર્ષનું 8.5% વ્યાજ મળી રહ્યું છે. કેંદ્ર સરકાર દર ત્રણ મહિનામાં આ સ્કીમ પર મળવા વાળા વ્યાજનું વિવેચન કરે છે. કોઈ પણ વ્યક્તિ સુકન્યા સમૃદ્ધિ એકાઉંટમાં એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ રોકાણ કરી શકે છે. 1 વર્ષથી 10 વર્ષની ઉંમરની છોકરીના નામ પર જ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલી શકાય છે.

કેવી રીતે ખોલાવવું ખાતું :

આ એકાઉન્ટ કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બ્રાન્ચની અધિકૃત શાખામાં ખોલાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછી તે દીકરીના 21 વર્ષના થવા અથવા 18 વર્ષની ઉંમર પછી એના લગ્ન સુધી ચલાવી શકાય છે.

ખાતા માંથી 18 વર્ષની ઉંમર પછી દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે 50% રકમ ઉપાડી શકાય છે.

આ છે જરૂરી ડોક્યુમેન્ટ :

સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ, બાળકીનું જન્મનું પ્રમાણ પત્ર, બાળકીના માતા-પિતા અથવા વાલી(ગાર્ડિયન)નું ઓળખપત્ર (પેનકાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ), બાળકીના માતા-પિતા અથવા વાલીના રહેઠાણનો પુરાવો (પાસપોર્ટ, રાશન કાર્ડ, લાઈટબીલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ) આ બધા ડોક્યુમેન્ટ જોઈએ. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટનું ફોર્મ તમે પોસ્ટ ઓફિસ અથવા બેંક માંથી મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.