એક્સરસાઇઝ વગર 1 મહિનામાં ઘટાડો જાંઘો અને નિતંબમાં જમા થયેલ જિદ્દી ચરબી.

મોટાપો એક ગંભીર સમસ્યા છે. આજે દર ત્રીજા વ્યક્તિ મોટાપાથી ખુબ જ દુ:ખી છે. વજન વધવાની સૌથી વધુ અસર પેટ, જાંઘ અને કુલા(નિતંબ) ઉપર જોવા મળે છે. મોટા ભાગે આ ર્ક્લીફનો સામનો મહિલાઓને જ કરવી પડે છે. જાંઘ અને કુલાની ચરબીને કારણે ઘણી વખત બીજા સામે શરમાવું પડે છે. તમારા શરમાવાને ઓછું કરવા અને પરફેક્ટ ફિગર મેળવવા માટે છોકરીઓ ડાયટીંગ અને કસરત કરવા લાગી છે. જરૂર કરતા વધુ કસરત કરવાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. તેવામાં અમે કસરત વગર ૧ મહિનામાં જાંઘ અને કુલાની ચરબી ઓછી કરી શકો છો.

વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો નારીયેલના તેલની ભલામણ કરે છે કે પછી વધુમાં વધુ કસરત કરવાની સલાહ આપે છે. વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતા ઘણા લોકો તેનું પાલન પણ કરે છે, પરંતુ ઘણા એવા પણ છે. જે ભોજનને પોતાનાથી અલગ નથી કરી શકતા. જો તમે પણ તેમાંથી એક છો તો ગભરાશો નહિ. તમે આહાર લેતા રહીને પણ વજનને ઘટાડી શકો છો, બસ તમારે દિનચર્યા યોગ્ય રાખવી પડશે.

૧. નારીયેલ તેલ :-

જાંઘો અને કુલાની ચરબી ઓછી કરવા માટે નારીયેલ તેલથી માલીશ કરો. તેમાંથી મળી આવતા ગુણ ફેટી એસીડને ઉર્જામાં બદલી દે છે. દરરોજ જાંઘ અને કુલાની આસપાસ નારીયેલ તેલથી માલશ કરવાથી ચરબી સરળતાથી ઓછી થવા લાગશે.

૨. એપ્પલ સાઈડર વિનેગર :-

એપ્પલ વિનેગર પણ શરીરની ચરબીને ઓછી કરે છે. ઓલીવ ઓઈલ અને નારીયેલ તેલ આ એપ્પલ સાઈડર વિનેગર નાખીને એક મિશ્રણ તૈયાર કરો. પછી રોજ આ મિશ્રણથી જાંઘ અને કુલા ઉપર મસાજ કરો. દિવસમાં બે વખત આ તેલને લગાવવાથી તમને ફરક જોવા મળવા લાગશે.

૩. કોફી ગ્રાઉન્ડ :-

કોફીમાં મળી આવતા એંટીઓક્સીડેંટ કેફીન ત્વચાને સેલ્યુલાઈટ અને સેગીંગ થવાથી રોકે છે. તેનાથી જાંઘો અને કુલા ઉપર સ્ક્રબ કરવાથી થોડા જ દિવસોમાં તમને પરફેક્ટ ફિગર મળશે. તમે ધારો તો કોફીમાં મધ ભેળવીને પણ લગાવી શકો છો.

૪. કલોંજી(શાહજીરું)નું પાણી :-

વજન ઘટાડવા માટે કલોંજીનું પાણી કોઈ ઔષધીથી ઓછું નથી. તેમાં મળી આવતા ગુણ ફાઈબર ફેટને ઓછું કરે છે. કલોંજીને સારી રીતે ઉકાળો. પછી ઠંડી થાય એટલે તેનું સેવન કરો.

૫. ફુદીનાની ચા :-

જાંઘો અને કુલાની ચરબીને ઓછી કરવા માટે ફુદીનાની ચાનું સેવન કરો. રોજ ફુદીનાની ચા પીવાથી ૧ મહિનામાં તમારી જાંઘો અને કુલાની ચરબી દુર થઇ જશે.

૬. ઊંઘ પૂરી લો :-

હાલમાં જ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ રાત્રે સારી ઊંઘ લે છે તેમનું આરોગ્ય સારું રહે છે. ઘણા અધ્યયનો દ્વારા જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘ અને મોટાપાને ગાઢ સબંધ છે. ઓછી ઊંઘને કારણે માણસ ખાવાનું ખાધા પછી દરેક વખતે કાંઈ ખાવાની માંગણી કરે છે. એવી સ્થિતિમાં તે વધુ પડતું જંક ફૂડ ખાય છે. જેનાથી વજન વધી જાય છે. ધ્યાન રાખશો જો તમે વધુ ઊંઘો છો, તો તેની ખરાબ અસર તમારા શરીર ઉપર પડશે. બની શકે છે કે તમારું શરીર વધુ ખરાબ બગડી જાય. તમે સાતથી આઠ કલાકની ઊંઘ લો છો, તો પુરતી છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.