એકટીવા અને ટીવીએસ સ્કૂટીની છુટ્ટી કરશે બજાજ ચેતક, 13 વર્ષ પછી થઇ રહી છે વાપસી

આજના સમયમાં ઘણી બધી નવી બાઈક, કાર અને સ્કૂટર લોન્ચ થઇ રહ્યા છે, આધુનિક સમય અનુસાર ગાડીઓમાં પણ આધુનિકરણ જોવા મળી રહ્યું છે, પહેલા ગાડીઓ પેટ્રોલથી ચાલતી હતી તે આજના સમયમાં વીજળી(ઇલેક્ટ્રિક વિહિકલ)થી ભગાવવામાં આવે છે. પહેલાના સમયની વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં મોટાભાગના લોકો પાસે કાર કે બાઈક જોવા મળતું નહોતું પરંતુ તેઓ સાઇકલ કે સ્કૂટરથી પોતાનું કામ ચલાવી દેતા હતા.

કોમેન્ટમાં જણાવશો કે કોના કોના ઘરે બજાજ ચેતક હતું. કોમેન્ટમાં કોમેન્ટ કરશો અને કઈ સાલમાં? આ સ્કુટરને વાકું વાળીને કિક મારવાની મજા જ કૈક ઓર હતી.

એક સમય હતો જયારે લગભગ દરેક ઘરમાં ઓછામાં ઓછું એક સ્કૂટર હતું અને મોટાભગના ઘરોમાં બજાજ કંપનીનું સ્કૂટર જોવા મળતું હતું. આનું સૌથી મોટું કારણ બજાજ સ્કૂટરોનું સસ્તું અને પરફોર્મેંસમાં સારું હોવાના કારણે તે દરેક ઘરમાં જોવા મળતું. જાણકારી અનુસાર સૌથી પ્રખ્યાત સ્કૂટરો માંથી એક બજાજ ચેતક એક વાર ફરી રસ્તા પર દોડતું દેખાઈ શકે છે.

1972 માં લોન્ચ થયેલ આ સ્કૂટર સામાન્ય જમાનામાં ખુબ પ્રખ્યાત હતું. પરંતુ 2006 થી આને બંધ કરી દેવામાં આવ્યું હતું. 2002 પહેલા સુધી બજાજ ચેતકમાં 145cc ટુ સ્ટ્રોક ઈન્જીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે 7.5 બીએચપીનો પાવર ધરાવતું હતું અને 10.8 એનએમનો ટૉર્ક પ્રદાન કરતું હતું. બજાજ ચેતકમાં 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ લગાવવામાં આવ્યું હતું. તેની વધુમાં વધુ સ્પીડ 90 km/h હતી.

2002 પછી થી ફોર સ્ટ્રોક ઈન્જીનનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ 2006 સુધી આવતા-આવતા બજારમાં આ સ્કૂટરોની માંગ ખુબ ઓછી રહી ગઈ આ જ કારણ ગટુ કે કંપનીએ અચાનક આને બંધ કરવાનો નિર્ણય લીધો. પરંતુ હવે ખબરો આવી રહી છે કે આ સ્કૂટર આધુનિક સમયના બદલાવોની સાથે તેને રિલોન્ચ કરવામાં આવશે.

જાણકારી અનુસાર બજાજ આ બજાજ ચેતક લોન્ચ કરી શકે છે. આ 125 સીસી એયર કુલ્ડ, સિંગલ સિલેન્ડર ઈન્જીનમાં આવશે. જેમાં લગભગ 9.5 Bhpનો પાવર આઉટપુટ હશે. વાતમાં કે પારંપરિક સ્કૂટરોની જેમ આ જુના ચેતકની જેમ મેનુઅલ ગિયતની જગ્યા પર ઓટોમેટિક ટ્રાંસમિશનની સુવિધાથી આવશે. આ સિવાય બજાજ ભારતમાં એક એનું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

પરંતુ આ વિષે હજુ સુધી બજાજ ઓટોની તરફથી કોઈ પણ જાણકારી આપવામાં આવેલ નથી, પરંતુ બજાજ ચેતકની ફેક્ટરી પ્રોડ્ક્શનની કેટલીક ફોટો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે, આ ફોટોઝને જોઈને અંદાજો લગાવી શકાય છે કે બજાજ ચેતક એક વાર ફરી વાપસી કરવા જઈ રહ્યું છે.

કોમેન્ટમાં જણાવશો કે કોના કોના ઘરે બજાજ ચેતક હતું. કોમેન્ટમાં કોમેન્ટ કરશો અને કઈ સાલમાં?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.