બેંગ્લોર બેસ્ડ અલ્ટ્રાવાયોલેટ ઓટોમેટિવ પ્રાઈવેટ લિમિટેડ (Ultraviolette Automotive Private Limited) ની મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રીક બાઈક F77 લોન્ચ થઈ ગઈ છે. આની ઓન રોડ કિંમત 3 થી 3.5 લાખ રૂપિયા છે. બાઈકનું પ્રિબુકીંગ 13 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. લોન્ચ પહેલા જ 100 બાઈકનું બુકીંગ થઈ ગયું છે. આ બાઈકની ડિલિવરી વર્ષ 2020 થી શરુ થશે.
મોટર અને બેટરી :
આ બાઈકમાં 25 kWh ની ઈલેક્ટ્રિક મોટર મળે છે, જે 33.5 hp ના પાવર પર 2,250 આરપીએમ અને 450 ન્યુટન મીટર ટૉર્ક પેદા કરે છે. બાઈક 2.89 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટરની સ્પીડ પ્રાપ્ત કરી લે છે. બાઈકની ટોપ સ્પીડ 147 કિલોમીટર પ્રતિ કલાક હશે. કંપનીનો દાવો છે કે આ બાઈકને ચાર્જ થવામાં ફક્ત 16 રૂપિયાની વીજળી વપરાશે. તેમજ ફૂલ ચાર્જ થયા પછી આ બાઈકથી 130 થી 150 કિલોમીટરની સફર કરી શકાશે.
ચાર્જિંગ અને કનેક્ટિવિટી :
બાઈકની ખરીદી પર 1 kW નું સ્ટાન્ડર્ડ ચાર્જર મળશે અને 3 kW નું પોર્ટેબલ ચાર્જર મળશે. બાઈકમાં બ્રેકીંગના રૂપમાં ડ્યુઅલ ચેનલ એબીસી સિસ્ટમ મળશે. બાઈક 3G અને 2G kr ની એટીઈ કનેક્ટિવિટી સાથે આવશે. આનો ચાર્જિંગ ટાઈમ 5 કલાક છે. પણ એને ફાસ્ટ ચાર્જરની મદદથી 1.5 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. બાઈકમાં ત્રણ ડ્રાઈવ મોડ ઈકો, સ્પોર્ટ અને ઈનસેન મળશે.
ડાયમેંશન :
વ્હીલબેઝ : 1240 mm
સીટ હાઈટ : 800 mm
કર્વ વેટ : 158 કિલોગ્રામ
ફ્રન્ટ બ્રેક : 320 mm ડિસ્ક
રિયર બ્રેક : 230 mm ડિસ્ક
બેટરી : 3 લિથિયમ આયન બેટરી પેક
ફીચર્સ :
બાઈક ટ્રેકિંગ
રાઈડ ટેલીમેટિક્સ
રાઇડિંગ મોડ્સ
એપ બેઝડ કનેક્ટિવિટી
આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.