3 સેકન્ડમા 100 ની સ્પીડ પકડી લેશે, આ ઇલેક્ટ્રિક બાઇક. કિંમત ફક્ત આટલી

ઓટોમોબાઈલ સેક્ટર હાલમાં ઇલેક્ટ્રિક વાહનો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. માર્કેટમાં ઘણી બધી ઇલેક્ટ્રિક કારો અને બાઈકો પહેલા જ આવી ચુકી છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહનોમાં લોકોને એ વાહનો વધારે પસંદ પડે છે, જે ન ફકત વધારે માઈલેજ આપે પણ એમને ચાર્જ થવામાં સમય પણ ઓછો લાગે.

હાલમાં એક ભારતીય કંપનીએ પોતાની ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે, જે સિંગલ ચાર્જિંગમાં એટલે કે એક વખત ચાર્જ કરવા પર 130 કિલોમીટરનું અંતર કાપે છે.

કોઈંબટૂર બેસ્ડ ઇલેક્ટ્રિક વાહનો બનાવતી સ્ટાર્ટઅપ કંપની ગુગુ એનર્જીએ (Gugu Energy) પોતાની ઇલેક્ટ્રિક બાઈક પરથી પર્દો ઉઠાવ્યો છે. જો એના લુકની વાત કરીએ તો એ કોઈ સ્કૂટર એટલે કે મોપેડ જેવી દેખાય છે, પણ અસલમાં તે ઇલેક્ટ્રિક બાઈક છે. આ બાઇકના કંપનીએ 2 વેરિઅંટ જાહેર કર્યા છે.

કંપનીનો દાવો છે કે લો રેંજ વેરિઅંટ 6.5 સેકંડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. અને એની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. તો લોન્ગ રેંજ વેરિએંટ બાઈક માત્ર 3 સેકંડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. અને એની ટોપ સ્પીડ 145 કિલોમીટર પ્રતિ કલાક છે. હાઇવે પર હવાથી બચવા માટે એમાં એક વિંડ સ્ક્રીન પણ આપવામાં આવી છે.

જો આ બાઇકના ફીચર્સની વાત કરીએ તો આ બાઈકમાં વિંડ સ્ક્રીનની સાથે સાથે ઇન બિલ્ટ જીપીએસ, વ્હીલ ડાયગ્નોસ્ટિક ફીચરની સાથે 5 ઇંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. એના સિવાય આ બાઇકમાં તમને રિયલ ટાઈમ ટ્રેફિક અપડેટ પણ મળી રહે છે. કંપનીનો દાવો છે કે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરવાં વાળી આ બેટરી 8 લાખ કિલોમીટર સુધી ચાલી શકે છે.

ચાર્જિંગ : જેવું કે કંપનીનો દાવો છે કે બાઈકની બેટરી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, તો તમને જણાવી દઈએ કે લો રેંજ વાળા મોડલની બેટરી 30 મિનિટમાં 80% ચાર્જ થાય છે. અને લોન્ગ રેંજ વાળા મોડલની બેટરીને ફૂલ ચાર્જ થવા માટે 45 મિનિટનો સમય લાગશે.

જો કિંમતની વાત કરીએ તો Gugu R-SUV ના લો રેંજ વેરિઅંટની કિંમત 1.25 લાખ રૂપિયા અને લોન્ગ રેંજ વેરિઅંટની કિંમત 3 લાખ રૂપિયા હશે. R-SUV માટે કંપનીને અત્યાર સુધી લગભગ 5,000 પ્રી-ઓર્ડર અને બુકીંગ મળી ચુક્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.