એન્જીનયરિંગના વિધાર્થીએ ફક્ત 14 હજારમાં બનાવી બાઈક એબ્યુલન્સ, ગામના દર્દીઓને થતી હતી હેરાનગતિ

આજકાલ પૈસા અને મગજ હોય તો કોઈ કાંઈ પણ કરી શકે છે. પછી કોઈ વસ્તુનો આવિષ્કાર હોય કે પછી કોઈ બિઝનેસનો સ્ટાર્ટઅપ. આ બંને કામોમાં આજે યુવાનો કુશળ અને હોંશિયાર છે. બસ તેને તક મળવી જોઈએ, અને ફેમસ થવાનું કામ તો સોશિયલ મીડિયા કરી જ દે છે. કાંઈક એવું જ કરી દીધું મધ્યપ્રદેશના એક શહેરના ડૉ. એપીજે અબ્દુલ કલામ એન્જીનીયરીંગ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓએ. એમણે એવું કાંઈક બનાવી દીધું કે જેનાથી ગામમાં રહેવા વાળાને પણ એબ્યુલન્સની કમી પણ નહિ રહે.

તેમણે એવું એટલા માટે કર્યુ કારણ કે, જે ગામમાં તેઓ રહે છે ત્યાં એબ્યુલન્સન હોવાને કારણે તેમનો યોગ્ય ઉપચાર નથી થઇ શકતો. એટલા માટે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ માત્ર ૧૪ હજારમાં બનાવી બાઈક એબ્યુલન્સ. અને તેમના એ કાર્યથી ચારેય તરફથી તેમને પ્રશંસા મળી રહી છે.

એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ માત્ર ૧૪ હજારમાં બનાવી બાઈક એબ્યુલન્સ :

મધ્યપ્રદેશના ઝાબુઆમાં રહેતા ચાર મિત્ર પપ્પુ તાહેડ – રહેવાસી મેઘનગર, વૈદ પ્રકાશ – રહેવાસી ઝાબુઆ, પ્રેમકિશોર તોમર – રહેવાસી કઠ્ઠીવાડા અને સોનું કુમાર – રહેવાસી બિહાર. આ લોકોએ માત્ર ૧૪ હજાર રૂપિયાના ખર્ચમાં એક એવી એબ્યુલન્સ બનાવી છે, જે ગ્રામીણ વિસ્તારના લોકોને ઘણી કામ આવવાની છે. આ એબ્યુલન્સમાં દર્દીને રાખવામાં આવતા ભાગમાં સ્કુટરનું એક ટાયર લગાવવામાં આવ્યું છે. જેમાં ફર્સ્ટ એડ કીટની જગ્યા છે, અને એક ઓક્સીજન સિલેંડર પણ લગાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ૧૫ મિનીટમાં આ એબ્યુલન્સને એક બાઈક માંથી કાઢીને બીજી બાઈકમાં લગાવી શકાય છે. તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં રોડ નથી, અને છે તો ઘણા સાંકડા છે ત્યાં લોકો બીમાર પડે છે ત્યારે એબ્યુલન્સ નથી પહોંચી શકતી. જેને કારણે ઘણા લોકોને ગંભીર સમસ્યા થાય છે.

પરંતુ હવે ગામ વાળાએ એવું સહન નહિ કરવું પડે. ત્રણ વી ક્લેમ્પ લગાવીને એબ્યુલન્સને કોઈપણ બાઈક સાથે જોડી શકાય છે. તે ક્લેમ્પ એક એન્જીનની નીચે ચેસીસ ઉપર, બીજો લેગ ગાર્ડ ઉપર અને ત્રીજો પાછળ વાળા ફૂટ રેસ્ટની પાસેની જાળીમાં લાગેલા છે.

વી ક્લેમ્પ એવા ગોળ સાધન છે, જેનાથી જુદી જુદી સાઈઝ હોય તો પણ કોઈ પણ વસ્તુમાં ફસાવી શકાય છે. વિદ્યાર્થીઓએ આ બાઈક એબ્યુલન્સ બનાવી છે, જેમાં હુડ લગાવવાનું બાકી રહી ગયું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે એબ્યુલન્સ બનાવતી વખતે દરેક નવા સાધન લગાવ્યા પછી તેનું ટેસ્ટીંગ કર્યુ. ત્યારબાદ કોઈને તકલીફ ન થાય એટલા માટે ઘણા બધા સાધનો બદલવા પડયા અને તેમાં સુધારો પણ કરવો પડયો.

પણ હવે એમને લાગે છે કે આ સપૂર્ણ રીતે બની ગયું છે. પપ્પુ, વૈદ, સોનું અને પ્રેમને પોત પોતાના ગામમાં પડતી મુશ્કેલીઓને જોઈને એવો આઈડિયા આવ્યો. તેમણે જણાવ્યું કે બાઈક એબ્યુલન્સ પહેલા પણ આવી છે, પરંતુ અમે સસ્તી અને સરળતાથી કામમાં આવી જાય એવી એબ્યુલન્સ બનાવી છે અને સફળ પણ થઇ છે. આ એક બાઈકમાં હંમેશા માટે ફિલસ નહિ રહે, એટલા માટે બાઈકનો નિયમિત ઉપયોગ પણ કરી શકાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.