એન્જીન્યરીંગની નોકરી છોડી IPS બન્યા હતા કરકરે, પહેલી વખત વિદેશી ડ્રગ માફિયાનું કર્યું હતું એન્કાઉન્ટર.

પોતાની ઈમાનદારી અને બહાદુરી માટે ઓળખાતા હતા હેમંત, સાત વર્ષ રો માટે ઓસ્ટ્રેલીયામાં રહ્યા હતા, ૨૬/૧૧, તે હ્રદય હચમચવવા વાળો દિવસ, ત્યાર પછી માત્ર મુંબઈ જ નહિ આખા દેશમાં સામાન્ય લોકોની સુરક્ષાને લઇને ન માત્ર વિચારસરણી બદલી પરંતુ તેના માટે કામ કરવાની રીત પણ બદલવામાં આવી. આતંકીઓ જેવી રીતે સામાન્ય લોકો ઉપર ગોળીઓ, હેન્ડગ્રેનેડથી હુમલો કર્યો. એવો પહેલા આપણા દેશમાં ક્યારે પણ થયો ન હતો. પરંતુ આ અચાનકથી થયેલા હુમલાને પણ આપણા દેશના જવાનો એ કાબુમાં કરી લીધો.

એવા જ એક વીર હતા એટીસી ચીફ હેમંત કરકરે. જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર આતંકીઓનો સામનો કર્યો અને લોકોને બચાવીને શહીદ થઇ ગયા. છેલ્લા થોડા વર્ષોમાં હેમંત કરકરેનું નામ બધા લોકો ભૂલી ગયા હતા કે એક વખત ફરી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેની વિરુદ્ધ નિવેદનો કરી તેમના મૃત્યુનું કારણ એક સાધ્વીનો શ્રાપ ગણાવી દીધો.

એન્જીનીયરીંગ માંથી આઈપીએસ બનવા સુધીની સફર :-

હેમંતે પોતાનો શરુઆતનો અભ્યાસ મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં કર્યો. ત્યાર પછી તે ૧૯૭૫ માં એન્જીનીયરીંગ કરીને નાગપુર જતા રહ્યા. એન્જીનીયરીંગ કર્યા પછી તેમણે નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલમાં અને હિન્દુસ્તાન લીવર લીમીટેડમાં કામ કર્યું. પરંતુ હેમંત કરકરે આ નોકરીઓમાં વધુ દિવસો રહેવાના ન હતા અને તેમણે પોલીસમાં ભરતી થવાનું વિચાર્યું અને તેના માટે તૈયારી કરી. હેમંતે ૧૯૮૨ વચ્ચે આઈપીએસ જોઈન્ટ કર્યું.

પોતાના મૃત્યુથી લગભગ ૧૦ મહિના પહેલા જ હેમંત કરકરે એટીએસના ચીફ બન્યા હતા. તે પહેલા તે મુંબઈ પોલીસમાં જોઈન્ટ કમિશ્નરના હોદ્દા ઉપર રહેલા હતા. હેમંતે તે પહેલા લગભગ ૭ વર્ષ સુધી ઓસ્ટ્રેલીયામાં રીસર્ચ એંડ અનાલીસીસ (રો) માટે કામ કર્યું હતું.

કરી રહ્યા હતા માલેગાંવ કેસની તપાસ :-

મહારાષ્ટ્રના માલેગાંવમાં ૮ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ ધડાકો થયો તે દરમિયાન પોલીસના અમુક લોકોની ધરપકડ કરી. ત્યાર પછી ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ ગુજરાતના મોડાસા અને માલેગાંવમાં ત્રણ બોમ ધડાકા થયા. તેમાં લગભગ ૮ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. તે દરમિયાન કરકરે એટીએસના ચીફ હતા અને તેમણે કેસની તપાસ શરુ કરી. તે દરમિયાન ૧૧ તેમાં સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી. જેમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પણ હતી. તેમાંથી મોટા ભાગના લોકો ભારત સાથે સંબંધ ધરાવતા હતા. તે દરમિયાન બીજેપી અને શિવસેના એ આરોપ લગાવ્યો હતો કે તે ધરપકડ રાજકીય દબાણને લઈને કરવામાં આવી છે.

પહેલી વખત ડ્રગ માફિયાને મારી નાખવા વાળા ઓફિસર હતા કરકરે :-

હેમંત કરકરે એ ચંદ્રપુરના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પણ કામ કર્યું હતું. નારકોટીક્સ વિભાગમાં રહેવા દરમિયાન તેમણે પહેલી વખત વિદેશી ડ્રગ માફિયાને ગીરગાંવ પાસે મારી નાખ્યા હતા.

ખાવાનું છોડીને ભાગ્યા હતા તે દિવસે :-

૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ કરકરે પોતાના ઘરે રાત્રે ૯.૪૫ વાગ્યે ભોજન કરી રહ્યા હતા. તે દરમિયાન છત્રપતિ શિવાજી ટર્મિનલ ઉપર આતંકી હુમલાના સમાચાર તેને ફોન દ્વારા મળ્યા. તેમણે ટીવી જોયું તો તેમણે સમજાયું કે આ ઘટના ગંભીર છે. તેઓ તે સમયે પોતાના ડ્રાઈવર અને બોડીગાર્ડ સાથે સીએસટી માટે રવાના થઇ ગયા. ત્યાં પહોચ્યા પછી તે આતંકીઓને શોધવા માટે સ્ટેશન પહોચ્યા પરંતુ ત્યાં કોઈ ન હતા. ત્યાર પછી તે કામા હોસ્પિટલ તરફ ગયા. તે દરમિયાન સેન્ટજેવિયર્સ કોલેજ પાસે એક સાંકડી ગલીમાં આતંકીઓ એ એકે ૪૭ દ્વારા તેમની ગાડી ઉપર તાબડતોબ ફાયરીંગ કર્યું, જેમાં હેમંત કરકરે સહીત બીજા પોલીસ કર્મચારી પણ શહીદ થઇ ગયા.

પત્નીએ પણ ૮ વર્ષ પછી દુનિયા માંથી વિદાય લીધી :-

હેમંત કરકરેના શહીદ થયાના લગભગ ૮ વર્ષ પછી તેમની પત્નીએ પણ દુનિયા માંથી વિદાય લીધી. એક દિવસ ખાવાના જ ટેબલ ઉપર તેમને બ્રેન હેમરેજ થયું અને તેમનું મૃત્યુ થઇ ગયું. હેમંતને બે દીકરીઓ છે. જે વિદેશમાં છે અને એક દીકરો છે. જે હવે પોતાના મામાના ઘરે રહે છે. હેમંતની એક બહેન પણ છે, જે ભોપાલમાં રહે છે.

વીરતા માટે મળ્યો અશોક ચક્ર :-

હેમંત કરકરેની વીરગતી પછી તેમની વીરતા માટે તેમણે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના પરિવારને સહાયતા આપવા માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કહ્યું પણ પરંતુ તેમના બાળકોએ એવી કોઈ પણ સહાયતા લેવાની ના કરી દીધી.

આ માહિતી ન્યુઝ18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.