ચંદ્રયાન-2 ને લઈને યૂરોપિયન સ્પેસ એજન્સીએ આપ્યા મોટા સમાચાર, કહ્યું – વિક્રમ લેન્ડ તો થયું પણ ત્યાં…..

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, ઘણા દિવસોથી ભારતમાં અને આખા વિશ્વમાં ચંદ્રયાન 2 ને લઈને ચર્ચા થઈ રહી છે. ભારતમાંથી ઈસરો દ્વારા ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તેનું ઓર્બીટર સફળતા પૂર્વક પોતાનું કામ કરી રહ્યું છે. જો કે એના વિક્રમ લેન્ડરને લેન્ડિંગ સમયે સમસ્યા નડી અને તે પોતાની નિશ્ચિત કરેલી જગ્યાએ સફળતા પૂર્વક લેન્ડ થયું નહિ. અને તેનો સંપર્ક પણ તૂટી ગયો છે. જો કે ઈસરો દ્વારા એની સાથે સંપર્ક સાધવાના પ્રયત્ન શરુ જ છે.

શરૂઆતમાં તો તે ક્યાં છે? એની લોકેશન મળી ન હતી, પણ પછી ઓર્બિટર દ્વારા મોકલવામાં આવેલ હાઈ રિઝોલ્યૂશન ફોટામાં લેન્ડરના લોકેશનની જાણકારી મળી. અને ભારતનું આ મિશન 100% સફળ ન થયું, પણ અમેરિકા, રશિયા, યુરોપ વગેરે મોટા મોટા દેશોએ ભારતની પ્રશંસા કરી. કારણ કે જે જગ્યા પર વિક્રમ લેન્ડર ઉતારવામાં આવ્યું છે, એ જગ્યા ઘણી ખતરનાક જણાવામાં આવી રહી છે.

આ બાબતે યૂરોપિયન સ્પેસ એજન્સી(ઈએસએ) એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં જ્યાં વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ થયું છે, તે વિસ્તાર ખૂબ જ ખતરનાક છે. આ પહેલા યૂરોપિયન સ્પેસ એજન્સીનું પણ એ વિસ્તારમાં લેન્ડિંગ કરવાનું મિશન હતું, જો કે નિષ્ફળ રહ્યું હતું.

અને આ દરમિયાન એજન્સીએ એક રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં કેટલીક ખાસ જાણકારી આપવામાં આવી છે. જેમ કે, આ ક્ષેત્રની સપાટી પરનું વાતાવરણ ખુબ જ જટિલ છે. અને તેમાં ચાર્જડ પાર્ટિકલ્સ અને રેડિએશન ચંદ્રની ધૂળમાં ભળે છે. અને એના પ્રક્રિયા પરિણામ આશ્ચર્યજનક, ધારણા બહારના અને ઘણા જ ખતરનાક હોય છે.

અને ચંદ્ર પરની ધૂળ યાનના સાધનો સાથે ચોંટીને એને ખરાબ કરી નાખે છે. એટલું જ નહિ ત્યાંની માટી યાનના સોલાર પેનલ પર પણ ચોંટી જાય છે, અને તે યાનના તમામ એક્વિપમેંટ્સની કાર્યક્ષમતાને પણ ઘટાડી દે છે. ચંદ્ર પર ઈલેક્ટ્રોસ્ટેટિક ફોર્સીસ ધૂળની ડમરીઓ ચડાવે છે, અને એના કારણે ખતરો ઘણો વધી જાય છે. આ પાર્ટિકલ્સથી બનતા ઈલેક્ટ્રોસ્ટેટિક ચાર્જના કારણે આગળ આવનારા લેંડર માટે ખતરો ઉભો થાય છે. ચંદ્રની ધૂળને લઈને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકાય નથી.

ઈએસએના એ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લેન્ડિંગ દરમિયાન લેન્ડરે એવા પડછાયા પર નજર રાખવાની હોય છે કે જેનાથી એના સોલાર પાવર જનરેશન પર અસર થાય. જાણકારી માટે જણાવી દઈએ કે, ઈએસએના આ અહેવાલ ઉપરાંત યૂનિવર્સિટી ઓફ પ્યોર્ટો રીકો-મયાગેજે નાસા સાથે મળીને અન્ય એક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રના દક્ષિણી ધ્રુવમાં સ્પેસક્રાફ્ટ લેંડ કરાવવામાં 17 પ્રકારના જોખમો રહેલા છે.

હાલમાં ઈએસએ કેનેડા અને જાપાનની સ્પેસ એજન્સીઓ સાથે મળીને હેરકલ્સ રોબોટિક મિશન તૈયાર કરી રહી છે. જેને 2020 સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો ઈસરોનો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થઇ જાય તો કમાન્ડ દ્વારા એને ફરી ઉભું કરીને મિશનને આગળ વધારી શકાય છે. ઈસરોના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવા પ્રયત્ન સતત પ્રયત્ન કરી રહ્યા છે.