જીવનના છેલ્લા દિવસોમાં પણ રામની ભક્તિમાં લીન હતા ‘સુગ્રીવ’, લોકડાઉનમાં નહિ થઈ શક્યું અસ્થિ વિસર્જન

રામચરિત માનસનો પાઠ કરતા નીકળ્યા સુગ્રીવના પ્રાણ, લોકડાઉનમાં અસ્થિઓ મળ્યા નહીં, જાણો વધુ વિગત

રામાનંદ સાગરની ‘રામાયણ’માં ‘સુગ્રીવ’નો રોલ ભજવનારા શ્યામ સુંદર કલાનીનું નિધન થઇ ગયું છે. 80 વર્ષના શ્યામ સુંદર લાંબા સમયથી બીમાર હતા. આ સમાચારે દૂરદર્શન પર પુનઃપ્રસારણ વચ્ચે લોકોને ભાવુક કરી દીધું. લોકડાઉનના કારણે તેમની અસ્થિઓ હજુ સુધી ગંગામાં પ્રવાહિત થઇ શકી નહિ. શોકકુલ પરિવાર હવે લોકડાઉન પૂર્ણ થવાની જોઈ રહ્યા છે.

‘રામાયણ’ માં ‘સુગ્રીવ’ ને યાદ કરતા શોકકુલ તેમના પરિવારે જણાવ્યું કે જીવનના અંતિમ દિવસોમાં પણ તે ભગવાન રામની ભક્તિમાં લિન હતા, તે રામચરિતમાનસનો પાઠ કરી રહ્યા હતા, જયારે તેમના પ્રાણ નીકળી ગયા. તેમનો પરિવાર છેલ્લા 20 વર્ષથી કાલકા કી હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહી રહ્યા હતા.

શ્યામની પત્ની પ્રિયા કલાની મુંબઈ નગર નિગમમાં અધિકારી રહી ચુકી છે. નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછી તે પંચકુલાના કાલકા શહેરમાં આવીને રહેવા લાગી. શ્યામ સુંદરનું નિધનને કારણે ‘રામાયણના રામ અને લક્ષ્મણનો રોલ ભજવનારા કલાકારોએ પણ ટ્વીટ કરી દુઃખદ સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. લોકો વચ્ચે પણ તેમના નિધનનું દુઃખ જોવા મળી રહ્યું છે, તેનું કારણ રામાયણનું રી-ટેલિકાસ્ટ. લોકડાઉનના કારણે લોકો રામાયણ સિરિયલથી ખુબ જોડાઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે શ્યામ સુંદર કલાનીએ રામાયણ સિવાય ત્રિમૂર્તિ, છૈલા બાબુ અને હીર રાંઝા ફિલ્મો સિવાય જય હનુમાનમાં હનુમાનની ભૂમિકા નિભાવી હતી.

રામાયણના તમામ ફેન્સએ પણ ટ્વીટર પર શ્યામ સુંદરના નિધન પર શો દેખ્યો છે અને તેમના પરિવારને આ દુઃખના સમયમાં શક્તિ આપવાની કામના કરી છે.

એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું : હવે જયારે ટીવી પર રામાયણ પ્રસારિત થઇ રહી છે, તો આ સમાચાર સાંભળીને ખુબ ધક્કો લાગ્યો છે. એવું લાગી રહ્યું છે કે કોઈ પરિવારનો સભ્ય આપણને છોડીને ચાલ્યો ગયો છે. ભગવાન રામ તેની આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન પ્રદાન કરે.

એક અન્ય યુઝરે લખ્યું, “ભગવાન તેમની આત્માને શાંતિ આપે. આજકાલ રામાયણમાં તેમને જ જોઈ રહ્યા છીએ” એક અન્ય યુઝરે લખ્યું “અરુણજી આ જાણીને દુઃખ થયું, ભગવાન તેમની આત્માને શાંતિ આપે” બીજા ઘણા યુઝર્સે ટ્વીટર પર તેમની આત્માને શાંતિ મળવાની વાત કરી છે. કેટલાકે ૐ શાંતિ, તો કેટલાકે રેસ્ટ ઈન પીસ લખીને શોક પ્રકટ કર્યો છે. એક યુઝરે લખ્યું કે “આજકાલ અમે તેમને જ ટીવી પર જોઈ રહ્યા હતા, ઈશ્વર આ દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.”

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.