સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

દરેક દિવસમાં હોય છે શુભ-અશુભ પ્રભાવ, જાણો સોમવારથી લઈને રવિવાર સુધી શું કરવું અને શું ન કરવું. હિંદુ ધર્મના શાસ્ત્રો અને જ્યોતિષની માન્યતાઓ અનુસાર દરેક દિવસની આપણા જીવન ઉપર ઊંડી અસર પડે છે. આવો જાણીએ ક્યા દિવસે શું અસર પડે છે અને તે મુજબ આપણે શું ઉપાય કરવા જોઈએ. આપણે આપણા અઠવાડિયાની શરુઆત સોમવારથી કરીએ છીએ. બધી કચેરીઓમાં આ દિવસે કામ શરુ થાય છે કેમ કે તે અઠવાડિયાનો પહેલો દિવસ હોય છે. તે રીતે રવિવારે રજા હોય છે. આ આખા અઠવાડિયામાં શરુઆતના 5 દિવસ કામના અને પછી બે દિવસ વીકેંડ એટલે રજાના દિવસ માનવામાં આવે છે.

આ તો થઇ આપણા દૈનિક જીવનની વાત. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો દરેક દિવસનું પોતાનું અલગ મહત્વ છે. સોમવાર ભગવાન શિવનો, મંગળવાર હનુમાનજીનો, બુધવાર ગણેશજીનો, શનિવાર શની દેવનો અને રવિવાર સૂર્ય દેવનો દિવસ માનવામાં આવે છે. હિંદુ ધર્મના શાસ્ત્રો અને જ્યોતિષની માન્યતાઓ મુજબ દરેક દિવસની આપણા જીવન ઉપર ઊંડી અસર પડે છે. આવો જાણીએ ક્યા દિવસની શી અસર પડે છે અને તે મુજબ આપણે શું ઉપાય કરવા જોઈએ.

monday somvar

સોમવાર : આ દિવસના સ્વામી ગ્રહ સૌમ્ય ચંદ્રમા છે. લગ્ન, નામકરણ, ગૃહ-નિર્માણ, શાળામાં પ્રવેશ માટે આ વાત શુભ છે. આ દિવસ જન્મ લેવા વાળા બાળક સજ્જન હોય છે. જો આ દિવસે દક્ષીણ દિશામાં પ્રવાસ કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે.

મંગળવાર : આ દિવસના સ્વામી ગ્રહ સેનાપતિ મંગળ છે. તે શુભ-અશુભની મિશ્ર અસર વાળો દિવસ છે. તે દિવસે કોઈ કામ માટે શુભ છે, તો અમુક બાબતો માટે અશુભ. મકાન ખરીદી-વેચાણ કરવું, કપડા ખરીદવા, સીવડાવવા, ઠીક નથી. આ દિવસ જન્મ લેવા વાળા વ્યક્તિ ગુસ્સા વાળા સ્વભાવના હોય છે. પૂર્વ અને દક્ષીણ બંને દિશાઓમાં પ્રવાસમાં કોઈ મુશ્કેલી નથી આવતી.

બુધવાર : આ દિવસનો સ્વામી ગ્રહ કુમાર બુધ છે. તે શુભ વારોની યાદીમાં આવે છે. આ દિવસે પૂર્વ અને પશ્ચિમના પ્રવાસમાં કોઈ તકલીફ નહિ પડે. ગૃહ પ્રવેશ, હળ ચલાવવું, અધ્યયનની શરુઆત કરવી અને નવા કપડા પહેરવા માટે આ દિવસ ઉત્તમ છે. આ દિવસે જન્મ લેવા વાળા વ્યક્તિ ધાર્મિક વૃત્તિના હોય છે.

ગુરુવાર : આ દિવસના સ્વામી ગ્રહ ગુરુ બૃહસ્પતિ છે. આ દિવસ પણ બધા કામ માટે શુભ માનવામાં આવે છે. આ દિવસથી શરુ કરવામાં આવેલા તમામ કામ સફળ સિદ્ધ થાય છે. આ દિવસે કોઈ પણ દિશાનો પ્રવાસ શુભ ફળદાયક સિદ્ધ થાય છે. આ દિવસે જન્મ લેવા વાળા વ્યક્તિ સદ્દગુણી, ધાર્મિક અને તેજસ્વી હોય છે.

શુક્રવાર : આ દિવસના સ્વામી ગ્રહ શુક્ર છે. આ દિવસે જન્મ લેવા વાળા વ્યક્તિ રમુજી સ્વભાવના હોય છે. વૈભવપૂર્ણ જીવન જીવવામાં રસ ધરાવે છે. આ દિવસ સુર્યાસ્ત પછી કરવામાં આવેલા પ્રવાસ સફળ થાય છે. આ દિવસની સાંજે શરુ કરવામાં આવેલા તમામ કામ સિદ્ધ થાય છે.

saturday shanivar

શનિવાર : આ દિવસના સ્વામી ગ્રહ પાપ ગ્રહ શની છે. સમસ્ત વારોમાં તે સૌથી અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે દિવસે શરુ કરવામાં આવેલા કોઈ પણ કામ પુરા નથી થઇ શકતા અધૂરા રહે છે. તે દિવસે પ્રવાસ કરવાથી પણ સફળતાની સંભાવના ઓછી રહે છે. તે દિવસે જન્મ લેવા વાળા વ્યક્તિ પણ મોટાભાગે રોગગ્રસ્ત જ રહે છે.

રવિવાર : સાધારણ અથવા સામાન્ય માન્યતા મુજબ તેને બંધ વાર પણ કહેવામાં આવે છે. તે વારના સ્વામી ગ્રહ તેજસ્વી સૂર્ય છે. તમામ પ્રકારના કામ માટે આ દિવસ શુભ છે. આ વારે જન્મ લેવા વાળા વ્યક્તિ નસીબદાર હોય છે. જો તે દિવસે પૂર્વ દિશામાં પ્રવાસ કરવામાં આવે તો જરૂર તેમાં સફળતા મળે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.