દરેક વ્યક્તિએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી શીખવા જોઈએ આ ગુણ, જીવનમાં દરેક વળાંક પર આવશે કામ

જીવનની દરેક સમસ્યામાં કામ આવશે ભગવાન શ્રીકૃષ્ણ પાસેના આ ગુણ, દરેક વ્યક્તિએ શીખવા જોઈએ

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી બધી સારી અને ખરાબ પરિસ્થિતિઓ માંથી પસાર થાય છે, જયારે વ્યક્તિનું જીવન આનંદમય હોય છે, તો તેને કોઈ વાતની ચિંતા નથી રહેતી, પરંતુ જેવું વ્યક્તિના જીવનમાં તકલીફો શરુ થાય છે, તો તે ઘણા વિચલિત થઇ ઉઠે છે અને તે પોતાની તકલીફો માંથી બહાર નીકળવાના રસ્તા શોધે છે ખાસ કરીને આપણા જીવનમાં જે પણ તકલીફો ઉભી થાય છે. તેની પાછળ ક્યાંકને ક્યાંક આપણે પોતે જ જવાબદાર જોઈએ છીએ, આપણે પોતાની ભૂલોને કારણે જ તકલીફોમાં આવી જઈએ છીએ.

જો તમે તમારા જીવનને સારી રીતે પસાર કરવા માગો છો? તો આજે અમે તમને ભગવાન કૃષ્ણજીના થોડા ગુણો વિષે જાણકારી આપવાના છીએ, ભગવાન કૃષ્ણજીએ પોતાના જીવનમાં તમામ સંબંધોને સારી રીતે નિભાવે છે. જો વ્યક્તિ ભગવાન કૃષ્ણજીના ગુણોને તમારા જીવનમાં ઉતારી લો છો, તો વિશ્વાસ રાખો તે વ્યક્તિના જીવનની મોટાભાગની તમામ તકલીફો દુર થઇ જશે, એટલા માટે દરેક વ્યક્તિએ કૃષ્ણનીના ગુણો માંથી શીખ લેવી ઘણી જરૂરી છે.

દરેક વ્યક્તિએ ભગવાન કૃષ્ણજી પાસેથી શીખવા જોઈએ આ ગુણ

ગુરુનો આદર :-

તમે લોકો જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણજી વિષ્ણુજીનો અવતાર છે પરંતુ તેમ છતાં પણ ભગવાન કૃષ્ણજીના મનમાં પોતાના ગુરુ પ્રત્યે હંમેશા સન્માન રહે રહ્યું હતું. તેમણે પોતાના ગુરુનું સંપૂર્ણ સન્માન આપ્યું હતું.

માતા પિતાને સન્માન આપો :-

ભગવાન કૃષ્ણજીનું પાલનપોષણ યશોદા અને નંદે કર્યું હતું પરંતુ ભગવાન શ્રીકૃષ્ણજીના માતા પિતા દેવકી અને વાસુદેવ હતા, ભગવાન કૃષ્ણજીએ પોતાની બંને માતાને પોતાના જીવનમાં સરખું સ્થાન આપ્યું હતું અને તેમણે પોતાનું કર્તવ્ય પણ સારી રીતે નિભાવ્યું હતું, ભગવાન કૃષ્ણજીના આ ગુણથી દરેક વ્યક્તિએ એ શીખવું જોઈએ કે માં-બાપનું સ્થાન સૌથી ઉપર હોય છે, દરેક વ્યક્તએ માતા પિતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેવું જોઈએ.

મિત્રતા :-

તમે બધા લોકોએ સુદામા અને ભગવાન કૃષ્ણજીની દોસ્તી વિષે તો સાંભળ્યું જ હશે, ભગવાન કૃષ્ણજી અને સુદામાની દોસ્તી અતુટ હતી, તેની દોસ્તી માંથી આપણેને એ શીખ લેવી જોઈએ કે વ્યક્તિએ પોતાના સંબંધોની કદર કરવી જોઈએ અને દોસ્તી માટે કાંઈ પણ કરવું જોઈએ, ભગવાન કૃષ્ણજીએ પોતાના જીવનમાં સંબંધોને ક્યારે પણ ઊંચા નીચા ન જોયા હતા અને ન તો શ્રીમંતાઈની ગરીબી સાથે સરખામણી કરી હતી.

સાચો પ્રેમ :-

જેમ કે તમે બધા લોકો જાણો છો, વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણજીની ઘણી બધી ગોપીઓ હતી. જે ભગવાન કૃષ્ણજીન ઘણો પ્રેમ કરતી હતી, કૃષ્ણજી પણ તે બધી ગોપીઓનું સન્માન કરતા હતા, પરંતુ ભગવાન કૃષ્ણજી રાધાજી સાથે પ્રેમ કરતા હતા, કૃષ્ણજીના જીવનમાં રાધાજીનો પ્રેમ એક મહત્વનો ભાગ હતો, પરંતુ તેમ છતાં પણ શ્રીકૃષ્ણજી પોતાની તમામ ગોપીઓને પ્રેમ અને સન્માન આપતા હતા, તેના આ ગુણ આપણે જરૂર શીખવા જોઈએ.

મોહથી દુર રહેવું :-

ભગવાન કૃષ્ણજીએ આપણેને સત્યનું જ્ઞાન બતાવ્યું છે, જયારે ક્રુરુક્ષેત્રમાં અર્જુનને ભગવાન કૃષ્ણજી ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે કૃષ્ણજીએ અર્જુનને એ સમજાવ્યું હતું કે જે તારી સામે ઉભો છે તે તારો દુશ્મન છે, તેનો આ સંદેશ આપણેને એ વાત શીખવે છે કે સત્યના રસ્તા ઉપર ચાલતા આપણે કોઈનો પક્ષ ન લેવો જોઈએ, ખોટા વ્યક્તિને હંમેશા ખોટા જ કહેવા જોઈએ અને સાચા વ્યક્તિને હંમેશા સાચા જ કહેવા જોઈએ, એટલા માટે જો તમે તમારા જીવનમાં એ શીખી લો છો, તો કુટુંબમાં થતા ઝગડા દુર થઇ જશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.