કોરોના વાયરસથી બચવા માટે મોં પર પહેરવાના માસ્કને ઘરે સરળતાથી બનાવો, જાણો તેની રીત.

આ રીતે તમે વાયરસથી બચવા માટેનું માસ્ક ઘરે જ બનાવી શકો છો, જાણો તેની સરળ રીત

ઘણીવાર તમે જોયું હશે જયારે તમે હોસ્પિટલ જતા હોવ ત્યારે ત્યાં ડોક્ટર અને હોસ્પિટલનો સ્ટાફ દરેક દર્દીને મળતા પહેલા પોતાના મોં પણ ફેસ માસ્ક લગાવે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તેઓ આવું શા માટે કરે છે, તો અમે તમને જણાવી દઈએ કે તે એવું એટલા માટે કરે છે કે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી દર્દીનું સંક્રમણ તેના સુધી ન પહોંચે.

હવે હાલમાં જ આખી દુનિયામાં મોટા સ્તર પર ફેલાઈ રહેલા કોરોના વાયરસથી બચવા માટે લોકો આ પ્રકારના માસ્કને પહેરીને અન્ય લોકોના સંપર્કમાં આવી રહ્યા છે. જેના કારણે બજારમાં આની જલ્દી જ શોર્ટેજ થઈ શકે છે. એવામાં અમે તમને આ લેખમાં ઘરે જ આ પ્રકારના માસ્ક બનાવવાની વિધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

મોં પર પહેરવાનું માસ્ક શું છે?

મોં પર પહેરવામાં આવતા માસ્ક એવા માસ્ક હોય છે, જે તમને સંક્રમણથી બચાવે છે. જ્યારે તમે કોઈ સંક્રમિત વ્યક્તિના વ્યક્તિના સંપર્કમાં આવો છો, તો તેના બેક્ટેરિયા તમારા સુધી ન પહોંચે એટલા માટે આ ફેસ માસ્કનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અહીં માસ્ક બનાવવાની ત્રણ રીતો જણાવવાની છે. કાપડના માસ્ક તેમજ કિચન પેપર અને ટીશ્યુ પેપરમાંથી બનતા માસ્કની રીત પણ નીચે આપવામાં આવી છે તો આર્ટિકલને અંત સુધી વાંચજો.

મોં પર પહેરવાવાળા માસ્કના પ્રકાર :

મોં પહેરવા વાળા માસ્ક 2 પ્રકારના હોય છે, જેની જાણકારી આ પ્રકારે છે :

ઇનસાઇડર ટુ આઉટસાઇડર માસ્ક : એવા માસ્ક જે બેક્ટેરિયાને અંદરથી બહાર જવાથી રોકે છે, તે માસ્ક ઇનસાઇડર ટુ આઉટસાઇડર માસ્ક હોય છે. તે હંમેશા ડીસ્પોઝબલ અથવા સર્જિકલ માસ્ક હોય છે, જે હંમેશા હોસ્પિટલોમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તેને 3 થી 8 કલાક ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. જો કે આ પ્રકારના માસ્કથી તમે સંક્રમણથી તો બચી શકો છો, પણ ખતરનાક કોરોના વાયરસ જેવી બીમારીથી નથી બચી શકતા.

આઉટસાઇડર ટુ ઇનસાઇડર માસ્ક : બીજા પ્રકારના માસ્ક તે હોય છે જે બહાર ફેલાતા બેક્ટેરિયાને અંદર આવવાથી અટકાવે છે. આ માસ્ક N95 રેસ્પિરેટર માસ્ક હોય છે. પણ તમને જણાવી દઈએ કે તે 3 પ્રકારના હોય છે. એફએફપી 1, એફએફપી 2 અને એફએફપી 3. જેમાંથી સૌથી સારો એફએફપી 3 માસ્ક હોય છે, જે 99 ટકા ફિલ્ટ્રેશન કરે છે અને 1 ટકા તેમાંથી લીકેજ થાય છે. ડબ્લ્યુએચઓના એક રિપોર્ટ અનુસાર કોરોના વાયરસથી બચવા માટે આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરવો સારો હોઈ શકે છે.

મોં પર પહેરવા વાળા માસ્કને ઘરે બનાવવાની રીત : (Surgical Mask Making Process at Home)

મોં પર પહેરવા વાળા માસ્કને તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો, તેને બનાવવાની વિધિ આ પ્રકારે છે.

જરૂરી સામગ્રી :

કિચન પેપર,

ટીશ્યુ પેપર,

રબર બેંડ,

પંચિંગ મશીન,

પેપર માસ્કીંગ ટેપ,

બાઇન્ડર ક્લિપ્સ,

કાતર,

પ્લાસ્ટિક વાયર્સ,

ચશ્મા,

પ્લાસ્ટિક ફાઈલ ફોલ્ડર.

માસ્ક બનાવવાની રીત :

ફેસ માસ્ક બનાવતા પહેલા સૌથી પહેલા તમે પોતાના હાથને સેનિટાઇઝરથી સાફ કરો.

પછી તમે ટીશ્યુ પેપરના માપ મુજબ કિચન પેપરને કાપી લો, અને તમારે તેના 2 પીસ લેવાના છે અને તેને એકની ઉપર એક રાખવાના છે.

ત્યારબાદ તેની ઉપર તમે એક ટીશ્યુ પેપર મુકો. અને પછી તેને કાતરની મદદથી વચ્ચેથી બે ભાગોમાં કાપી લો.

હવે કાપેલા ભાગોની બંને બાજુ(સાઈડ) ને પેપર માસ્કીંગ ટેપની મદદથી ચિપકાવી દો.

પછી જે બંને સાઈડ પર તમે ટેપ લગાવી છે તેને પંચિંગ મશીનની મદદથી પંચ કરીને 2-2 કાણાં પાડી દો.

હવે તમે કિચન પેપર વાળી સાઈડ પર પ્લાસ્ટિક કોટેડ વાયરને ટેપની મદદથી ચિપકાવી દો.

હવે તમે જે પંચિંગ મશીનની મદદથી કાણાં પાડ્યા છે, તેના પર રબર બેંડ બાંધી દો.

ત્યારબાદ તમે એક પ્લાસ્ટિક ફાઈલ ફોલ્ડર લો અને તેને પણ અડધો કાપી લો.

હવે તમે ચશ્માની બંને ડાંડીઓમાં વાઈન્ડર કલીપની મદદથી અડધા કાપેલા પ્લાસ્ટિક ફાઈલ ફોલ્ડરને કલીપ કરી દો. તમારો ફેસ માસ્ક બનીને તૈયાર છે.

નોટ : તમે કિચન પેપર અને ટીશ્યુ પેપરની સંખ્યા વધારી શકો છો, કારણ કે જેટલા જાડા ફેસ માસ્કનો તમે ઉપયોગ કરશો, તમે એટલા વધારે સંક્રમણથી બચી શકો છો. કારણ કે આ માસ્ક સંક્રમણને તમારા સુધી જલ્દી પહોંચવા નહિ દે. તેના સિવાય તમને જણાવી દઈએ કે, આ ફેસ માસ્કનો ઉપયોગ કર્યા પછી તેને તમે કાન તરફથી કાઢીને સીધું કચરા પેટીમાં ફેંકી દો. તેને તમે સામેની તરફથી તમારા હાથથી સ્પર્શ ન કરો, જેથી બેક્ટેરિયા તમારા હાથોમાં નહિ આવી શકે.

મોં પર પહેરવા વાળા માસ્ક બનાવવાની અન્ય રીતો :

અહીં અમે તમને મોં પર પહેરાવવા વાળા માસ્કને બનાવવા માટેની અન્ય રીતોની જાણકારી આપી રહ્યા છીએ.

કાપડથી બનેલું ફેસ માસ્ક :

તમે ફેસ માસ્કને કાપડથી પણ બનાવી શકો છો. તેના માટે તમારે જાડું ફેબ્રિકનું કપડું લેવું પડશે, અને તેને 20 સેમી પહોળું અને 17 સેમી લાંબુ કાપી લો. ત્યારબાદ તેના 20 સેમી વાળા બંને છેડાને 1-1 ઇંચ વાળીને સિલાઈ કરી દો. હવે તમે તેમાં 5 સેમીના અંતર પર તેને 1 ઇંચ વાળી દો અને એવી જ રીતે 3-3 ઇંચના અંતર પર 2 વાર વાળી દો.

હવે વાળેલો ભાગ ખુલે નહિ એટલા માટે તેના પર ઈસ્ત્રી કરી દો. ત્યારબાદ તમે કપડાનો બીજો ટુકડો લઈને તેના અન્ય બંને ભાગોને પણ સીલ પેક કરીને સિલાઈ કરી દો. અંતમાં તમે 15 સેમીના 2 ઇલાસ્ટીક કાપો અને તેને માસ્કમાં ચારેય ખૂણામાં એ રીતે લગાવો જેથી તે એક પહેરવા વાળા માસ્ક જેવું બની જાય, અને ઇલાસ્ટીક તમારા કામ પર રહી શકે. આ રીતે આ ફેસ માસ્ક બની જશે.

કિચન નેપકીન અને ટીશ્યુ પેપરથી બનેલું માસ્ક :

તેના સિવાય તમે કિચન નેપકીન અને ટીશ્યુ પેપરથી અન્ય રીતે પણ ફેસ માસ્ક બનાવી શકો છો. તેની એક રીત છે કે, તમે 20 X 17 સેમીનું એક કિચન પેપર લો અને તેના પર એજ માપનું ટીશ્યુ પેપર ચિપકાવી દો. હવે તમે તેનાથી 20 સેમી વાળા બંને છેડામાં ઇલેક્ટ્રિક વાયર કાપીને લગાવી દો અને છેડાને 1-1 ઇંચ વાળીને સ્ટેપ્લર લગાવી દો.

ત્યારબાદ 3-3 ઇંચના અંતર પર આને 1-1 ઇંચ વાળીને તેને ખૂણા પરથી સ્ટેપ્લર કરી દો. ધ્યાન રહે તે વચ્ચેથી ચીપકે નહીં, ફક્ત કિનારી પરથી જ ચીપકેલું રહે. ત્યારબાદ તેના ચારેય ખૂણામાં ફેસ માસ્ક પહેરવા માટે રબર બેંડ લગાવી દો. અને તેને તમે પોતાના કાનો પર ભેરવી આ ફેસ માસ્કને આરામથી પહેરી શકો છો.

મોં પર પહેરવા વાળા માસ્કનો ઉપયોગ કરી રીતે કરવો?

કોરોના વાયરસથી બચવા માટે તમે આ ફેસ માસ્કને મોં પર એ રીતે પહેરો જેનાથી તમારા નાકથી લઈને મોં સુધીનો ભાગ ચારેય તરફથી આ ફેસ માસ્કથી ઢંકાઈ જાય. અને ત્યારબાદ તમે પોતાની આંખો પર પણ ચશ્માં લગાવી દો, જેથી બેક્ટેરિયા તમારી આંખોના માધ્યમથી તમારી અંદર પ્રવેશ ન કરી શકે. આ ફેસ માસ્કનો ઉપયોગ તમે ક્યાંય પર બહાર જતા સમયે અથવા ભીડ-ભાડ વાળા વિસ્તારોમાં જતા સમયે અવશ્ય કરો. આ તમને ઘણી હદ સુધી કોરોના વાયરસથી બચવામાં મદદ કરી શકે છે.

જો કે તમને ફક્ત એનાથી જ નહિ પણ અન્ય વસ્તુઓના માધ્યમથી પણ પોતાને ઘણા હાઇજીન રાખવા જરૂરી છે, જેનાથી તમે કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીથી બચીને રહી શકો છો.

આ માહિતી દીપાવલી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.