ફક્ત 14 વર્ષની ઉંમરમાં દુનિયાને છોડી જનાર ‘રસના ગર્લ’ને પોતાના મૃત્યુની પહેલાથી જ હતી ખબર.

તરુણી સચદેવ, નામ તો સાંભળ્યું હશે? યાદ નથી આવી રહ્યું? સારું ‘રસના ગર્લ’ થી થોડો અણસાર આવ્યો? હા એ રસના ગર્લ, જેની માસુમિયતથી ‘આઈ લવ યુ રસના’ આપણી યાદમાં હજુ સુધી તાજું છે.

તરુણી સચદેવ, એક ઇન્ડિયન મોડલ અને બાળ અભિનેત્રી હતી. જન્મ મુંબઈ શહેરમાં ૧૪ મે, ૧૯૯૮ ના રોજ થયો. તેના પપ્પા હરેશ સચદેવ એક ઇન્ડસ્ટ્રીયલીસ્ટ છે. માતાનું નામ ગીતા સચદેવ. તરુણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો હતો. માતા મુંબઈના ઇસ્કોનના રાધા ગોપીનાથ મંદિરની એક ભક્ત મંડળીની સભ્ય હતી. તરુણીએ પણ મંદિરના તહેવારોના ઘણા નાટકોમાં ભાગ લીધો હતો.

તરુણી પાંચ વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ હતી. તે પોતાના સમયની સૌથી વધુ પૈસા કમાવા વાળી બાળ કલાકાર પણ હતી. આગળ વધતા પહેલા તે જાહેરાત જોઈ લો, જેના કારણે તરુણી આટલી પ્રસિદ્ધ થઇ.

તરુણીની ફિલ્મી કેરિયર :-

તરુણીએ રસના, કોલગેટ, આઈસીઆઈસીઆઈ બેંક, રીલાઈંસ મોબાઈલ, એલ.જી, કોફી બાઈટ, ગોલ્ડ વિનર, શકતી મસાલા જેવા ઉત્પાદનો માટે ઘણી બધી ટેલીવિઝન જાહેરાતમાં અભિનય કર્યો હતો. તે ઇન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત ચાઈલ્ડ મોડલ માનવામાં આવતી હતી.

તરુણી સ્ટાર પ્લસના શો ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હે?’ માં પણ કંટેસ્ટંટ બનીને આવી ચુકી છે. તે સમયે તે શો શાહરૂખ ખાન હોસ્ટ હતા. તેમણે ૨૦૦૪ ની મલયાલમ ફિલ્મમાં ‘વેલ્લીનક્ષત્રમ’ થી ડેબ્યુ કરી પોતાના ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી.

જન્મદિવસ ઉપર જ થઇ ગયો અકસ્માત :-

૧૪ મે, ૨૦૧૨ તરુણી અચાનક જ દુનિયા છોડીને જતી રહી. જયારે નેપાળના અગ્નિ એયર ફ્લાઈટ સીએચટી પ્લેન ક્રેશમાં તેનું અવસાન થઇ ગયું. તે પોતાની માતા ગીતા સચદેવની સાથે પ્રવાસ કરી રહી હતી, જે પણ તરુણી સાથે જ અવસાન પામી. તે દિવસ તરુણીનો ૧૪ મો જન્મદિવસ હતો.

બન્યું એ હતું કે સોમવારે પશ્ચિમ નેપાળમાં ૨૦ સીટ વાળું વિમાનનું ફસકી પડવાથી ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં ૧૬ ભારતીય, ૨ ડેનમાર્ક વાળા અને ડ્રાઈવર ટુકડીના ત્રણ સભ્ય હતા. જેમાં ૧૩ પ્રવાસીઓના મૃત્યુ થઇ ગયા હતા. લગભગ ૯.૪૫ વાગ્યે વિમાન ટુકડામાં ફેરવાઈ ગયું. ૧૫ લોકો આ અકસ્માતમાં મરી ગયા હતા, ૬ પ્રવાસી બચી ગયા હતા.

જયારે મિત્રોએ મજાકમાં કહ્યું હતું અલવિદા :-

તરુણી ૧૧ મે ૨૦૧૨ ના રોજ નેપાળ પ્રવાસ ઉપર જઈ રહી હતી. જતા પહેલા પોતાના બધા મિત્રોને ગળે લગાવ્યા. કહ્યું – હું તમને બધા લોકોને છેલ્લી વાત મળી રહી છું. આમ તો તે એક મજાકની વાત હતી. ઘણા મીત્રોનું કહેવું હતું કે તરુણીએ ક્યારે પણ આ પહેલા તેમને ગળે લગાવ્યા ન હતા. અને ન તો કોઈપણ પ્રવાસ ઉપર જતા પહેલા ગુડબાય કહ્યું હતુ.

છેલ્લી વખત તેમણે પોતાના મિત્રો સાથે મજાકમાં કહ્યું હતું કે ઉડતી વખતે પ્લેન ક્રેશ થઇ જાય છે તો… ત્યાર પછી તે પોતાના મિત્રોને ‘આઈ લવ યુ’ કહીને જતી રહી. તેમના મિત્રોનું માનવું હતું કે તેનું એ પ્લેનમાં જવું તેના નસીબમાં લખાયું હતું. તરુણી આ પ્રવાસ માંથી ક્યારેય પાછી ફરી જ નહિ.

રસના ગર્લના અકસ્માતથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો આઘાત :-

તરુણીના અચાનક ચાલ્યા જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો આઘાત લાગ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા મુજબ, તરુણી ન માત્ર એક સારી કલાકાર હતી, પરંતુ તે એક ઘણી જ હોંશિયાર વિદ્યાર્થીની પણ હતી. તેના ચાલ્યા જવાથી ઘણા કલાકારોએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું.

એ વાચતા કે, તરુણી સચદેવ નેપાળ પ્લેન ક્રેશમાં રહી નથી. હું તો એ વાત સાંભળીને તૂટી ગયો છું. તે ઘણી જ વ્હાલી અને સુંદર બાળકી હતી. કદાચ ભગવાન એ સાચું ન હોત.

અભિષેકે પણ માઈક્રો બ્લોગિંગ સાઈટ ઉપર કર્યું પોસ્ટ.

નેપાળ પ્લેન ક્રેશ વિષે સાંભળીને આઘાત અને દુ:ખ ઘણું જ થયું. મારી સૌથી વ્હાલી સાથી-કલાકરો માંથી એકને મેં ગુમાવી દીધી. ‘પા ની લીટીલ તરુણી’ સ્પીચલેસ.

રસના જાહેરાતમાં તરુણી સાથે કામ કરનારી કરિશ્મા કપૂરે કર્યું ટ્વીટ.

એ સમાચાર સાંભળીને ઘણું દુ:ખ થયું. તે એક વ્હાલી અને વાઈબ્રેટ બાળકી હતી. તે ઘણી જ હોંશિયાર હતી. ‘પા’ માં અદ્દભુત પાત્ર ભજવનારી બાળ કલાકાર હતી.

ફિલ્મ ‘પા’ ના નિર્દેશક આર બાલ્કીએ કહ્યું –

મને નથી ખબર મારે શું કહેવું છે? મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તરુણી જતી રહી છે. તે ઘણી સરળ અભિનેત્રી હતી જેની સાથે મેં પા ફિલ્મમાં કામ કર્યું હતું.

ફિલ્મ ડાયરેક્ટર વિનયનએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેમણે તરુણીને અમિતાભ બચ્ચન સાથે એક જાહેરાતમાં કામ કરતા જોઈ હતી. તેમણે જાહેરાત એજન્સી પાસેથી તેનો નંબર લીધો અને તેને ફોન કર્યો. જયારે તરુણીની માતા ગીતા સચદેવે તરુણીને ફોન આપ્યો ત્યારે તરુણીએ તેને કહ્યું હતું કે ‘અંકલ’ મારે ફિલ્મોમાં કામ કરવું છે.

વિનાયને જ તરુણીને ૨૦૦૪ માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માહિતગાર કરાવી હતી. તે વિનયન જ હતા જેમણે તરુણીને મલયાલમ હોરર ફિલ્મ ‘વેલ્લીનક્ષત્રમ’ માટે પસંદ કરી હતી. જેમાં પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય પાત્રમાં હતા. મલયાલમ ફિલ્મ પછી વિનયને પોતાની આગામી ફિલ્મ ‘સત્યમ’ માં પણ તરુણીને કાસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે તે ઘણી જ દુ:ખ ની વાત છે કે તે નથી રહી. વિનાયને સોશિયલ મીડિયા ઉપર તરુણી સાથે ફોટા પણ શેર કર્યા હતા.

તરુણીના થોડા યાદગાર પાત્ર :-

મેટ્ટી ઓલી (૨૦૦૨) – તેમણે તમિલ સીરીયલ મેટ્ટીમાં સીતાની દીકરી મામુની કટ્ટીનું પાત્ર કર્યું હતું.

‘વેલ્લીનક્ષત્રમ’ (૨૦૦૪) – મલયાલમ ફિલ્મ ‘વેલ્લીનક્ષત્રમ’ માં એક ભૂતનું પાત્ર ભજવ્યું હતું.

‘સત્યમ’ (૨૦૦૪) – સત્યમ ફિલ્મમાં તેમણે પૃથ્વીરાજની ભાણેજનું પાત્ર ભજવ્યું.

‘પા’ (૨૦૦૯) – તેમણે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને વિદ્યા બાલમ સાથે ૨૦૦૯ ની ‘પા’ ફિલ્મ માં અમિતાભની ક્લાસમેટનું પાત્ર કર્યું હતું.

‘સસુરાલ સીમર ક’ (૨૦૧૧) – ૨૦૬૩ એપિસોડ પુરા કરનારી સૌથી મોટી હિન્દી સીરીયલ ‘સસુરાલ સીમર કા’ માં પણ દુર્ગારાનીનું પાત્ર ભજવ્યું હતું.

‘વેટરી સેલવન’ (૨૦૧૪) – તમિલ ફિલ્મ ‘વેટરી સેલવન’ માં અભીના પાત્ર તરીકે કામ કર્યું હતું.

આ માહિતી લલ્લન ટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિજ્ઞાપન વીડિઓ :