ફક્ત 200 રૂપિયામાં તમે પણ બનાવી શકો છો, પોતાનો રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, જુગાડ એવો કે દિલ જીતી લે.

આ જુગાડથી ફક્ત 200 રૂપિયામાં તમે પણ ઘરે જાતે બનાવી શકો છો, પોતાની રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ.

તે આપણા દેશની વિશેષતા છે કે અહીંના લોકો સાહસ કરવામાં ખૂબ જ નિષ્ણાત છે. આ પ્રકારનું એક નાનું એવું સાહસ જો તમે કરી લો તો ભવિષ્યમાં પાણીની તંગીના સંકટથી પોતાને બચાવી શકો છો. દેશના જુદા જુદા વિસ્તારોમાં જે રીતે પાણીની અછત સર્જાતી રહે છે, તેના વિશે અખબારોમાં વારંવાર વાંચવા મળતું રહે છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગ, એટલે કે વરસાદી પાણીની અછત સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર ગણાવાયું છે.

વરસાદી પાણી જો પોતાના દેશના લોકો તેમના ઘરોમાં સંગ્રહ કરી લે અને તે પાણીનો ઉપયોગ રોજીંદા કામોમાં કરે, તો તેનાથી પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી શકે છે. એવું નથી કે લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા માંગતા નથી, પરંતુ આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો, જે ખર્ચ અને પ્રોસેસ વિષે અજાણ હોવાને કારણે લોકો તેના ઉપર વધુ ધ્યાન આપતા નથી.

દયાનંદની DIY ઇનોવેશન

ચેન્નાઇમાં રહેતા 45 વર્ષીય દયાનંદ કૃષ્ણને એક નાનું એવું સાહસ કર્યું છે, જેમાં લગભગ 200 લીટર વરસાદી પાણીનો સંગ્રહ માત્ર 10 મિનીટમાં કરી શકાય છે. આ DIY ઇનોવેશનની કિંમત માત્ર 250 રૂપિયા છે. કૃષ્ણનના કહેવા પ્રમાણે, વરસાદ શરૂ થાય ત્યારે ચેન્નઈમાં જરૂર રાહત થઈ ગઈ હતી, પરંતુ બીજી એક એ સમસ્યા જોવા મળી. પાણીનો અભાવ હોવા છતાં, તામિલનાડુમાં હજારો લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. બસ આ વિચારસરણીએ કૃષ્ણનને એવું કંઈક કરવા પ્રેરિત કરી દીધો, જેથી તે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે.

શું છે ટેકનોલોજી?

કૃષ્ણનના જણાવ્યા મુજબ, કોઈ પ્લમ્બર અથવા નિષ્ણાતની જરૂર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવા માટે તમારે નહિ પડે. તમે તેને ઘરે જાતે તૈયાર કરી શકો છો. આ માટે, તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા ડ્રમ, ત્રણ ફૂટ પીવીસી પાઇપ, બે પાઇપ વળાંક વાળા અને ફિલ્ટર માટે એક સુતરાઉ કાપડની જરૂર પડશે. જે પણ પાણી છત ઉપર અથવા બાલ્કનીમાં સંગ્રહિત થાય છે, કોઈપણ એક પાઇપમાંથી તો તે બહાર નીકળે જ છે.

બસ વળાંક વાળા પાઇપ દ્વારા, કૃષ્ણને અન્ય પાઇપના એક છેડાને જોડી દીધો અને કાપડના ફિલ્ટરને ઢાંકેલા ડ્રમમાં બીજા છેડાને નાખી દીધો. આ પાણી બહાર જઈને બગાડ થવાને બદલે ડ્રમમાં એકઠું થવા લાગ્યું. કપડા ડ્રમમાં ફિલ્ટર એટલા માટે લગાવવામાં આવ્યાં હતાં, જેથી જે ધૂળ અને માટી વગેરે પાણીની સાથે આવે છે, તે ગળાઈ જાય.

વિડીયો 1 :

સફળ રહ્યું સાહસ

પછી ચેન્નાઇમાં ચોમાસાનો વરસાદ શરૂ થયા પછી, કૃષ્ણને તેની પત્નીને ફોન કરીને અને પૂછ્યું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ તેનું કામ કરી રહી છે કે નહિ, તો પત્નીએ કહ્યું કે ડ્રમમાં પાણીનો સંગ્રહ થઇ રહ્યો છે. શરૂઆતમાં, 5 મિનિટ માટે પાઇપ બગીચા તરફ મુકવામાં આવી હતી, જેથી ડ્રમમાં કચરો જમા ન થાય. કૃષ્ણને કહ્યું કે 225 લિટર પાણી અમે માત્ર માત્ર 10 મિનિટમાં સંગ્રહ કરી લીધું હતું.

આવતા બે-ત્રણ દિવસ સુધીમાં તેને રોજીંદા કામ માટે ઉપયોગમાં લઇ શકતા હતા. કૃષ્ણનના જણાવ્યા મુજબ અઠવાડિયામાં એકવાર મહાપાલિકામાંથી પાણી મળે છે. જો જળસંગ્રહ યોગ્ય રીતે કરવામાં આવે તો, તેમના ત્રણ સભ્યોના પરિવારને આખા અઠવાડિયા સુધી કોઈ મુશ્કેલી નહીં આવે. કૃષ્ણનના કહેવા પ્રમાણે, જો તમે વધારે પાણી સંગ્રહ કરવા માંગો છો, તો તમે ડ્રમની સંખ્યામાં વધારો કરી શકો છો. તેમને જોઈને, બાકીના મિત્રોએ પણ આ સિસ્ટમ અપનાવી લીધી છે અને તેઓ તેનો લાભ લઈ રહ્યા છે.

વિડીયો 2 :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.