ફક્ત 5 મિનિટ પોતાના હાથના નખને એકબીજા સાથે આ રીતે ઘસવાથી થશે આ મોટો ફાયદો.

દરેકની ઈચ્છા હોય છે કે આપણા વાળ કાળા લાંબા અને ઘાંટા હોય કેમ કે વાળ આપણા શરીરનું સૌથી મહત્વના અંગ માંથી એક છે. જયારે વાળ માથા ઉપર નથી હોતા તો સમાજમાં મજાકનું કારણ પણ બની શકે છે. આજે વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ ગઈ છે. જેમ કે વાળ ખરવા અને નબળા વાળ વગેરે.

આજે પુરુષ હોય કે મહિલા તમામ ઈચ્છે છે કે તેના વાળ સ્વસ્થ અને મજબુત બને અને જેના માથા ઉપર વાળ નથી તે ઈચ્છે છે કે તેના વાળ ફરી વખત પાછા આવી જાય. વાળ માટે ઘણા વ્યક્તિ ઘણા બધા ઉપાય પણ કરે છે, પરંતુ ઘણા ઓછા લોકોને તેનો ફાયદો મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. દુનિયામાં ઘણા એવા લોકો છે. જે ખુબ જ નાની ઉંમરમાં જ પોતાના વાળ ગુમાવી દે છે.

ઘણા લોકો એવા પણ હોય છે. જે પોતાના વાળ ઉપર ન જાણે કેટલા બધા પૈસા ખર્ચ કરી નાખે છે. છતાં પણ તેમના વાળ ખરવાથી નથી અટકતા. જો તમારા પણ વાળ ખુબ ઝડપથી ખરી રહ્યા છે, તો તમારા ઉપર ટાલીયા થવાનું જોખમ વધતું જાય છે. આવો જાણીએ તે કઈ રીત છે, જેનાથી તમારા વાળ ખરતા અટકી શકે છે.

વાળ ખરવાનું કારણ :

જો તમે યોગ્ય ખાવાનું ખાઈ રહ્યા નથી અને માત્ર બહારનું ખાવાનું ખાવ છો, તો તમારા વાળ ખરવાનું શરુ થઇ શકે છે. તે ઉપરાંત જો તમે ખોટા શેમ્પુનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમારા વાળ ખરી શકે છે. વાળ સુધી સારી રીતે લોહી ન પહોચી શકે તે કારણે પણ વાળ ખરે છે.

વાળ ખરવા કેવી રીતે રોકી શકો છો?

આમ તો ઘણી બધી રીતો છે પણ આજે અમે એક એવી બાબતો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ઘણા ઓછા લોકોને ખબર હશે. બાબા રામદેવજી કહે છે કે જો તમે તમારા બન્ને હાથોના નખને એક બીજા સાથે થોડી વાર એટલે લગભગ દસ મિનીટો માટે ઘસવાથી ઘણા ફાયદા થશે આ એક યોગ છે. જે ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે, તેનાથી તમારા વાળ સુધી લોહી ઝડપથી પહોચે છે અને તમારા વાળને ઘણો ફાયદો થાય છે, તે ઉપરાંત તમારા ખાવામાં વધુમાં વધુ પોષ્ટિક વસ્તુ ઉપયોગ કરો. આ ક્રિયા તમે જ્યારે નવરાશનો સમય હોય ત્યારે પણ કરી શકો છો.

વાળની સમસ્યાઓ માટે ઘરેલું ઉપાય :

૧. કાચા પપૈયાની પેસ્ટ :

અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ સુધી દસ મિનીટ માટે કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાવો. તેનાથી વાળ નહિ ઉતરે અને સુકા પણ નહિ રહે અને સફેદ વાળ કાળા પણ થવા લાગશે.

૨. ભૃંગરાજ અશ્વગંધા નારીયેલ તેલ :

ભૃંગરાજ અને અશ્વગંધાના મૂળ વાળ માટે આશીર્વાદ માનવામાં આવે છે. તેની પેસ્ટ નારીયેલના તેલ સાથે વાળના મૂળમાં લગાવો અને એક કલાક હુફાળા પાણીથી સારી રીતે વાળ ધોઈ લો. તેનાથી પણ વાળ કાળા થાય છે.

૩. લીંબુ અને આંબળા :

લીંબુના રસમાં આંબળા પાવડર ભેળવીને તેને માથા ઉપર લગાવવાથી પણ સફેદ વાળ કાળા થઇ જાય છે.

૪. ડુંગળીની પેસ્ટ :

થોડા દિવસો સુધી સ્નાન પહેલા અડધો કલાક પહેલા રોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાવો. તેનાથી સફેદ વાળ કાળા અને લાંબા થવા લાગશે.

૫. ગાયનું શુદ્ધ દેસી ઘી :

દરરોજ ગાયનું શુદ્ધ દેસી ઘીથી માથામાં માલીશ કરવાથી પણ સફેદ વાળ કાળા કરી શકાય છે.

૬. આદુ અને મધ :

આદુને પીસીને મધના રસમાં ભેળવી લો. તેને વાળ ઉપર ઓછામાં ઓછું અઠવાડિયામાં બે વખત નિયમિત રીતે લગાવો. વાળનું સફેદ થવાનું ઓછું થઇ જશે.

૭. દહીં, ટમેટાને પીસી લો. તેમાં થોડો લીંબુનો રસ અને નીલગીરીનું તેલ ભેળવો. તેનાથી માથામાં માલીશ અઠવાડિયામાં બે વખત કરો. વાળ મોટી ઉંમર સુધી કાળા અને ઘાટા બની રહેશે.

૮. નારીયેલ તેલ કે જેતુનનું તેલ :

અડધો કપ નારીયેલ તેલ કે જેતુનના તેલને હળવું ગરમ કરો. તેમાં ૪ ગ્રામ કપૂર ભેળવીને તે તેલથી માલીશ કરો. તેનાથી માલીશ અઠવાડિયામાં એક વખત જરૂર કરવું જોઈએ. થોડા જ સમયમાં સુસ્ક વાળ દુર થઇ જશે, વાળ પણ કાળા અને લાંબા રહેશે.

૯. આંબળાના પાવડરમાં લીંબુનો રસ :

આંબળાના પાવડરમાં લીંબુનો રસ ભેળવીને તેને નિયમિત રીતે લગાવો. શેમ્પુ પછી આમળા પાવડર પાણીમાં ભેળવીને લગાવવાથી પણ વાળ લાંબા તો થશે સાથે તેનું કંડીશનીંગ પણ થાય છે, અને વાળ પણ કાળા થાય છે. આંબળા કોઈને કોઈ રીતે સેવન પણ જરૂર કરતા રહો.

૧૦. તલનું તેલ :

શીયાળામાં તલ વધુમાં વધુ ખાવ. તલનું તેલ પણ વાળને કાળા કરવામાં મદદ કરે છે.

૧૧. કાળા મરી, દહીં અને લીંબુનો રસ :

અડધો કપ દહીંમાં ચપટી ભરીને કાળા મરી અને ચમચી લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવો. ૧૫ મિનીટ પછી વાળ ધોઈ લો. વાળ સફેદ માંથી ફરીથી કાળા થવા લાગશે.

અસરકારક ચમત્કારી પેસ્ટ : (નોટમાં લખી રાખવા જેવી બાબત)

એક વાટકી મહેંદી પાવડર લો, તેમાં બે મોટી ચમચી ચાનું પાણી, બે ચમચી આંબળા પાવડર એક ચમચી લીંબુનો રસ, બે ચમચી દહીં, શિકાકાઈ અને અરીઠા પાવડર, એક ઈંડું (જો તમે લેવા માગો તો) અડધી ચમચી નારીયેલ તેલ અને થોડો કાથો. આ બધી વસ્તુ લોખંડની કડાઈમાં નાખીને પેસ્ટ બનાવીને રાત આખી પલળવા દો. તેને સવારે વાળમાં લગાવો. પછી બે કલાક પછી ધોઈ લો. તેનાથી વાળ કોઈ નુકશાન વગર કાળા અને લાંબા થઇ જશે. એવું મહિનામાં ઓછામાં ઓછું એક વખત જરૂર કરો.

તમે વાળા કાળા કરવા શું કરો છો કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવશો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.