ફક્ત 7 દિવસમાં તૈયાર થશે આ ઘર, કિંમત ફક્ત 2 લાખ રૂપિયા. જાણો ક્યાં અને કેવી રીતે?

જો તમે ઓછી જગ્યામાં વધુમાં વધુ સુવિધાઓમાં રહેવા માગો છો અને તે પણ ઓછા ખર્ચમાં છે, તો આ ઘર તમારા માટે છે. તેની ખાસિયત એ છે કે આ તમારી જરૂરિયાત મુજબ બનાવી શકાય છે અને તમે તેને ક્યારે પણ ક્યાય પણ શિફ્ટ કરી શકો છો. આ છે પોર્ટેબલ એટલે મોબાઇલ હોમ્સ જેની કિંમત લાખ રૂપિયાથી પણ ઓછાથી શરુ થાય છે. ઇન્ડિયામાર્ટ વેબસાઇટ ઉપર એવી ઘણી કંપનીઓ છે. જે તમને આ ઘર બનાવીને આપશે, જે પોર્ટબલ હોવા સાથે ઇકો ફ્રેન્ડલી પણ હશે.

7 દિવસમાં તૈયાર થઈ જશે :-

મુંબઇના ઝિગ્મા કેબિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારીએ મની ભાસ્કરને કહ્યું કે 1 bhk બે લાખ રૂપિયામાં તૈયાર થઈ જશે. તેની કિંમત 1000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ રહેશે. તેમણે કહ્યું કે તેમની કંપની આખા દેશમાં આવા ઘર અને અન્ય સ્ટ્રકચર બનાવીને મોકલે છે તેમણે કહ્યું કે લોકોની જરૂરિયાત મુજબ ઘરના સાઈઝ કેટલી પણ વધારી શકાય છે અને તેને સારી રીતે ડિલિવરી કરવી કંપનીની જવાબદારી છે.

જેવી જરૂરીયાત તેવું ઘર :-

ઇન્ડિયામાર્ટ ઉપર દેશભરની ઘણી કંપનીઓ રજિસ્ટર્ડ છે. જે તમને દેશના કોઈ પણ ખૂણામાં તમારી ઈચ્છા મુજબ ઘર ડિલિવર કરી શકો છે. આ ઘર તમારી જરૂરિયાતો મુજબ સસ્તા અને મોંઘા હોઈ શકે છે. નવી દિલ્હીની એક કંપની જગદંબે પ્રી ફેબ ફક્ત ૩.75 લાખ રૂપિયામાં હાઉસ ઓન વ્હીલ્સ બનાવીને આપી રહી છે. આ ઘર વેદરપ્રૂફ હોવા સાથે દેખાવમાં પણ અતિ સુંદર છે.

મળશે તમામ સુવિધાઓ :-

અમદાવાદની કંપની આકાશ એન્ટરપ્રાઇઝની નેહા રોહિરાએ મની ભાસ્કરને કહ્યું કે તેમની કંપની 20 બાય 12 થી 40 બાય 12 સુધીના ઘર બનાવીએ છીએ. તેની કિંમત 1500 ચોરસ ફૂટ છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ ઘરમાં ડાયનીંગ હોલ, લિવિંગ રૂમ, ફર્નિચર અને અન્ય લક્ઝરી સુવિધાઓની અલગ અલગ કિંમત છે.

આ ઘર 30 થી 35 દિવસમાં તૈયાર થઇ જાય છે. કંપની તેને ગ્રાહકની જણાવેલ જગ્યા ઉપર પહોચાડે છે. ત્યાર પછી ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાં લઇ જઈ શકે છે.

લોકોને પસંદ આવી રહ્યું છે મોબાઇલ ઘર :-

મોબાઇલ હોમ્સના કોન્સેપ્ટ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. નેહાએ જણાવ્યું કે હાલમાં દર મહિને આશરે 200 મોબાઇલ હોમ્સ અને ઑફિસ, કેબિન અને દુકાનો બનાવવા માટે તેમની પાસે ઓર્ડર આવી રહ્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.