શરીરના ૯ એવા પ્રેશર પોઈન્ટ જેને ફક્ત ૧ મિનીટ દબાવસો તો થઇ જશો ઘણા રોગ મુક્ત

ફક્ત આ પોઈન્ટ્સ દબાવવા માત્રથી જ તમે થઇ જશો સેંકડો રોગોથી મુક્ત, જાણો કેવી રીતે દબાવવા અને ફાયદા !!

શરીરના ૯ એવા પ્રેશર પોઈન્ટ જેના ફાયદા જાણીને તમે પણ તેને અજમાવવા માટે બેચેન બની જશો. તેને ઉપયોગમાં લાવતા થી ન માત્ર શારીરિક તનાવ, ચિંતા અને ઉદાસીનતા માંથી રાહત મળે છે, પણ ઘણા પ્રકારના રોગોમાંથી પણ બચવામાં મદદ મળે છે. તો આવો જાણીએ તે કરવાની પદ્ધતિ અને તેનાથી થતા ફાયદા વિષે.

જોઈનીંગ દે વેલી :

આ પોઈન્ટ અંગુઠો અને તર્જની વચ્ચે ની ચામડી વાળી જગ્યા ઉપર હોય છે. આ ભાગને દબાવવાથી માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ગરદનનો દુખાવો, ખંભાનો દુખાવો, આર્થરાઈટીસ અને કબજીયાત જેવી બીમારીઓમાંથી રાહત મળે છે. તમે પણ અજમાવી જુવો.

પેરીકાર્ડીયમ :

આ ભાગ હથેળીઓથી લગભગ બે આંગળી દુર કાંડા ઉપર હોય છે, આ ભાગને દબાવવાથી ઉલટી, પેટની તકલીફ, છાતીનો દુખાવો સાથે જ હાથનો દુખાવા માંથી પણ રાહત મળે છે. જે લોકો આવી જાતની તકલીફોમાંથી પસાર થઇ રહેલ છે તેઓ આ જરૂર ઉપયોગ માં લો.

થર્ડ આઈ :

આ પોઈન્ટ માથા ઉપર નાકની બરોબર ઉપર અને બન્ને આઇબ્રો ની વચ્ચે હોય છે. આ ભાગને દબાવવાથી મનને શાંતિ, ઉત્તમ યાદશક્તિ, તનાવ, થાક, માથાનો દુખાવો, આંખનો દુખાવો સાથે સાથે ઊંઘ ની તકલીફમાંથી પણ આરામ મળે છે. તે કરવું ઘણું સરળ છે. તમે પણ કરીને જુવો. અને તેનો ફાયદો મેળવો.

સી ઓફ ટ્રેકવાલીટી :

આ પોઈન્ટ છાતીની વચ્ચે હોય છે. આ ભાગને દબાવવાથી શાંતિ, ચિંતા, નિરાશા, બેચેની અને ઈમોશનલ તકલીફ જેવી ઘણી તકલીફોમાંથી છુટકારો મળે છે. તેને પણ સરળતાથી કરી શકાય છે.

કમાંડીંગ મીડીલ :

આ પોઈન્ટ ગોઠણની પાછળ કે જ્યાં થી આપણા ગોઠણ વળે છે, બરોબર તેની પાછળ વાળા ભાગ ઉપર હોય છે. આ ભાગને દબાવવાથી કમરનો દુખાવો, હીપ્સમાં તકલીફ, ગોઠણ માં આર્થરાઈટીસ, કમર જકડાઈ જવી અને સાઈટીકા જેવી બીમારીઓ માં રાહત મળે છે.

સેકરલ પોઈન્ટ :

આ ઘણા પોઈન્ટ હોય છે, અને રિઢ ના હાડકાની એકદમ નીચે ટેલ બોન ની આજુ બાજુ મળી આવે છે. આ પોઈન્ટ દબાવવાથી કમરના પાછળના ભાગમાં દુખાવો સાઈટીકા અને પીરીયડસ ની તકલીફ માંથી રાહત મળે છે. આ ભાગને જાતે દબાવવું મુશ્કેલ હોય છે, તેથી કોઈ બીજાની મદદ લેવી.

શેન મેન :

આ પોઈન્ટ કાનની ઉપરના ભાગમાં હોય છે. આ પોઈન્ટ દબાવવાથી તનાવ, ચિંતા, નિરાશા, ઊંઘની બીમારી અને ધ્રુમપાન ની ટેવ થી છુટકારો મેળવી શકાય છે. એક વખત અજમાવી જુવો, તેના લાભથી આશ્ચર્ય થશે.

હેવનળી પિલર :

આ પોઈન્ટ ગરદન અને ખોપરી ને જોડાણ ઉપર બરોબર પાછળની તરફ હોય છે. અહિયાં દબાવવાથી તનાવ, ગરદનનો દુખાવો, ઊંઘની બીમારી અને માથાનો દુખાવામાંથી આરામ મળે છે. તેને તમે સરળતાથી અને રમતા રમતા કરી શકો છો.

બિગર રશીંગ :

આ પોઈન્ટ પગમાં અંગુઠા અને મોટી આંગળીની વચ્ચે હોય છે. આ ભાગને દબાવવાથી હેંગઓવરમાં ફાયદો અને રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવવામાં મદદ મળે છે. જો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગોછો તો જરૂર તેને ઉપયોગમાં લાવો.

નાભી ની પાસેના ભાગ ઉપર :

તમે મોટાપાને ઓછો કરવા માટે આ રીત ને પણ અપનાવી શકો છો. તેના માટે તમારે નાભીની બરોબર નીચેના ભાગ ઉપર બન્ને હાથ ની બે બે આંગળી થી દબાણ આપવાનું છે. તમે આવું પાંચ મીનીટ સુધી કરી શકો છો. આમ કરવાથી પણ તમારું ડાઈજેશન સુધરશે અને તમારો મોટાપો ઓછો થશે.

કોણીના સાંધાની ઉપરના ભાગને :

તમે તમારી કોણીના સાંધાની ઉપરના ભાગને દબાવીને તમારા મોટાપા ઉપર કાબુ મેળવી શકો છો. તમે આંગળી થી આ પોઈન્ટ ઉપર પાંચ થી સાત મિનીટ સુધી દબાણ આપો. આવું તમે બન્ને હાથ ઉપર કરી શકો છો.