ફેમસ યુટ્યૂબર દાનિશ જહાનનો અંતિમ વિડિઓ થયો વાયરલ, ગાડી ચલાવતા સમયે કરી રહ્યા હતા આ કામ

સોશિયલ મીડિયા પર પોતાની અલગથી જગ્યા બનાવવા વાળા દાનિશ જહાન આ દુનિયામાંથી વિદાય લઈ ચુક્યા છે. એમના મૃત્યુના સમાચાર સાંભળીને લોકોને ઊંડો આઘાત લાગ્યો હતો. દાનિશ જહાન એક એવું નામ છે જે ફેમસ યુટ્યુબર અને બ્લોગર છે. એની સાથે જ તે એમટીવી રિયાલિટી શો એસ ઓફ સ્પેસમાં (MTV Ace of Space) પણ કામ કરી રહ્યા હતા. ત્યાં એમના મૃત્યુના સમાચારથી એમના ફેન્સના દિલને ઘણો મોટો ઝટકો લાગ્યો છે. દાનિશ ફક્ત 21 વર્ષના જ હતા અને એક મધ્યમ વર્ગના પરિવારમાંથી સંબંધ રાખતા હતા.

દાનિશ 20 ડિસેમ્બરની રાત્રે એક લગ્ન માંથી પાછા આવી રહ્યા હતા ત્યારે એમની કારનું અકસ્માત થયું અને ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થઈ ગયું. દાનિશના મૃત્યુના સમાચાર સાંભળીને ન ફક્ત એમના ઘરવાળા જ પણ એમના ફેન્સ પણ સદમામાં હતા, કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો ન હતો કે હવે દાનિશ આ દુનિયાને છોડીને જઈ ચુક્યા છે.

દાનિશના શો એસ ઓફ સ્પેસના હોસ્ટ વિકાસ ગુપ્તાને પણ દાનિશના મૃત્યુના સમાચારે શોકમાં મૂકી દીધા હતા. વિકાસ ગુપ્તાએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર દાનિશના મૃત્યુના સમાચાર પર ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, ”દાનિશ તું હંમેશા યાદોમાં રહેશે, હું કેવી રીતે બાકીના ઘરવાળાઓને જણાવું કે તું હવે પાછો નહિ આવે, તું હંમેશા આપણા શો નો કિંગ રહ્યો છે.”

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર હમણાં એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેના વિષે જણાવવામાં આવી રહ્યું છે કે એ દાનિશના મૃત્યુ પહેલાનો અંતિમ વિડીયો છે. આ વીડિયોમાં દાનિશ અને એનો ફ્રેન્ડ મોબાઈલ પર વિડીયો બનાવી રહ્યા છે અને ગીત પર લિપસિંગ કરી રહ્યા છે.

એક ટ્વીટર હેન્ડલ પરથી દાનિશનો આ વિડીયો શેયર કરવામાં આવ્યો છે, અને કેપ્શનમાં લખ્યું છે કે, ”જો સંભવ હોય તો કૃપા કરીને ગાડી ચલાવતા સમયે ફોનનો ઉપયોગ ન કરો અને વિડીયો ન બનાવો. 2 મિનિટની મજા જીવન કરતા વધારે કિંમતી નથી હોતી.”

જણાવી દઈએ કે એની સાથે જ દાનિશની એક ફ્રેન્ડનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડી રહી છે અને જણાવી રહી છે, કે બે દિવસ પહેલા જ મારી દાનિશ સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારે દાનિશ પોતાની કોઈ ફ્રેન્ડનું મૃત્યુ થવા પર રડી રહ્યો હતો. મેં જયારે એને રડતા રોક્યો તો એણે કહ્યું કે જયારે હું મરી જઈશ ત્યારે તું પણ આવી રીતે જ રડશે.

જણાવી દઈએ કે દાનિશના મૃત્યુ પર સારા અલી ખાને પણ એમને શ્રદ્ધાંજલિ આપી અને દાનિશ સાથેનો એક જૂનો વિડીયો શેયર કર્યો. એ ઉપરાંત અમારી એક વિનંતી છે કે કયારેય પણ તમે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. જો અત્યંત જરૂરી હોય તો થોડી વાર માટે ગાડી રસ્તાના કિનારે ઉભી રાખી કામ કરી લો. આપણો જીવ સૌથી વધારે મહત્વ રાખે છે ન કે મોબાઈલ ફોન કે બીજી કોઈ ગમ્મત.