ફરીથી માં બનશે કરીના કપૂર ખાન, જલ્દી આવશે પરિવારમાં નવો મહેમાન.

બોલિવૂડ એકટ્રેસ કરીના એકવાર ફરી માં બનવાની છે, તૈમુર મોટો ભાઈ બનશે, સૈફ આપી આ માહિતી

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક વખત ફરી માતા બનવા જઈ રહી છે, જેની જાણકારી ખુદ કરીના અને તેના પતિ સૈફ અલી ખાને આપી છે. તો ચાલો તમને જણાવીએ તેના વિશે.

આ કોરોના યુગમાં જ્યાં લગભગ સર્વત્ર દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના કુટુંબ માંથી એક મોટા શુભ સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન ફરી એક વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તમે તે બરાબર વાંચ્યું છે, કારણ કે કરીના કપૂર ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. તો ચાલો તમને તેના વિશે જણાવીએ.

ખરેખર, બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ દંપતીએ સાથે મળીને આપેલા તેમના નિવેદનમાં કહ્યું કે, “અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારા કુટુંબમાં નવો મહેમાન જોડાવા જઇ રહ્યો છે. અમારા બધા શુભેચ્છકોની શુભકામનાઓ અને સહકારનો ખૂબ ખૂબ આભાર.” આ સમાચાર સામે આવ્યા પછી દંપત્તિ સાથે જ કુટુંબ અને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

બીજા બાળકને લઈને કરીનાએ કહી હતી આ વાત

અગાઉ જ્યારે કરીના અને સૈફના પુત્ર તૈમૂરનો જન્મ થયો હતો, ત્યારથી તેમના ફોટા ઇન્ટરનેટ ઉપર વાયરલ થતા રહેતા હતા. તૈમૂર જોવામાં એકદમ ક્યૂટ છે અને કરીના અને સૈફ બંને જ તેને ખૂબ ચાહે છે. તેમ જ આ પહેલા એક ચેટ શોમાં કરીનાએ કહ્યું હતું કે, તે અને સૈફ અલી ખાન તેમના કુટુંબનો વિકાસ કરવા માગે છે. કદાચ 2 વર્ષ પછી તે બીજા બાળક વિષે વિચારશે.

I love love love Saif… ❤️ for lending me his shirts and for his photography skills 🤣🤷🏻‍♀️Thank you @filmfare for this exciting experience. 💯❤️

Posted by Kareena Kapoor Khan on Tuesday, August 11, 2020

સોશિયલ મીડિયા ઉપર છવાઈ કરીનાની હોટ તસ્વીરો

કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 11 ઓગસ્ટ, 2020 ના રોજ એક વિડિઓ અને તેની હોટ સ્ટાઇલની 9 તસવીરો શેર કરી હતી. આ તમામ ફોટોની વિશેષ વાત એ છે કે તેમાં કરીનાએ પતિ સૈફ અલી ખાનનો શર્ટ પહેરેલો છે. તેણે આ માટે સૈફને થેક્યુ પણ કહ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું, “આઈ લવ લવ લવ સૈફ, મને તમારો શર્ટ ઉધાર આપવા માટે અને તમારી ફોટોગ્રાફી કુશળતા બતાવવા બદલ. આ ઉત્તેજક અનુભવ માટે @filmfare નો આભાર.”

તો કરિના કપૂર અને સૈફ અલી ખાનને આવનારા બાળક માટે અમે અગાઉથી અભિનંદન આપીએ છીએ. અમે તેના બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. તો તમને અમારી વાર્તા કેવી લાગી? અમને ટિપ્પણી કરીને જરૂર જણાવશો, તેમજ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર જણાવો.

આ માહિતી બોલિવૂડ શાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.