ખેડૂતના દીકરાએ GATE ની પરીક્ષામાં મારી બાજી, બોલ્યો : માતા-પિતાના આશીર્વાદથી સપનું થયું પૂરું

GATE ની પરીક્ષામાં ખેડૂત પુત્રએ મારી બાજી, કહ્યું : માતા-પિતાના આશીર્વાદથી સપનું થયું પૂરું

સફળતાની સીડી ઉપર દરેક વ્યક્તિ ચડવા માંગે છે, અને તેના માટે તે રાત-દિવસ સખત મહેનત કરે છે. જ્યારે કોઈ સફળતા મેળવવા માટે સતત પ્રયાસ કરે છે, અને તેને તેના પ્રયત્નોનું પરિણામ મળે છે, તો તેના આનંદનો કોઈ પાર નથી રહેતો.

આજે અમે તમને એક એવા એનઆઈટી (NIT)ના વિદ્યાર્થીની માહિતી આપીશું, જેણે GATE ની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આઈઆઈટી દિલ્હીએ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુદ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગના પરિણામ જાહેર કરી દીધા છે. અને આ પરિણામોમાં GATE પરીક્ષામાં પટનાના વિદ્યાર્થી આભાસ રાયે સફળતા મેળવી છે.

આભાસ રાયને તેની આટલી મોટી સફળતાના સમાચાર મળ્યા, તો ત્યાર પછી તેના આનંદનો કોઈ પાર રહ્યો ન હતો. તમને જણાવી દઈએ કે, આભાસ રાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટ્રેન્ડમાં આખા ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 87.33% ના સ્કોર સાથે આભાસ રાયે બાજી મારી છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન આભાસ રાયે તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી. તેમણે કહ્યું હતું કે, “હું બાળપણથી જ પીએસયુમાં કામ કરવા માંગતો હતો. હવે ભગવાનની કૃપા અને માતાપિતાના આશીર્વાદથી મારું આ સપનું ટૂંક સમયમાં પૂરું થતું જોવા મળી રહ્યું છે. આભાસ રાય હવે ONGC કે આઈઓસીએલની નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે.

આભાસ રાય હાલમાં હૈદરાબાદમાં રહે છે અને એનઆઈટી પટનામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી છે. તેણે જણાવ્યું હતું કે, તેની સફળતા પાછળ એનઆઈટી પટનાનો ઘણો મોટો ફાળો છે. આભાસ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને તેના પિતાજી ખેતીનું કામ કરે છે. તેના પિતા ખેડૂત છે, અને તેની માતા ગૃહિણી છે.

આભાસે પોતાનો દસમાં ધોરણ સુધીનો અભ્યાસ નારાયણપુર બલિયામાં પૂરો કર્યો હતો. ત્યારબાદ તેની માતા તેના ભાઈ અને તેને લઈને પટના આવી હતી, તેની માતાએ આ બંને ભાઈઓને ભણાવ્યા હતા. આ ફેબ્રુઆરીમાં આ વર્ષે GATE ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6,85,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આભાસે એવું કહ્યું હતું કે, જ્યારે દિલ્હીના ડિરેક્ટરે તેમને એ સમાચાર આપ્યા ત્યારે તેને એકદમથી વિશ્વાસ ન આવ્યો કે, તેણે આ પરીક્ષામાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જયારે તણે પોતાની આંખેથી પોતાનું પરિણામ જોયું તો તે ઘણો ખુશ થયો. જ્યારે આભાસે ટોપ થવાની જાણકારી પોતાના સાથીદારોએ આપી ત્યારે તેમણે સારી રીતે તેની ઉજવણી કરી હતી.

GATE પરીક્ષા શું છે?

ગેટ એટલે કે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એન્જિનિયરિંગ આ એક એવી પરીક્ષા છે જે રાષ્ટ્રીય કક્ષાની છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને એમ.ટેક અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે. આ પરીક્ષાનું આયોજન મોટાભાગે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કરવામાં આવે છે. આ પરીક્ષા 100 માર્ક્સની હોય છે. ગેટની પરીક્ષા ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ પણ આપી શકે છે. આ ઉપરાંત તેની કોઈ વયમર્યાદા પણ નથી હોતી. કોઇપણ ઉંમરના વિદ્યાર્થીઓ ગેટની પરીક્ષા આપી શકે છે. બીજા વિવિધ અભ્યાસક્રમો અનુસાર, તેની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.