આ તારીખ સુધીમાં ખેડૂતો પૂરું કરી નાખો આ કામ, મોડું થશે તો નઈ મળે 3000 રૂપિયાનો ફાયદો

મોદી સરકારે બુધવારે ખેડૂત સન્માન નિધિ સ્કીમનો લાભ મેળવવા માટે આધાર નંબરને લીંક કરાવવાની તારીખ ૩૦ નવેમ્બર સુધી વધારી દીધી છે. મળેલી માહિતી મુજબ અમે તમને આધાર કાર્ડ સાથે જોડાયેલી એક વધુ જાણકારી આપીએ છીએ. પીએમ ખેડૂત પેન્શન યોજના(Pradhan Mantri Kisan Maandhan) માં જમ્મુ કશ્મીર, લદ્દાખ, આસામ અને મેઘાલયમાં ખેડૂત માર્ચ ૨૦૨૦ સુધી આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવી શકે છે.

પીએમ ખેડૂત માનધન યોજના હેઠળ દેશ આખામાં ૧૭,૮૪,૩૪૧ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં જમ્મુ કશ્મીરના ૧૯૫ અને મેઘાલયના માત્ર ૮ ખેડૂત જોડાયા છે. જો કે આસામમાં ૪,૩૬૬ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્કીમનો લાભ મેળવવા માટે દેશ આખામાં આધાર કાર્ડ જરૂરી છે, પરંતુ આ ચાર રાજ્યો માટે એવું નથી. ત્યાંના ખેડૂતો માટે વિશેષ છૂટ આપવામાં આવી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજવીર સિંહના જણાવ્યા મુજબ, માર્ચ ૨૦૨૦ સુધી આ રાજ્યોના લોકોએ પણ આધાર કાર્ડ આપવું પડશે. જો કોઈ ખેડૂત વચ્ચેથી સ્કીમ છોડી દે છે, તો તેના પૈસા નહિ ડૂબે. તેણે સ્કીમ છોડતા સુધી જે પૈસા જમા કરાવ્યા હશે તેની ઉપર સેવિંગ એકાઉન્ટના વ્યાજ દર મુજબ વ્યાજ મળશે.

જો તમે ખેડૂત છો તો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર(CSC) ઉપર જઈને તમે આમાં નામ નોધાવી શકો છો. જો કોઈ ખેડૂત પીએમ ખેડૂત સન્માન નિધિનો પહેલાથી લાભ મેળવી રહ્યા છે, તો તેના માટે આધાર ઉપરાંત કોઈ દસ્તાવેજ નહિ લેવામાં આવે.

એલઆઈસી કરશે સંચાલન :

આ શાખાનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) કરશે. અને મોદી સરકાર પણ સરખી રકમ ખેડૂતના પેન્શન ખાતામાં જમા કરશે. તેમજ આ યોજના હેઠળ ખેડૂત ‘પીએમ કિસાન સ્કીમ’ માં મળતા લાભમાંથી સીધું જ પ્રીમિયમ ભરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

આ સ્કીમ અંતર્ગત જો લાભ મેળવવાવાળા વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું, તો તેની પત્ની/પતિને ૫૦% રકમ મળતી રહેશે. એટલે ૧૫૦૦ રૂપિયા દર મહીને.

કેટલું ભરવાનું રહેશે પ્રીમીયમ?

તેની હેઠળ ૬૦ વર્ષની ઉંમરમાં ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે. પેન્શન યોજના હેઠળ ૧૨ કરોડ ખેડૂત આવશે. ૧૮ થી ૪૦ વર્ષ સુધીના ખેડૂત માન્ય છે. તેને ઉંમર મુજબ દર મહીને ૫૫ થી લઈને ૨૦૦ રૂપિયા સુધી પ્રીમીયમ ભરવાનું રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.