પિતાને સાઈકલ પર બિહાર લઈ જવાવાળી જ્યોતિના નસીબના ખુલ્યા દરવાજા, આ મળી મોટી તક.

કોરોના સંકટ વચ્ચે સાઈકલ પર પિતાને બિહાર લઈ જવાવાળી જ્યોતિના ખુલ્યા નસીબ, નસીબદારને મળતી આ તક તેને મળી.

નવી દિલ્હી, જાગરણ ન્યૂઝ નેટવર્ક. ભારતીય સાયકલિંગ ફેડરેશનના ડિરેક્ટર વી.એન.સિંહે કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં પોતાના પિતાને સાયકલ ઉપર બેસાડીને ગુરુગ્રામથી બિહારના દરભંગા પહોંચેલી જ્યોતિને શક્તિશાળી ગણાવીને કયું કે ફેડરેશન તેને સાયકલીંગની તક આપશે અને જો તે સીએફઆઈના ધોરણોમાં તે સફળ થશે, તો તેને વિશેષ તાલીમ અને કોચિંગ આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યોતિ લોકડાઉનમાં તેના પિતા મોહસન પાસવાનને સાયકલ ઉપર બેસાડીને 1000 કી.મિ. થી વધુનું અંતર આઠ દિવસમાં ગુરુગ્રામથી બિહારના દરભંગાની યાત્રા કરી હતી. જ્યોતિએ દરરોજ 100 થી 150 કિ.મી. સાયકલ ચલાવી. વી.એન.સિંહે કહ્યું કે ફેડરેશન હંમેશાં પ્રતિભાશાળી ખેલાડીઓની શોધમાં રહે છે અને જો જ્યોતિમાં ક્ષમતા છે, તો તેને પુરતી મદદ કરવામાં આવશે.

વી.એન.સિંહે કહ્યું કે અમે હંમેશાં આવા પ્રતિભાશાળી ખેલાડીઓની શોધમાં હોઈએ છીએ અને જો યુવતીમાં આ પ્રકારની ક્ષમતા હોય તો અમે તેને ચોક્કસ તક આપીશું. તેને આગળ તાલીમ અને કોચિંગ કેમ્પમાં મોકલી શકીએ છીએ. જો કે તે પહેલાં, અમે તેની ચકાસણી કરીએ છીએ. જો તે અમારા માપદંડમાં પાર ઉતરી જાય છે તો અમે તેને તમામ મદદ કરીશું. વિદેશમાંથી આયાત કરવામાં આવેલી સાયકલ ઉપર તેને તાલીમ આપવામાં આવશે.

લોકડાઉન પછી જ્યોતિને ટ્રાયલની તક આપવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે મેં તેની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે જ્યારે પણ લોકડાઉન સમાપ્ત થાય પછી તક મળશે ત્યારે તે દિલ્હી આવી અને તેનું ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં અમે તેનો નાનો એવો ટેસ્ટ લઈશું. અમારી પાસે વોટબાઇક્સ હોય છે, જે સ્થિર બાઇક છે. તેની ઉપર બાળકને બેસાડીને ચારથી પાંચ મિનિટનો ટેસ્ટ લેવામાં આવે છે. તેની ઉપરથી જાણવા મળે છે કે ખેલાડી અને તેના પગમાં કેટલી શક્તિ છે. જો તે એટલા અંતર સુધી સાયકલ ચલાવીને જાય છે, તો જરૂર તેનામાં ક્ષમતા છે.

વી.એન.સિંહે સ્વીકાર્યું કે 15 વર્ષની છોકરી માટે દિવસમાં 100 કિ.મી.થી વધુ સાયકલ ચલાવવી સરળ નથી. હું મીડિયામાં આવતા સમાચારોના આધારે બોલું છું, પરંતુ જો તેણે ખરેખર તે કર્યું હોય તો તે ઘણી સક્ષમ છે.
જ્યોતિના પિતા ગુરુગ્રામમાં રિક્ષા ચલાવતા હતા અને તેના અકસ્માત બાદ તે તેની માતા અને બનેવી સાથે ગુરુગ્રામ આવી હતી અને ત્યાર પછી તેના પિતાની સંભાળ રાખવા ત્યાં રોકાઈ હતી.

તે દરમિયાન કોરોનાને કારણે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી અને જ્યોતિના પિતાનું કામ અટકી પડ્યું હતું. આવી સ્થિતિમાં જ્યોતિએ તેના પિતા સાથે સાયકલ ઉપર પાછા ગામ જવાનું નક્કી કર્યું. પોતાના ઘરમાં જ કવોરેંટાઈનનો સમય પસાર કરી રહેલી જ્યોતિએ કહ્યું કે જો તેને તક મળે તો તે ટ્રાયલ માટે તૈયાર છે.

જ્યોતિએ કહ્યું, “સાયકલિંગ ફેડરેશનનો મારી ઉપર ફોન આવ્યો હતો અને તેણે મને ટ્રાયલ વિશે કહ્યું. ત્યારે મેં કહ્યું અત્યારે હું ખૂબ થાકી ગઈ છું, પરંતુ લોકડાઉન પછી જો મને તક મળે તો હું ચોક્કસ ટ્રાયલમાં ભાગ લેવા માગું છું. જો હું સફળ થઈશ, તો હું પણ સાયકલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું. જો મને તક મળે તો હું ફરીથી અભ્યાસ કરવા પણ માંગુ છું.”

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.