એકમાત્ર આ ચાચા છે જેમણે ૩ લડાઈ માં ભાગ લીધેલો તેમણે કીધું ”મારા હૃદય માં ભારત વસે છે”

સૈનિક ચાચાના નામથી પ્રસિદ્ધ 84 વર્ષના કમ્મું ખા એક માત્ર એવા સૈનિક છે, જેમણે ત્રણ લડાઈઓ નો ભાગ રહી ચુક્યા છે. આમતો તે ઇજનેરી કોરમાં ફિટર તરીકે કાર્યરત હતા, પરંતુ સેના ની સાથે તેમણે પણ યુદ્ધ નાં મોરચે જવાનું થતું. 19 વર્ષના સેવા કાર્ય માં તેમને 9 મેડલ મળ્યા છે.

1953 માં સેનામાં ભરતી થયા બાદ તેમણે 1962 માં ચીન યુદ્ધ, પાકિસ્તાન સાથે 1965 માં અને બાંગ્લાદેશ ની 1971 ની લડાઈ માં યુદ્ધ કર્યું હતું. સૈનિક ચાચાની યાદશક્તિ આજે પણ જોરદાર છે અને યુદ્ધકાળની ઘટનાઓને તે સંપૂર્ણ માહિતી સાથે સંભળાવે છે. 1962માં ચીન સાથેની લડાઈને યાદ કરતા કહે છે કે તે સમયમાં સિક્કિમમાં તેમની ભરતી થઇ હતી. તેમનું કામ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મશીનરીને સાચવી રાખવાનું હતું. સાથે જ બારુદી સુરંગો લગાવવાનું અને તેમને દૂર કરવાનું કામ પણ તેમની જ બટાલિયન નું હતું.

તે કહેતા હતા કે તેમણે તે યુદ્ધ દરમિયાન એક ચીની જાસૂસને પકડ્યો હતો, ત્યારે તેણે દેશમાં તેમના જેવા 6-7 જાસૂસો હોવાની વાત સ્વીકારી હતી. 1965ના યુદ્ધ દરમિયાન તે પુણેમાં આવેલી કોલેજ ઓફ મિલિટ્રી એન્જિનિરીંગમાં રહ્યા. તેઓ તે યુદ્ધમાં સીધી રીતે સંકળાયેલા ન હતા, પરંતુ તેમની યુનિટ નો ફાળો હતા.

1971માં બાંગ્લાદેશના યુદ્ધમાં તે ઘણા મોરચામા રહેલા. તે પોતાની યુનિટ સાથે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સુઘી પહોંચ્યા. તે કહે છે કે ત્યાં લગભગ 10 હજાર મહિલાઓને ભારતીય સેનાએ પાકિસ્તાનની ટુકડીના ચંગુલમાંથી મુક્ત કરાવી હતી. બધી મહિલાઓને સંપૂર્ણ સમ્માન આપવામાં આવ્યું હતું. અમારી ટુકડીએ ક્યારેય ખરાબ કાર્ય કરેલ નથી. આ યુદ્ધ સિવાય નાગાના બળવાખોરો સાથે સેનાના સંઘર્ષોમાં પણ તેઓ જોડાયેલા હતા. 19 સપ્ટેમ્બર 1972માં તેઓ નિવૃત થઇ ગયા.