ચર્ચામાં છે વાઘા બોર્ડર સુધી ‘અભિનંદન’ સાથે આવનારી આ મહિલા, જાણો કોણ છે આ મહિલા

વિંગ કમાંડર અભિનંદનના દેશમાં પાછા આવવાથી આખો દેશ ખુશ છે. વંદે માતરમ અને ભારત માતા કી જય સાથે આખો દેશ ગુંજી ઉઠ્યો છે. અભિનંદનની એક ઝલક મેળવવા માટે લોકો વાઘા અટારી બોર્ડર પર સવારથી ઉભા રહ્યા હતા, અને એમની ઝલક મળી કે લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા.

અભિનંદનને પાકિસ્તાને 60 કલાક પછી શુક્રવારની રાત્રે 9 વાગ્યે ને 10 મિનિટ પર અટારી બોર્ડર પર ભારતને સોંપ્યા હતા, અને પછી 9 વાગ્યે ને 21 મિનિટ પર અભિનંદને ભારતની ધરતી પર પહેલું પગલું મૂક્યું હતું. જે એક ઐતિહાસિક ક્ષણ બની ગયું છે. આ ક્ષણ હંમેશા માટે કેદ થઇ ગઈ છે. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં શું ખાસ છે?

અભિનંદન જયારે સીમા ઓળંગીને ભારત આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે એક મહિલા જોવા મળી રહી હતી અને થોડા પાકિસ્તાની ઓફિસર પણ હતા. અભિનંદન સાથે એ મહિલાને જોઈને દરેકના મનમાં સવાલ ઉઠ્યો કે કોણ છે એ મહિલા? જી હાં, પાકિસ્તાન જયારે અભિનંદને બોર્ડર ક્રોસ કરાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાને એનો ભારે પ્રચાર કર્યો હતો. એના માટે એમણે ઇન્ટરનેશનલ મીડિયાને પણ આમંત્રણ આપ્યું હતું. જો કે ભારત તરફથી અભિનંદનના ફોટા પાડવાની મનાઈ હતી અને મીડિયાને એક કિલોમીટર દૂર જ રોકી લેવામાં આવ્યા હતા.

કોણ છે એ મહિલા?

અભિનંદન સાથે બોર્ડર સુધી આવવા વાળી આ મહિલાને જોઈને દરેક ચકિત થઇ ગયા હતા. દરેક વ્યક્તિ એ જ વિચારી રહ્યા હતા કે એ મહિલા કોણ છે? એટલું ન નહિ, લોકોનું એવું માનવું છે કે તે મહિલા અભિનંદનની પત્ની કે એમની માતા હોઈ શકે છે. પણ એવું નથી. હકીકતમાં આ મહિલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં નિર્દેશક ડૉ. ફરિહા બુગતી છે. ડૉ. ફરિહા બુગતી પાકિસ્તાનમાં ભારતના મુદ્દોઓને સાચવનાર અધિકારી છે. અને એટલા માટે તે અભિનંદન સાથે બોર્ડર પર આવી હતી.

કુલભુષણના કિસ્સામાં પણ છે મુખ્ય અધિકારી :

પાકિસ્તાનની કેદમાં રહેલા ભારતીય નાગરિક કુલભૂષણના કિસ્સામાં પણ તે મુખ્ય અધિકારી છે. ગયા વર્ષે ડૉ. ફરિહા બુગતીને કુલભૂષણના પરિવાર સાથે જોવામાં આવ્યા હતા, જયારે એમનો પરિવાર કુલભુષણને મળવા માટે પાકિસ્તાન ગયો હતો. એવામાં એક વાર ફરી ડૉ. ફરિહા બુગતીની ચર્ચા થઇ રહી છે. કારણ કે એમને ભારતના જાંબાજ વિંગ કમાંડર સાથે જોવામાં આવ્યા. અને એમના વિષે લોકોમાં રસ વધી ગયો અને લોકો એમના વિષે જાણવા માંગે છે.

પાકિસ્તાને ભારતને મોડેથી સોંપ્યા અભિનંદન :

પાકિસ્તાને અભિનંદનને પાછા મોકલવા માટે પહેલા 2 વાગ્યાનો સમય આપ્યો હતો, પછી 4 વાગ્યાનો સમય આપ્યો. આ રીતે એમણે મોડું કરવાનું શરુ કરી દીધું. આ કારણે લોકોનો જોશ ઓછો તો નહિ થયો, પણ પાકિસ્તાનના કારસ્તાનની પોલ ખુલી ગઈ.

હકીકતમાં પાકિસ્તાન તરફથી અભિનંદનને પરત કરવામાં મોડું કરવાનું કારણ એમનું મેડિકલ ચેકઅપ જણાવવામાં આવી રહ્યું હતું. પણ એમની પોલ ત્યારે ખુલી જયારે અભિનંદનના દેશમાં પાછા આવવાના તરત પહેલા પાકિસ્તાની મીડિયાએ વિડીયો વાયરલ કર્યો, જે પ્રચાર માટે કરવામાં આવ્યો હતો.