ફેમસ થયા પહેલા કેવા દેખાતા હતા તમારા આ 14 મનપસંદ બોલિવૂડ સ્ટાર્સ, જાણવા માંગો છો.

જે સ્ટાર્સની સ્ટાઇલના આજે તમે દીવાના છો, એમના જેવા દેખાવા માટે તમે એમની હેયર સ્ટાઈલથી લઈને કપડાં, અને ચાલ ચલણ બધું જ કોપી કરો છો. બરાબરને. તેમજ ઘણી વાર તમે મિત્રોને એ કહેતા સાંભળ્યા હશે કે, હું રણવીર સિંહ જેવી દાઢી રાખીશ, તો ક્યારેક તમે પોતે એવું વિચાર્યુ હશે કે કદાચ શાહરુખ ખાન જેવી સ્ટાઇલ મારી પણ હોત, તો વાત જ કઈંક અલગ હોત. પણ શું તમે જાણો છો? કે આ કલાકાર તમને આજે જેટલા સ્ટાઈલિશ અને ગુડ લુકિંગ દેખાય છે, તે પોતાના સ્ટ્રગલના સમયે સરેરાશ જ દેખાતા હતા.

આ કલાકારો શરૂઆતના સમયે આપણા જેવા જ દેખાતા હતા. પણ ફિલ્મોમાં આવ્યા પછી એમની સ્ટાઇલ અને પર્સનાલિટીમાં પરિવર્તન આવ્યું અને આજે લોકો એમના જેવા દેખાવા માટે એમની સ્ટાઇલ અને એમના કપડાં, તેમજ એમની હેયર સ્ટાઇલને કોપી કરે છે. હકીકતમાં તમે જયારે એમના વર્ષો જુના ફોટા જોશો તો તમને લાગશે કે ના વાત સાચી છે, ફિલ્મોમાં હીટ થયા પછી જ એમનામાં ઘણું પરિવર્તન આવ્યું છે.

આજે અમે તમારા માટે તમારા અમુક ફેવરેટ કલાકારોના સ્ટ્રગલ સમયના ફોટા લઈને આવ્યા છીએ. તેમજ અમુક કલાકારના બાળપણના ફોટા પણ લઈને આવ્યા છીએ, જેને જોવા પર પહેલી નજરે તો એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થશે. આવો તમને તમારા મનપસંદ કલાકારોના શરૂઆતના સમયના ફોટા દેખાડીએ. જેમાં તમને એમના પહેલાના અને અત્યારના લુકમાં રહેલો ફરક જોવા મળશે.

(1) કરીના કપૂર : આ ફોટામાં તમે કરીના કપૂરનો બાળપણનો ફોટો જોઈ શકો છો. તે ઘણી જ ક્યૂટ દેખાઈ રહી છે. અને તમે બીજા ફોટામાં એમની સાથે કરિશ્મા કપૂરને પણ જોઈ શકો છો. કરીના અને કરિશ્મા પહેલા અને હાલમાં કેવી દેખાય છે. તેનો અંદાજો આ ફોટા પરથી લગાવી શકાય છે.

(2) સિદ્ધાર્થ મલ્હોત્રા : સિદ્ધાર્થનો આ ફોટો એમના મોડલિંગ સમયનો છે. હવે તમે જ જોઈ લો આજના સિદ્ધાર્થમાં પહેલા કરતા કેટલો ફરક આવી ગયો છે. (3) આલિયા ભટ્ટ : આલિયાનો આ ફોટો ફિલ્મોમાં આવ્યા પહેલાનો છે. તમે જોઈ શકો છો કે આલિયા પહેલા કેવી ગોલ ફુગ્ગા જેવા ગાલ વાળી અને ક્યૂટ દેખાતી હતી.

(4) પ્રિયંકા અને પરિણીતી ચોપડા : ચોપડા બહેનોની આ ક્યૂટ જોડીનો ફોટો પણ ઘણો જૂનો છે. એમાં પ્રિયંકા તો પહેલી નજરમાં ઓળખાતી જ નથી, અને પરિણીતી તો એકદમ ઢીંગલી જેવી દેખાય છે. (5) કરણ જોહર : આ ફોટામાં દેખાતો લાડુ જેવો ગોળ છોકરો કરણ જોહર છે. જે આજે બોલીવુડમાં પ્રખ્યાત ડાયરેક્ટર છે. અને તમે ધ્યાન આપશો તો તમને પાછળ ટોપી પહેરીને બેસેલા શાહરુખ ખાન પણ દેખાશે.

(6) અરિજીત સિંહ : આ ફોટામાં તબલા વગાડતા દેખાતો છોકરો કોઈ બીજું નહિ પણ અરિજીત સિંહ છે. જે આજે બોલીવુડમાં પ્રખ્યાત સિંગર છે. (7) અલી ઝફર : અલી ઝફરનો આ ફોટો જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે, એમના આજના અને પહેલાના લુકમાં આસમાન જમીનનો ફરક છે.

(8) કેટરીના કૈફ : કેટરીનાનો આ ફોટો પણ ઘણો જૂનો છે. અત્યારે તે પહેલા કરતા ઘણી વધારે સુંદર અને હોટ જોવા મળે છે. (9) રણવીર સિંહ : આ ફોટામાં ડાન્સ કરતો છોકરો રણવીર સિંહ છે. એમના લુકમાં ઘણો ફરક આવ્યો છે, પણ એમની એનર્જી તો પહેલા પણ જોરદાર હતી અને આજે પણ જોરદાર છે.

(10) ફરાહ ખાન : આ ફોટામાં તમે જોઈ શકો છો કે ફરાહ ખાન પહેલા કેટલી પાતળી હતી. પણ આજે તે ઘણી જાડી થઇ ગઈ છે.

(11) અભિષેક બચ્ચન : આ ફોટામાં તમે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેકને જોઈ શકો છો. અને એમની સાથે ફરાહ ખાન છે, જે એમના કપડાને વ્યવસ્થિત કરીને એમને સારો લુક આપી રહી છે. (12) સલમાન ખાન, ટ્વિંકલ ખન્ના અને ફરાહ ખાન : મિત્રો આ ફોટામાં તમને દબંગ ખાન એટલે કે સલમાન ખાન, અને એમની સાથે ટ્વિંકલ ખન્ના અને ફરાહ ખાન જોવા મળશે. તમે જોઈ શકો છો કે એમના પહેલાના લુક કેટલા સિમ્પલ હતા. અને આજે તેઓ કેવા સ્ટાઈલિશ થઈને ફરે છે.

(13) ૠતિક રોશન અને ફરાહ ખાન : આમાં ૠતિક અને ફરાહ રાજાની મજા માણતા જોવા મળે છે. (14) સાજીદ નાડિયાડવાલા અને ફરાહ ખાન : આ ફોટામાં તમને સાજીદ અને ફરાહ જોવા મળે છે. એની પાછળ જ શાહરુખ ખાન અને સાથે જ સલમાન ખાન પણ છે. જે ઊંધા ઉભેલા છે તે સલમાન ખાન છે. સાજીદ અને ફરાહ તો પોતાની મસ્તીમાં છે, પણ સલમાન ભાઈ શાહરુખ ભાઈને કોઈ વાત પર ઠપકો આપી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે.

(15) શાહરુખ, ફરાહ, ૠતિક : આ ફોટામાં તમને શાહરુખ ખાન, ફરાહ ખાન અને ૠતિક રોશન પોતાના સાથીઓ સાથે મસ્તી કરતા જોવા મળશે.