ફિલ્મો પહેલા શું કરતી હતી ‘બાહુબલી’ ની ‘દેવસેના’? તમને જાણીને નવાઈ લાગશે

અનુષ્કા શેટ્ટીએ સાઉથ ની ફિલ્મો દ્વારા દુનિયાને પોતાના અભિનયથી દીવાની બનાવેલ છે. તમને જણાવી આપીએ કે અનુષ્કા એ ‘બાહુબલી’ માં પ્રભાસ સાથે દેવસેનાની ભૂમિકા નિભાવેલ હતી. આ જોડીને દર્શકોએ ઘણી પસંદ કરેલ અને પ્રભાસ અને અનુષ્કાની જોડીએ સૌનું દિલ જીત્યું.

અનુષ્કાનો જન્મ ૭ નવેમ્બર ૧૯૮૧ ના રોજ મેંગલોર કર્નાટક માં થયો હતો. ‘બાહુબલી’ પછી હવે મોટાભાગના લોકો અનુષ્કા ને ‘દેવસેના’ નાનામથી ઓળખવા લાગ્યા છે. અનુષ્કાને ‘બાહુબલી’ પછી ઘણી પ્રતિષ્ઠા મળી છે. તમને જાણીને નવાઈ થશે કે અનુષ્કા શેટ્ટી ફિલ્મોમાં આવતા પહેલા એક યોગા ટીચર હતી.

તેની સુંદરતાને કારણે જ એક ડાયરેક્ટરે તેને ફિલ્મની ઓફર કરી હતી. અનુષ્કાએ આજે જે સિદ્ધી મેળવેલ છે, તે આજે આખી દુનિયા જોઈ રહી છે. તમને જણાવી આપીએ કે અનુષ્કાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૫ માં આવેલ ફિલ્મ ‘સુપર’ થી કરેલ હતી.

 

શું છે અનુષ્કા શેટ્ટી અને પ્રભાસના અફેયરનું સત્ય

બાહુબલી – દ ક્નકલુજન થી લોકોને પોતાના દીવાના બનાવી ચૂકેલ અનુષ્કા ને તેના જન્મ દિવસ ઉપર લાખો લોકો અભિનંદન આપી રહેલ છે. તેમના ચાહકો અને સેલીબ્રીટી ટ્વીટર અને શોશ્યલ મીડિયા દ્વારા તેને જન્મ દિવસ વિશ કરવા માં લાગેલા છે. બાહુબલી પછી થી જ અનુષ્કા અને પ્રભાસ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ બન્ને સબંધોમાં છે. થોડા દિવસો પહેલા સમાચાર આવેલ હતા કે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી એક બીજા ને ડેટ કરી રહેલ છે અને જલ્દી જ લગ્ન કરવાના છે. ત્યાર પછી પ્રભાસએ કહ્યું હતું કે અનુષ્કા તેની બાળપણની મિત્ર છે અને અમારી વચ્ચે કોઈ અફેયર નથી.

‘ભાગમતી’ થશે અનુષ્કા ની આગળની ફિલ્મ

સાઉથની સુપરસ્ટાર અનુષ્કા શેટ્ટીની આગળની ફિલ્મનું નામ ‘ભાગમતી’ છે. આમ તો આ ફિલ્મ ક્યારે રજુ થશે તે હજુ નક્કી થયેલ નથી, પણ ફિલ્મનો પહેલો લુક કાલે જ સામે આવેલ છે. તેમાં અનુષ્કા નો એક હાથ વીંધેલો જોવા મળી રહેલ છે. સમાચારો મુજબ આ ફિલ્મને જી. અશોકે ડાયરેક્ટ કરેલ છે. ફિલ્મ માં અનુષ્કા ઉપરાંત ઉન્ની મુકંદન અને આડી પીનીશેટ્ટી સાથે મલયાલમ કલાકાર જયરામ પણ છે. જણાવવામાં આવેલ છે કે આ એક હોરર થ્રીલર છે.

બાહુબલી માં દેવસેના ની ભૂમિકાથી લોકોને પાગલ બનાવનાર અનુષ્કા શેટ્ટી હમેશા થી પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે. બાહુબલી ના બીજા ભાગમાં તેમણે જોરદાર અભિનય પણ કરેલ હતો.