કુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે? જાણો તલસ્પર્શી અચૂક માહિતી.

તમારી કુંડળીમાં રહેલા નીચ ગ્રહોને લીધે તમારા કરિયર ઉપર કેવી અસર થાય છે, અહીં જાણો તેના વિષે અચૂક તલસ્પર્શી માહિતી. જ્યોતિષ મુજબ દરેક ગ્રહની અસર માનવ મગજ અને તેના ચિત્ત ઉપર પડે છે. જયારે કોઈ માણસનો જન્મ થાય છે, તો તે સમયના ગ્રહ નક્ષત્રોની સ્થિતિ તેના મન ઉપર એક છાપ છોડે છે. આ ગ્રહ નક્ષત્ર ચેતન અને અવચેતન મન ઉપર તેની અસર કરે છે. તમે જ્યોતિષ આર્ટીકલ વાંચ્યા હશે, તેમાં તમે જ્યોતિષીય યોગો વિષે પણ વાંચ્યું હશે, કયો યોગ શું કરે છે? કયા ક્યા યોગ તમારી કારકિર્દીમાં સફળતા અપાવશે, તેની જાણકારી તમને થઇ શકે છે.

પરંતુ હંમેશા આપણે એ નથી જોતા કે જો કોઈ ગ્રહ ખરાબ છે, તો તે તમારા વ્યક્તિત્વમાં ઉણપ લઈને આવશે, અને તે ઉણપને લઈને તમારી કારકિર્દી ઉપર શું અસર પડી શકે છે? જ્યાં સુધી તમને તમારી નબળાઈ વિષે ખબર નહિ પડે, તમે તેની ઉપર કામ નહિ કરી શકો અને સફળતાના તે શિખરને પ્રાપ્ત નહિ કરી શકો, જે તમે પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવો છો. આવો હવે જાણીએ કે ગ્રહોની ખરાબ કે નબળી અવસ્થા કેવી રીતે તમારી કારકિર્દીમાં તમારી નિર્ણય અને કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે.

સૂર્ય : આત્મવિશ્વાસ, ઈચ્છા શક્તિમાં ઘટાડો, લાંબી વિચાર શક્તિનો અભાવ. વગેરે તમારી કુંડળીમાં ‘સૂર્ય’ નબળી અવસ્થામાં છે, તો વ્યક્તિની અંદર હંમેશા બીજા પાસેથી માન્યતા, પ્રસંશા પ્રાપ્ત કરવાની ભાવના રહેશે. તેને સમાજ માત્ર સફળતાના માપદંડથી જુવે છે. ‘સૂર્ય’ કેમ કે પિતાનો કારક છે, તો વ્યક્તિને જે પ્રસંશા અને માન્યતા નાનપણમાં પોતાના પિતા પાસેથી પ્રાપ્ત નથી થઇ, તે બીજા પાસેથી પ્રાપ્ત કરવા માંગે છે. જે પણ કામ કરશે, તે બીજાનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરશે, શ્રેય પ્રાપ્ત કરવા માટે કરશે નહિ કે નહિ પોતાના આનંદ માટે. એટલા માટે જો તમારી કુંડળીમાં સૂર્ય ખરાબ અવસ્થામાં છે, તો તમારે પોતાની ઉપર, તમારા કૌશલ્ય ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને જે પણ કામ કરીએ, તેમાં પોતાનો આનંદ શોધો, નહિ કે બીજાની ખોટી પ્રસંશા.

kundli image
kundli source youtube

ચંદ્રમાં : અસુરક્ષાની ભાવના, પોતાની ઉપર અવિશ્વાસ, વધુ પડતા લાગણીશીલ, બીજાથી જલ્દી પ્રભાવિત થવું, પરિસ્થિતિઓ ઉપર દોષ નાખવો. ચંદ્રમાં કેમ કે મનનું કારક છે, જો તે પોતાની નબળી કે ખરાબ સ્થિતિમાં કુંડળીમાં બિરાજમાન છે, તો વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે. નાની નાની વાતો ઉપર દુઃખી થાય છે, કોઈ પણ મુશ્કેલીમાં ખરાબ સ્થિતિની કલ્પના કરી લે છે, જેથી નિર્ણય લેવામાં મોડું અને કામને ટાળવાની પ્રવુત્તિને પ્રોત્સાહન મળે છે. ચંદ્રમાં માતાનું, નાનપણનું પણ સૂચક છે, તો બની શકે છે કે નાનપણમાં તમે વધુ સુરક્ષાત્મક વાતાવરણમાં ઉછરેલા હશે, જેથી સુરક્ષાની ભાવના ઘર કરી ગઈ અને તમારામાં જોખમ લેવાની ક્ષમતા પ્રભાવિત થશે, જે ધંધા અને નોકરી બંનેમાં સફળતા માટે જરૂરી છે.

તમે બીજા ઉપર વધુ નિર્ભર રહેશો. ક્ષમતાવાળા હોવા છતાં પણ મેનેજમેન્ટ સુધી તમારી વાત કહેવામાં અચકાશો. કામ હાથ ઉપર લેશો, જે તમારી જવાબદારીમાં પણ સામેલ નથી કેમ કે ડર પ્રભાવી રહેશે, જેથી યોગ્ય સંદેશ નહિ જાય. એટલા માટે જો તમારી કુંડળીમાં ચંદ્રમાં ખરાબ અવસ્થામાં છે, તો સ્વયં ઉપર વિશ્વાસ રાખો. સ્વયં કાર્યોમાં જવાબદારી લો. અને આજમાં જીવતા શીખો, ત્યારે તમે તમારી ક્ષમતા અનુરૂપ પ્રદર્શન કરી શકશો.

મંગળ : મંગળ ગ્રહ ‘બાહુબળ’ નું પ્રતિક છે, ‘પ્રતિયોગી’ ભાવનાનું પ્રતિક છે. જો આ કુંડળીમાં ‘ખરાબ કે નબળી અવસ્થામાં બિરાજમાન છે, તો તે તમને વધુ લાગણીશીલ અને શરમાળ બનાવી શકે છે. તમારા બાહુબળને બદલે બીજા ઉપર વધુ નિર્ભર રહેશો, પ્રતિ-શોધની ભાવના વધુ ઘર કરશે, જેથી તમે તમારી ઉર્જા નાના-નાના કાર્યો કરવામાં વધુ બગાડશો. મહેનત કરવાને બદલે જોડ-તોડમાં વધુ વિશ્વાસ કરશો, જેથી ઉચ્ચ મેનેજમેન્ટ સુધી યોગ્ય સંદેશ નહિ જાય.

તમે તમારી ભૂલો સ્વીકારવામાં અચકાશો, જે પણ તમને સલાહ આપવામાં આવશે, તે તમને તમારો દુશ્મન લાગશે. તમારે એ સમજવું જોઈએ કે વ્યક્તિ પોતાની ભૂલોથી જ શીખે છે, જેથી તેને આગળ વધવાની સારી તક પ્રાપ્ત થાય છે. એટલા માટે જો કુંડળીમાં મંગળ ખરાબ છે, તો બધા પાસેથી સારી સલાહ લો અને તેને માની ભૂલો સ્વીકારો, ત્યારે તમે તમારી ઉર્જાને યોગ્ય દિશા આપી શકશો.

બુધ : ‘બુધ’ ગ્રહ કુંડળીમાં જાગૃતતા, વાણી, સુચનાઓની આપ-લેનો ગ્રહ છે. આ ગ્રહ એક સારી બિજનેસ સેંસ પણ આપે છે. જો કુંડળીમાં ‘બુધ’ ગ્રહ પોતાની ખરાબ કે નબળી અવસ્થામાં બિરાજમાન છે, તો તમારે તમારા સ્વભાવમાં વધુ વિચારાત્મક બનશો, જેથી તમે દરેક પ્રસંગ મળવાથી તેમાં સંશોધનમાં જ સમય બગાડશો, જેથી તક હાથ માંથી નીકળી જવાની સ્થિતિ ઉભી થશે.

‘બુધ’ ગ્રહના નબળા હોવાથી તમારી ઉપર ભૂલ કરવાનો ડર હંમેશા જળવાયેલો રહેશે. તમે કરેલા દરેક કાર્યને વારંવાર ચેક કરશો, હંમેશા તમારા પરફોર્મન્સને લઈને ચિંતિત અને બેચેન રહેશો, જેથી નિર્ણય લેવામાં મોડું તો થશે જ, સાથે જ દરેક કામ તેની સમય મર્યાદામાં ક્યારેય પુરા નહિ કરી શકો. તેમાં તમારા પ્રેઝન્ટેશન આપવામાં પણ તકલીફ પડશે, તમને હંમેશા એવું લાગશે કે તમારાથી કંઈક છૂટી ગયું, તમે ઘણું બધું કહી શકતા હતા, પરંતુ કહી ન શક્ય. જ્યાં અચાનક નિર્ણય લેવા પડે, ત્યાં તમે પોતાને લાચાર અનુભવશો.

એટલા માટે જયારે તમારી કુંડળીમાં ‘બુધ’ ખરાબ હોય, તો તમારે વધુ કાર્યશીલ થવું જોઈએ, ત્યારે તમને વધુ લાભ પ્રાપ્ત થશે. તેનાથી બાળકના શરુઆતના શિક્ષણ ઉપર પણ ખરાબ અસર પડી શકે છે, જો બાળકોને 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી આગળના વિષયો પસંદ કરવામાં તકલીફ પડશે, તો તમે ધોરણ 10 ની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સુધારવા માટે બનેલા કોગ્નીએસ્ટ્રો અહેવાલનો ઉપયોગ કરી શકો છો.

kundli
kundli source youtube

ગુરુ : ‘ગુરુ’ ગ્રહ કુંડળીમાં જ્ઞાન, સકારાત્મકતા, સાચી દિશાનું પ્રતિક છે. જો ગુરુ ‘ખરાબ’ અવસ્થામાં તમારી કુંડળીમાં બિરાજમાન છે, તો તે તમને માટે નકારાત્મક અવસ્થા અવસ્થા તરફ લઇ જાય છે. તમને અડધો ગ્લાસ ભરેલો હોવાને બદલે હંમેશા અડધો ગ્લાસ ખાલી જ જોવા મળશે. તમે તમારા પ્રયત્નો ઉપર ધ્યાન આપવાને બદલે વધુ ભાગ્યવાદી બનશો, જેથી કાર્ય કુશળતા ઉપર અસર પડશે. તમે પરિસ્થિતિઓ અને લોકો ઉપર વધુ આધારિત રહેશો. તમારા કાર્યોમાં અસંગઠિત રહેશો, તમારી બનાવેલી મર્યાદાપાર કરીને ચાલવા અને તેમાંથી બહાર વિચારવાનો પ્રયત્ન પણ નહિ કરો.

તેનાથી તમે મર્યાદિત વિચારસરણીના કુંડાળામાં રહેશો, જેથી આગળ વધવામાં તમને મુશ્કેલી પડશે અને તમે યોગ્ય રીતે જે કંપનીમાં કામ કરો છો, કે વેપારમાં છો, તો તમારું સંપૂર્ણ યોગદાન ત્યાં નહિ આપી શકો. એટલા માટે જો કુંડળીમાં ‘ગુરુ’ ખરાબ અવસ્થામાં છે, તો તમારે હંમેશા સકારાત્મક રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. ભાગ્યના આધારે આગળ વઢવાને બદલે તમારે મહેનત કરવી જોઈએ. તેની સાથે જ જો તમે તમારા ગુરુજનોનું સન્માન કરો છો અને તેની સલાહ લો છો, તો સકારાત્મક ફળ તમને જરૂર મળી શકે છે.

શુક્ર : ‘શુક્ર’ ગ્રહ કુંડળીમાં રચનાત્મકતા, સુંદરતા, સંતુષ્ટિ, સારી રજૂઆત, પોતાની વાત બીજા સુધી સારી રીતે પહોચાડવાની કળાનો કારક ગ્રહ છે. આ ગ્રહ જો કુંડળીમાં ખરાબ અવસ્થામાં હોય તો તે દર્શાવે છે કે તમારે હંમેશા તમારા કામમાં સંતુષ્ટિની ભાવના નહિ મળે, હંમેશા કંઈક ખાલીપણું લાગતું રહેશે, જેથી કોઈ ધંધા કે નોકરીમાં લાંબા સમય સુધી રહેવામાં તકલીફ પડશે. બીજા પ્રત્યે તમારા મનમાં હંમેશા શંકાની સ્થતિ રહેશે, એટલા માટે તમે તમારો સમય લોકોને ખુશ કરવામાં લગાવી શકો છો, તેનાથી લોકોનો તમારી ઉપર ઓછો વિશ્વાસ રહેશે, જેથી તમારી વિશ્વસનીયતા પણ ઓછી થશે.

‘શુક્ર’ નું ખરાબ રાશીમાં હોવાથી તમે તમારી વાત પ્રભાવશાળી રીતે સૌ સામે નથી રાખી શકતા, તમારે તમારી વાત સમજાવવામાં ઘણો સમય લાગશે. તેનાથી આત્મવિશ્વાસ સાથે સાથે તમારી કાર્યક્ષમતા પણ પ્રભાવિત થશે. એટલા માટે કુંડળીમાં જયારે શુક્ર ખરાબ હોય, તો તમારે પોતાના કોઈ રચનાત્મક કાર્યમાં લગાવી રાખવું જોઈએ, પછી તે થોડા સમય માટે પણ કેમ ન હોય. રચનાત્મક કર્યોમાં નૃત્ય, ગીત-વગાડવું, પેન્ટિંગ વગેરેથી તમારી રજૂઆતમાં ઘણો સુધારો થશે.

rahu and shani grah
rahu and shani grah

શની : શની ગ્રહ જ્યોતિષમાં અનુશાસન, નિયમ, સમયસુચકતા અને સમર્પણનો કારક ગ્રહ છે. જયારે તે તમારી કુંડળીમાં તેની ખરાબ અવસ્થામાં રહે છે, તો તે આળસ, બેદરકારી વગેરે આવે છે. તમારી પોતાના કાર્યો પ્રત્યે સમર્પણની ભાવનામાં ખામી લાવે છે. તમે કાર્યોને કારણ વગર ટાળવા લાગો છો, કોઈ પણ પ્રકારે પોતાને ફોક્સડ નથી રાખી શકતા. તેનાથી તમને સાતત્યતા મેળવવામાં હંમેશા મુશ્કેલી પડશે, જેથી કાર્ય ક્ષમતા પ્રભાવિત થવું યોગ્ય છે. તે તમારી નોકરી અને ધંધા બંને માટે ખરાબ છે.

એટલા માટે જો તમારી કુંડળીમાં ‘શની’ ખરાબ રીતે બિરાજમાન છે, તો નાના નાના લક્ષ્ય બનાવો, તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો, જેથી નિરંતરતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધી થાય. ‘શની’ અનુશાસનનો ગ્રહ છે, એટલા માટે કોઈ પણ પ્રકારના નિયમમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કરો, પછી તે સવારે જલ્દી ઉઠવાનો નિયમ કેમ ન હોય, અને તેને ઓછામાં ઓછું 21 દિવસ સુધી કરવાનો પ્રયાસ કરો, તેનાથી શની દેવ પ્રસન્ન થાય છે અને તમને પણ સકારાત્મકતા જોવા મળશે.

આજના સમયમાં, દરેક પોતાની સફળ કારકિર્દીની ઈચ્છા ધરાવે છે અને પ્રસિદ્ધીના રસ્તા ઉપર આગળ વધવા માંગે છે, પરંતુ ઘણી વખત ‘સફળતા’ અને ‘સંતુષ્ટિ’ ને સરખી રીતે સંતુલિત કરવું મુશ્કેલ બની જાય છે. એવી પરિસ્થિતિમાં ધંધાદારી લોકો માટે કાગ્નીએસ્ટ્રો અહેવાલ મદદરૂપ તરીકે સામે આવે છે. કાગ્નીએસ્ટ્રો અહેવાલ તમને તમારા વ્યક્તિત્વના પ્રકાર વિષે જણાવે છે અને તેના આધારે તમને સર્વશ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પોનું વિશ્લેષણ કરે છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.