ભોલેનાથના ભક્તોએ જાણવા જોઈએ ભગવાન શિવથી જોડાયેલ આ 5 રહસ્ય

ભોલે ભંડારીના ભક્તોએ જરૂર જાણવા જોઈએ તેમનાથી જોડાયેલ આ 5 રહસ્ય, જાણવા ક્લિક કરો. દેવોના દેવ મહાદેવે પોતાની અંદર ઘણા રહસ્ય સમાવીને રાખ્યા છે. જે રીતે બ્રહ્માંડનો ન તો કોઈ અંત છે, ન કોઈ કિનારો અને ન તો કોઈ શરૂઆત. બસ એજ રીતે શિવ અનાદિ છે, સંપૂર્ણ બ્રહ્માંડ શિવની અંદર સમાયેલું છે. જયારે કાંઈ ન હતું ત્યારે પણ શિવ હતા, અને જયારે કાંઈ નહિ હોય ત્યારે પણ શિવ જ હશે.

હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર શિવના 5 પ્રમુખ રહસ્ય છે. અને ભોલેના દરેક ભક્તે આ રહસ્યો વિષે જાણવું જોઈએ.

1. ગળામાં લપેટાયેલો સાંપ : શિવમાં પરસ્પર વિરોધી ભાવોનો સંપ જોવા મળે છે. શિવના મસ્તક પર એક તરફ ચંદ્ર છે, તો બીજી તરફ મહાવિષધારી સર્પ પણ તેમના ગળાનો હાર છે. ભગવાન શિવના ગળામાં રહેતો નાગ નાગરાજ વાસુકી છે. વાસુકી નાગ ઋષિ કશ્યપના બીજા પુત્ર હતા. તેમને શિવના પરમ ભક્ત માનવામાં આવે છે.

shiv mahadev
shiv mahadev

2. મસ્તક પર ચંદ્ર : શિવના મસ્તક પર ચંદ્રના હોવાની કથા પણ ઘણી અનોખી છે. કહેવામાં આવે છે કે, મહારાજ દક્ષે ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ આપ્યો હતો, જેનાથી બચવા માટે ચંદ્રએ ભગવાન શિવની આરાધના કરી. ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ ન ફક્ત ચંદ્રની રક્ષા કરી પણ તેમને મસ્તક પર ધારણ પણ કર્યા.

3. આભૂષણ નહિ ભસ્મ : ભગવાન શિવ અન્ય દેવતાઓની જેમ પોતાના શરીર પર આભૂષણ ધારણ નથી કરતા, પણ તે પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. શિવનો અભિષેક પણ ભસ્મથી જ થાય છે. શિવ સંસારના આકર્ષણોથી ઉપર છે. મોહ-માયા તેમના માટે ભસ્મથી વધારે કાંઈ નથી.

4. ત્રીજું નેત્ર : દેવોના દેવ મહાદેવ પાસે બે નહિ પણ ત્રણ આંખો છે. માન્યતા અનુસાર, તે પોતાની ત્રીજી આંખનો પ્રયોગ ત્યારે કરે છે, જયારે સૃષ્ટિનો વિનાશ કરવાનો હોય. આ રહસ્ય ઓછા લોકો જાણે છે કે, શિવને ત્રીજી આંખ કઈ રીતે મળી. પૌરાણિક કથા અનુસાર એક વાર હિમાલય પર ભગવાન શિવ એક સભા કરી રહ્યા હતા, જેમાં દરેક દેવતા, ઋષિ મુનિ અને જ્ઞાની લોકો શામેલ થયા હતા. ત્યારે સભામાં માતા પાર્વતી આવ્યા અને તેમણે પોતાના મનોરંજન માટે પોતાના બંને હાથોથી ભગવાન શિવની આંખો ઢાંકી દીધી.

માતા પાર્વતીએ જેવી જ ભગવાન શિવની આંખો ઢાંકી, કે આખા સંસારમાં અંધારું છવાઈ ગયું. ત્યારબાદ ધરતી પર રહેલા બધા જીવ-જંતુઓમાં ખળભળાટ મચી ગયો. સંસારની આ દશા ભગવાન શિવથી જોવાઈ નહિ અને તેમણે પોતાના માથા પર એક જ્યોતિપુંજ પ્રગટ કર્યું, જે ભગવાન શિવની ત્રીજી આંખ બન્યું.

5. તાંડવ નૃત્ય : તાંડવ નૃત્યને લઈને મોટાભાગના લોકો સંપૂર્ણ રહસ્ય નથી જાણતા. મોટાભાગના લોકો માને છે કે, તાંડવ નૃત્ય શિવના ગુસ્સા સાથે જોડાયેલું છે, જે સાચું છે. પણ જણાવી દઈએ કે, રૌદ્ર તાંડવ કરવાવાળા શિવ રુદ્ર કહેવાય છે. અને શિવનું એક તાંડવ નૃત્ય આનંદ આપનારું પણ છે, તેને આનંદ તાંડવ કહે છે. આનંદ તાંડવ કરતા શિવ નટરાજ કહેવાય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.