પહેલા 5 વર્ષ લિવ ઈનમાં રહ્યા, પછી લગ્ન કર્યા અને હવે પત્નીએ લગાવ્યા આ ગંભીર આરોપ, જાણો

આજના ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા કિસ્સા આવતા રહે છે, જેમાં ઘણા કિસ્સા એવા હોય છે કે, જેની ઉપર આપણે વિશ્વાસ નથી કરી શકતા. અને ઘણા કિસ્સા એવા પણ આવતા જોવા મળે છે, કે જેના વિષે જાણીને આપણને ઘણી પ્રેરણા મળે છે. અમુક કિસ્સા તો એવા હોય છે, જેના વિષે જાણીને આપણને તેના પ્રત્યે ધૃણા ઉત્પન થાય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક કિસ્સો ઘણો વાયરલ થઇ રહ્યો છે. તે કિસ્સો એક પ્રકારના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે, જેમાં બે જણા (સ્ત્રી અને પુરુષ) એક બીજા સાથે પાંચ વર્ષ સુધી લીવ ઇન રિલેશનશિપમાં રહે છે, અને પછી બંનેના લગ્ન થાય છે, અને પછી થાય છે ઝગડા, અને તે ઘટના પહોંચે છે પોલીસ સ્ટેશન.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલા કલ્યાણપુરના રહેવાસી એવા એક એન્જીનીયર પાંચ વર્ષ સુધી પોતાની એક મહિલા મિત્ર સાથે લીવ ઇન રીલેશનમાં રહ્યા. એક વર્ષ પહેલા તેમણે લગ્ન કરી લીધા અને હવે પત્નીને છોડી દીધી. કુટુંબ નિવારણ કેન્દ્રમાં સુનાવણી દરમિયાન રવિવારે બંને જણા વચ્ચે જોરદાર મારામારી થઇ. ત્યાર પછી પત્નીની ફરિયાદ ઉપર એન્જીનીયર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ નોંધવામાં આવ્યો. પત્નીએ પતિ ઉપર દહેજ માટે ત્રાસ આપવાની સાથે સાથે ગર્ભપાત કરાવવાનો અને અકુદરતી સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે.

પંચવટી વિનાયકપુર કલ્યાણપુર નિવાસી શિવેન્દ્ર સીપીડબ્લ્યુ આગ્રામાં એન્જીનીયર છે. તેમની પત્નીનો આરોપ છે કે, લગ્ન પહેલા તેઓ પાંચ વર્ષ સુધી એક બીજા સાથે લીવ ઈન રીલેશનમાં રહ્યા હતા. ત્યાર પછી કુટુંબવાળાના દબાણને લીધે લગ્ન તો કરી લીધા, પરંતુ હવે તેણે મને ઘરમાંથી કાઢી મૂકી છે.

દંપત્તિ બપોરે કુટુંબ નિવારણ કેન્દ્રમાં મુદ્દત હોવાથી આવ્યા હતા. તે દરમિયાન એન્જીનીયરે પત્નીને થપ્પડ મારી દીધી. ત્યાર પછી પત્નીને પણ દોડીને તેને ચપ્પલથી માર્યો. ધમાલ પછી પોલીસે બંનેને મહિલા પોલીસ સ્ટેશન મોકલી દીધા. મોડી સાંજે પત્નીની ફરિયાદ ઉપર એન્જીનીયર પતિ શિવેન્દ્ર વિરુદ્ધ કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં મારઝૂડ કરવા, અને મારી નાખવાની ધમકી આપવાની કલમમાં રીપોર્ટ નોંધવામાં આવ્યો.

મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે, બીજી ઓક્ટોમ્બરે મહિલાની ફરિયાદ ઉપર તેના પતિ વિરુદ્ધ દહેજ, ત્રાસ, ગર્ભપાત કરાવવા અને અકુદરતી સંબંધ બાંધવા સાથે જ બીજી ગંભીર કલમોમાં અહેવાલ નોંધવામાં આવ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.