ફિક્સ ડીપોઝીટમાં જોઈએ સારા અને સેફ રિટર્નની ગેરેંટી તો રોકાણ પહેલા આ 5 વાતોનુ રાખો ખાસ ધ્યાન.

આ 5 વાતોને ધ્યાન રાખીને કરશો ફિક્સ ડીપોઝીટમાં રોકાણ, તો મળશે સારું અને સુરક્ષિત રિટર્ન. હવે જો તમે ફિક્સ્ડ ડીપોઝીટ દ્વારા સારું રીટર્ન મેળવવા માગો છો તો તેની થોડી રીતો છે, જેના દ્વારા તમે રોકાણ ઉપર ફાયદો કમાઈ શકો છો. એફડીમાં રોકાણ કરતા પહેલા આ 5 વાતો જાણવી છે જરૂરી.

ફિક્સ ડીપોઝીટ એટલે નિશ્ચિત સમયગાળા દરમિયાન જમા રકમને હંમેશા સુરક્ષિત રોકાણની ગેરંટી માનવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેનું આકર્ષણ ઓછું થયું છે. ઝડપથી ઘટતા વ્યાજ દરો અને યસ બેંકને લઈને તમામ કોર્પોરેટર બેંકોમાં ઉભા થયેલા સંકટને લીધે ગ્રાહકોમાં અવિશ્વાસની સ્થિતિ ઉભી થઇ છે. આમ તો હજુ પણ જો તમે ફિક્સ્ડ ડીપોઝીટ દ્વારા સારું રીટર્ન મેળવવા માગો છો, તો તેની થોડી રીતો છે, જેના દ્વારા તમે રોકાણ ઉપર ફાયદો મેળવી શકો છો. એફડીમાં રોકાણ પહેલા આ 5 વાતો જાણવી છે જરૂરી.

આવી બેંકમાં કરાવો એફડી : ફિક્સ ડીપોઝીટમાં તમને કેટલું રીટર્ન મળશે, તે એ વાત ઉપર આધાર રાખે છે. જે વ્યાજ દર કેટલુ છે. તેવામાં તમારે એ બેંકમાં રોકાણ કરવું જોઈએ, જ્યાં વધુ વ્યાજની ઓફર કરવામાં આવી રહી છે. હાલમાં ઘણી ખાનગી સેક્ટરની બેંક 7 થી 7.5 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે, જે સરકારી બેંકોથી એક થી દોઢ ટકા સુધી વધુ છે.

લાંબા સમયની એફડીથી દુર રહો : હાલમાં અર્થવ્યવસ્થામાં મંદીનો સમય જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ હજુ એ પણ સ્પષ્ટ નથી કે મંદીનો આ સમય ક્યાં સુધી ચાલુ રહેશે. તેવામાં ફિક્સ્ડ ડીપોઝીટમાં રોકાણ કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે લાંબા સમય માટે પૈસા ન રોકો. તેનાથી તમારી રકમ લાંબા સમય માટે ઓછા વ્યાજમાં ફસાઈ જશે.

સમયગાળા વિષે પહેલાથી વિચારો : જો તમે ફિક્સ્ડ ડીપોઝીટને મેચ્યોરીટી પહેલા જ પૂરી કરાવી લો છો તો બેંકો તરફથી પેનલ્ટી લગાવવામાં આવે છે. તેવામાં તમે પહેલાથી જ તમારા નાણાકીય લક્ષ્યોનું ધ્યાન રાખો અને તે મુજબ જ રોકાણ કરો. જો તમે પહેલા જ એફડી બંધ કરાવો છો તો પેનલ્ટી આપવી પડશે. તે ઉપરાંત તમે તમારા નાણાકીય લક્ષ્યો પણ પુરા નહિ કરી શકો.

ટુકડે ટુકડે કરાવો એફડી, મળશે પૂરો લાભ : જો તમે એફડી કરાવવાનું વિચારો છો તો કોઈ એક જગ્યા ઉપર વધુ રોકાણ ન કરો. તેના બદલે તમે નાના નાના ભાગમાં ઘણી એફડી કરાવી શકો છો. તેનાથી તમે એક લાભ મળશે કે જો તમે આર્થિક સંકટમાં આવો છો તો કોઈ એક એફડીને બંધ કરાવી તમારી જવાબદારી નિભાવી શકો છો. તેનાથી તમારા ઉપર વધારાનો બોજ પણ નહિ પડે અને કામ પણ પૂરું થઇ જશે. તેની સાથે જ રીટર્નને લઈને પણ વધુ મુશ્કેલી નહિ પડે.

ટેક્સ સ્લેબનું પણ રાખો ધ્યાન : ફિક્સ્ડ ડીપોઝીટ પહેલા તમારે તમારા ટેક્સ સ્લેબ વિષે પણ જાણવું જોઈએ. એફડી ઉપર મળતા વ્યાજ ટેક્સેબલ હોય છે. આમ તો વરિષ્ઠ નાગરિકોને તેની ઉપર છૂટ મળે છે. તેવામાં તમારે તેમાં રોકાણ પહેલા ટેક્સ સ્લેબ ઉપર પણ વિચાર કરવો જોઈએ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.