ફક્ત 30 રૂપિયામાં બનાવો આ કાર્ડ, દરેક પ્રાઇવેટ હોસ્પિટલમાં બિલકુલ મફત થશે બધી બીમારીનો ઈલાજ.

માત્ર 30 રૂપિયામાં કાર્ડ બનાવીને તમે 5 લાખ રૂપિયા સુધીનો મફત ઉપચાર કરી શકો છો. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડનું નામ છે ગોલ્ડન કાર્ડ જે આયુષ્માન ભારત સ્કીમ સાથે જોડાયેલું છે. આ સ્કીમમાં સમાવિષ્ટ દરેક વ્યક્તિએ આ કાર્ડ બનાવવું ફરજીયાત છે.

કાર્ડ બનાવ્યા પછી જ તેનો ઉપચાર થઇ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાછલી 23 સપ્ટેમ્બરે આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરી દીધી હતી. આ સ્કીમમાં 10 કરોડ પરિવાર લગભગ 50 કરોડ લોકો સમાવિષ્ટ છે. તેમને 5 લાખ રૂપિયા સુધીનો ઉપચાર મફતમાં આપવામાં આવશે.

ક્યાં બનશે ગોલ્ડન કાર્ડ : ગોલ્ડન કાર્ડ બે જગ્યા પર બનશે. હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર પર. સીએસસી ગામડાઓમાં સરળતાથી મળી જાય છે. સીએસસીના સીઈઓ ડી.સી. ત્યાગીએ મની ભાસ્કરને જણાવ્યું કે કોમન સર્વિસ સેન્ટર પર ગોલ્ડન કાર્ડ બનાવવાની તૈયારી પૂરી થઇ ગઈ છે. આગલા અઠવાડિયાથી કાર્ડ બનાવવાનું કામ શરુ થઇ જશે. કાર્ડ બનાવવાના બદલામાં 30 રૂપિયા લેવાશે. કાર્ડને લેમિનેટ કરીને અપાશે.

સ્કીમમાં સમાવિષ્ટ વ્યક્તિ સીએસસીમાં આવીને આયુષ્માન ભારતની લીસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકે છે. નામ હોય તેનું કાર્ડ બની જશે. ત્યાગીએ જણાવ્યું જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ છે. તો બધાના અલગ અલગ કાર્ડ બનશે. એવું નથી કે એક જ કાર્ડથી આખા પરિવારનું કામ ચાલી જશે.

સીએસઈ સિવાય કાર્ડ હોસ્પિટલોમાં પણ બનશે. હોસ્પિટલમાં કાર્ડ મફતમાં બનશે. અમુમન લોકો બીમાર થાય ત્યારે જ હોસ્પિટલ જાય છે, તેથી બીમાર હોવાથી પહેલા કાર્ડ બનાવવાનું છે તો તેમને સીએસસી જવું પડશે. તેમ જ, ગામડાઓથી હોસ્પિટલ જવામાં 50-100 રૂપિયા ખર્ચો થઇ જશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અંતર્ગત હજારીબાગ જીલ્લા હોસ્પિટલમાં દેશનું પહેલું ગોલ્ડન કાર્ડ બનશે.

1300 થી વધુ બીમારીઓનો ઉપચાર : આયુષ્માન સ્કીમ અંતર્ગત કેન્સર, હ્રદયની બીમારી, કીડની, લીવર, ડાયાબીતીશ સાથે 1300 થી વધુ બીમારીઓનો ઉપચાર આયુષ્માન ભારતના અંતર્ગત કવર થશે. સાથે જ આ ઉપચાર સરકારી સાથે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ કરાવી શકાશે. તેમાં તપાસ, દવા, ઉપચાર, હોસ્પિટલાઈજેશન અને ત્યાર પછીનો ખર્ચ પણ કવર હશે. તેના સિવાય પહેલાથી આવેલી બીમારી પણ કવર હશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.