ફૂલ ઔર કાંટે ’ ફિલ્મની સુંદર અભિનેત્રીના થઈ ગયા એવા હાલ કે ઓળખાશે પણ નહીં. જુઓ

અજય દેવગન ની ગણત્રી આજે બોલીવુડ ના સુપરસ્ટાર્સ માં થાય છે. ફિલ્મ જગતમાં અજય દેવગને એક ખાસ મુકામ પ્રાપ્ત કર્યો છે. તે એક એવો કલાકાર છે કે જે કોમેડી થી માંડીને એક્શન સુધી દરેક પત્રમાં ફિટ બેસે છે. એટલા માટે સિનેમા જગતમાં તે બધામાં પારંગત હોય તેમ માનવામાં આવે છે. અજયે કોમેડી,રોમાન્સ અને એક્શન ની સાથે સાથે ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મોમાં પણ જબરદસ્ત અભિનય કર્યો છે. આ તેમના અભિનયનો જ કમાલ છે કે અજયે પોતાની કારકિર્દીમાં બે રાષ્ટ્રીય એવોર્ડ અને ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ અજય દેવગન ની પ્રથમ ફિલ્મ ફૂલ ઔર કાંટેની અભિનેત્રી મધુબાલા રઘુનાથની,જે તેની પણ પ્રથમ ફિલ્મ હતી.

ફૂલ ઔર કાંટે પણ મધુબાલા અને અજય ની પ્રથમ ફિલ્મ

22 નવેમ્બર 1991 માં અજય દેવગન સાથે તેમની ફિલ્મ ફૂલ ઔર કાંટે થી શરૂઆત કરવાવાળી મધુબાલા રઘુનાથ આજે ક્યાં છે એ કદાચ કોઈને ખબર હોય. આપને જણાવી દઈએ કે અજય દેવગન અને મધુબાલાની આ ડેબ્યુ ફિલ્મ ટે વખતની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ એ સમય હતો જ્યારે બોલીવુડમાં જેકી શ્રોફ,સુનિલ શેટ્ટી,સની દેઓલનું રાજ ચાલતું હતું. પરંતુ અજય દેવગન અને મધુબાલાની આ સુપરહિટ ડેબ્યુ ફિલ્મ આ બધા સ્ટાર્સ માટે પડકાર બની રહી.

અજય દેવગન સાથે મધુબાલાની આ ફિલ્મ એક્શન અને રોમાન્સથી ભરેલી હતી. આ ફિલ્મે જેકી શ્રોફ,સની દેઓલ અને સુનિલ શેટ્ટી આ ત્રણેની કારકિર્દી પર ઘણી અસર કરેલી. દશા એ થઈ કે આ એક ફિલ્મથી આ ત્રણે અભિનેતાઓની રાજાશાહી ઓછી થવા લાગી અને સલમાન ખાન અને આમિર ખાન ની સાથે અજય દેવગન બોલીવુડનો ચમકતો સિતારો બની ગયો. આજે અમે ફૂલ ઔર કાંટેની અભિનેત્રી મધુબાલા રઘુનાથની કરી રહ્યા છીએ.

આ છે ફૂલ ઔર કાંટેની હિરોઈન મધુબાલા રઘુનાથ

અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી મધુબાલા એ બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ પછી મધુ રાતોરાત સ્ટાર બની ગઈ. પરંતુ ત્યારબાદ ટે અચાનક બોલીવુડમાંથી ગાયબ થઈ ગઈ. ફૂલ ઔર કાંટેની હિરોઈન મધુબાલાને બોલીવુડમાં કામ મળવાનું થોડું ઓછું થયું. જોકે ત્યારબાદ મધુએ બોલીવુડ ની થોડી ફિલ્મોમાં કામ કર્યું પણ તે એટલી સફળ ના રહી. મજબૂરીથી મધુને બોલીવુડ થી દૂર થઈ જવું પડ્યું.

જોકે મધુબાલાએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ફૂલ ઔર કાંટેની હિરોઈન મધુબાલા રઘુનાથની છેલ્લી ફિલ 2011 માં લવ યુ કલાકાર હતી. આ ફિલ્મ પછી ફૂલ ઔર કાંટેની હિરોઈન મધુબાલા રઘુનાથ આજ સુધી કોઈ ફિલ્મમાં દેખાઈ નથી. અભિનય અને જબરદસ્ત સુંદરતા હોવા છતાં તે આજકાલ ફિલ્મો થી દૂર છે. મધુએ વર્ષ 1999 માં આનંદ સાથે લગ્ન કરી લીધા. આજના દિવસે તે પોતાના પરિવાર સાથે ખુશ છે. તેના બે સંતાનો છે જેમની સાર-સંભાળ તે પોતે કરે છે. મધુ પાસે અખૂટ પ્રતિભા હોવા છતાં પણ તે બોલીવુડ થી દૂર થઈ ગઈ. જોકે ફૂલ ઔર કાંટે પણ અજયની ડેબ્યુ ફિલ્મ હતી અને આજે તે સુપર સ્ટાર થઈ ગયા.