23 વર્ષ સુધી રેખા અને શત્રુઘ્ન સિન્હાએ ના કરી એક-બીજા સાથે વાત, આ વ્યક્તિએ કરાવ્યું હતું સમાધાન

જાણો એવું કયું કારણ હતું કે 23 વર્ષ સુધી રેખા અને શત્રુઘ્ન સિન્હાના એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નોહતા, જાણવા ક્લિક કરો

બોલિવૂડમાં ઘણી વાર સંબંધ બનતા અને ખરાબ થવાના સમાચાર સાંભળવામાં આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઓ ક્યારે કોઈની ફ્રેન્ડશીપ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે, તો ક્યારે કોઈ વચ્ચે વિવાદ સવાલ ઉભો કરે છે. પણ શું તમને ખબર છે? બોલિવૂડની સદાબહાર માનવવા વાળી અભિનેત્રી રેખા અને મહાન કલાકાર શત્રુઘ્ન સિન્હાએ પાછલા 23 વર્ષમાં એકબીજા સાથે વાત પણ કરી નહોતી. કોઈ ફિલ્મના સેટ પર શરુ થયેલ આ લડાઈ 23 વર્ષ સુધી ચાલી હતી. છેવટે આ બંને વચ્ચેનો વિવાદ એક પ્રખ્યાત અભિનેત્રીએ દૂર કર્યું. આવો જાણો કેમ તૂટી ગઈ હતી આ બંનેની મિત્રતા.

રેખા અને શત્રુઘ્ન સિન્હા બંને બોલિવૂડના જાણીતા સ્ટાર્સ છે. આ બંને એ એકબીજા સાથે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, પણ વર્ષ 1988 પછી આ બંને ક્યારેય પણ એકસાથે પડદા પર દેખાયા નહિ. વર્ષ 1988 માં રાકેશ રોશનની ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ની શૂટિંગ સમયે રેખા અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઇ ગયો હતો. તેના પછી બંનેએ એકબીજાને ક્યારેય પણ એકબીજાને ચહેરો ન દેખાડવાનો નિર્ણય કરી લીધો હતો. પણ ફિલ્મની શૂટિંગ હજુ બાકી હતી. એટલા માટે રાકેશ રોશનના મનમાં એ ભય હતો કે આ બંને વચ્ચેના વિવાદનો અસર તેમની ફિલ્મ પર ન પડે, તેમણે બંને વચ્ચે સમાધાન કરાવવાનો ખુબ પ્રયાસ કર્યો.

છેવટે ખુબ મનાવ્યા પછી આ બંને ફિલ્મની શોટિંગ પર પાછા આવવા માટે રાજી થઇ ગયા. પરંતુ બંને એ રાકેશ રોશન સામે એક શરત રાખી દીધી કે તે શૂટિંગ સિવાય એકબીજા સાથે કોઈ વાતચીત કરશે નહિ. આ વિવાદ વચ્ચે ફિલ્મ “ખુબ ભરી માંગ”ની શોટિંગ પૂર્ણ થઇ ગઈ. પરંતુ બંને વચ્ચેનો વિવાદ પૂર્ણ થયો નહિ. 23 વર્ષ સુધી આ બંને એકબીજા સાથે વાત કરી નહિ, પરંતુ શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હામેં આ વાત બિલકુલ સારી લાગી નહિ. ત્યારે તેમને આ બંને વચ્ચેના ઝગડાનો અંત કરાવ્યો. પૂનમ રેખાની ખુબ સારી ફ્રેન્ડ છે.

23 વર્ષ પછી જયારે રેખા અને શત્રુઘ્ન સિન્હા એક પાર્ટીમાં આમને-સામને થયા તો પૂનમે આ બંને વચ્ચે સમાધાન કરાવી દીધું અને બંનેની વચ્ચેની ગેરસમજ પણ દૂર કરી દીધી. ત્યારથી આ બંનેએ ફરીથી વાતચીત શરુ કરી દીધી. તમને જણાવી દઈએ કે પાછલા વર્ષે રેખાના જન્મદિવસ પર શત્રુઘ્ન સિન્હાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું હતું જે ખુબ જ વાયરસ થયો હતો. શત્રુઘ્ન સિંહાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે ‘તે ન ફક્ત પોતાનો જન્મદિવસ મારી પત્ની સાથે શેયર કરતી છે પણ અમારા હોમ પ્રોડક્શનની ફિલ્મ “આજ ફિર જિનેકી તમન્ના હૈ” માં ઉત્કૃષ્ટ અને શાનદાર પ્રદર્શન કર્યું છે. પણ હજુ સુધી આ ફિલ્મ રિલીઝ થઇ શકી નહિ. હંમેશા સ્વસ્થ્ય અને સફળ રહો”

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.