ફ્રી..ફ્રી..ફ્રી.. 10 દિવસ સુધી મેટ્રો ટ્રેનની મુસાફરી ફ્રી, લઘુતમ ભાડું રહશે ફક્ત આટલું, અમદાવાદી મોજમાં

આપણે ઘણા સમયથી મેટ્રો પ્રોજેકટની રાહ જોઈ રહ્યા હતા. અને હવે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનું ફેઝ-1 શરુ થઇ ગયું છે. જાણકારી માટે જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક સોમવારે સાંજે 5.15 વાગ્યે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 એટલે કે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કના 6.50 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી દીધી છે અને એનું પ્રસ્થાન કરાવાયું છે. અને 5,384 કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થયેલા મોટેરાથી મહાત્મા મંદિર સુધીના 28.2 કિ.મી.ના સેકન્ડ ફેઝનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતુ.

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે એનું ઉદઘાટન થયા પછી એમણે એમાં સામાન્ય મુસાફરી પણ કરી હતી. તે ઉપરાંત એમના દ્વારા વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન ખાતે આપણે ત્યાં જ નિર્માણ તથા ઉત્પાદન કરેલાં ઓટોમેટિવ ફેર કલેક્શન ગેટનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતુ.

જાણકારી માટે જણાવી દઈએ કે આ રૂટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરીએ અમદાવાદની મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકો સાથે વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સુધી મેટ્રોની સફર કરી હતી.

અમદાવાદમાં શરુ થયેલા આ મેટ્રો રૂટ ઉપર પહેલી વાર મેટ્રો રેલનું આગમન જોવા માટે ભારે સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી. તેમજ સ્ટેશનની આસપાસના વિસ્તારના મકાનો અને ઈમારતોના ધાબા ઉપર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયાં હતા.

અને આ નવી મેટ્રો રેલની બંને તરફ મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. તેમજ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા મેટ્રો રૂટની પોતાની પહેલી મુસાફરી દરમિયાન હાથ હલાવીને તમામ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતુ.

અને આ મેટ્રો અમદાવાદના લોકો માટે ખુશ ખબર પણ લઈને આવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે મેટ્રો-મેગા કંપનીએ જાહેરાત કરી છે કે, આગામી 6 માર્ચની સવારે 10 વાગ્યાથી મેટ્રો દોડતી થઈ જશે. અને ખુશ ખબર એ છે કે 6 તારીખથી લઈને અગામી 10 દિવસ સુધી નાગરિકો મેટ્રોની 6.5 કિ.મી.ની મુસાફરી વિનામૂલ્યે એટલે કે ફ્રી માં કરી શકશે.

તેમજ મેટ્રો-મેગા કંપની દ્વારા આ નવી શરુ કરાયેલી મેટ્રો રેલના ભાડા પણ જાહેર કરવામાં આવ્યા છે. એના અંતર્ગત 2.5 કિ.મી. સુધીની મુસાફરીનું લઘુતમ ભાડું 5 રૂ. રહેશે જ્યારે 2.5 કિ.મી.થી 7 કિ.મી. સુધીના રૂટનું ભાડું 10 રૂ. નક્કી કરવામાં આવ્યું છે.

તો હાલના દિવસોમાં એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનું ભાડું 10 રૂ. લેવામાં આવશે. અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના સૌથી મોટા રૂટનું ભાડું 25 રૂ. સુધી લેવામાં આવશે.

આ ભાડાં જાહેર કરાયા છે જેના આધારે અમદાવાદમાં મેટ્રો દોડાવવામાં આવશે. મેટ્રો પ્રોજેક્ટનો ફેઝ-1 પૂર્ણ થઈ ગયા પછી હવે 36 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો દોડશે. એ રૂટમાં સૌથી લાંબા રૂટ એટલે કે વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીનું ભાડું વધુમાં વધુ 25 રૂ. રહેશે. જ્યારે 2.5 કિ.મી. સુધીની મુસાફરીનું ઓછામાં ઓછું ભાડું 5 રૂ. નક્કી થયું છે.

હવે અમદાવાદ ગુજરાતનું એકમાત્ર એવું શહેર બન્યું છે, કે જેની પાસે સિટી બસ, બીઆરટીએસ અને મેટ્રો એમ ત્રણેય પ્રકારના ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ છે. હાલમાં ટ્રેન શરુ કરવામાં આવી હોવાથી લોકોને દર 45 મીનીટે ટ્રેન ઉપલબ્ધ થશે. પણ 15 તારીખ સુધીમાં બીજી ટ્રેન પણ શરુ થઇ જવાથી લોકોને દર 20 મીનીટે ટ્રેન મળી રહેશે. હાલમાં ફ્રી મુસાફરી કરવા માટે પ્લેટફોર્મ સુધી પહોંચવા લોકોએ ફ્રી ટિકિટ પાસ મેળવવાના રહેશે. ટિકિટ નહિ લેનારને પ્લેટફોર્મ સુધી જવા નહિ મળે.