ફ્રિજ, AC-TV સહીત 54 વસ્તુઓ વેચી રહી છે સરકાર, 31 ઓગસ્ટ સુધી ખરીદવાની તક.

વેપારી બની સરકાર, સસ્તામાં ખરીદી શકવાનો મોકો છે આ ઘર વપરાશની વસ્તુ માટે, છેલ્લી તક 31 ઓગસ્ટ

જો તમે સસ્તામાં ઘરનો સામાન ખરીદવાની ઈચ્છા ધરાવો છો, તો તમારા માટે એક ખાસ તક છે. આ તક સરકાર તરફથી આપવામાં આવી રહી છે. આવો તેના વિષે વિસ્તારથી જાણીએ.

નાણાં મંત્રાલયના અંદર આવનારા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક મેનેજમેન્ટ (દીપમ) પોતાના કેટલાક જુના સમાન વેચી રહ્યા છે. તેમાં ફર્નિચરમ, એસી, ટીવી, કી-બોર્ડ, પાવર પ્લગ અને ફ્રિજ સહીત કુલ 54 વસ્તુઓ આ લિસ્ટમાં છે.

આ તે વસ્તુઓ છે, જે મોટાભાગના ઘરોની જરૂરત છે. તેની માટે દીપમ તરફથી ટેન્ડર કાઢવામાં આવી રહ્યો છે. આ ટેન્ડર 14 ઓગસ્ટના રોજ ખુલશે.

ત્યાં તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. એટલે કે તમે જો આ વસ્તુઓ ખરીદવા માંગો છો, તો તેની માટે તમારી ટેન્ડર એપ્લાઇ કરવાનું રહશે.

દીપમ તરફથી જાહેર નોટિફિકેશ પ્રમાણ ટેન્ડર ડોક્યુમેન્ટ્સ http://eprocure.gov. in/eprocure/app અને ડિપાર્ટમેન્ટ વેબસાઈડ dipam.gov. in થી ડાઉનલોડ કરી શકો છો. આ ટેન્ડર 31 ઓગસ્ટ જ ખુલશે.

ટેન્ડરમાં આ બધા સમાનને તેમાં જ ફાળવેલ રહશે, જેમાં સૌથી વધારે બોલી લગાવી પડશે. બોલી લાગવનારો બીડર ખરીદીથી પહેલા સામાનને સારી રીતે જોઈને તપાસી શકે છે.

તેમાં સામાનને પાછું આપવાની છૂટ નથી. સફળ બીડર વેચેલ રકમને ડિમાન્ડ ડ્રાફ્ટ/પે ઓર્ડર કે બેન્કર્સ ચેક દ્વારા જમા કરી શકે છે.

તેની સાથે જે વ્યક્તિને આ સમાન લીધેલ હશે, તેણે ચુકવણીના 5 દિવસના અંદર જ બધી વસ્તુઓ લઇ જવાનું અનિવાર્ય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.