વિષ્ણુ મંત્રથી મેળવો જગતના પાલનહારના આશીર્વાદ.

ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે જાપ કરો વિષ્ણુ મંત્રનો, સંકટોનો નાશ થવાની સાથે થશે ધન-વૈભવની પ્રાપ્તિ. વિષ્ણુ મંત્રનો ઉપયોગ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુજીની આરાધના માટે થાય છે. જે રીતે બ્રહ્માજીને શ્રુષ્ટિના જનક માનવામાં આવે છે અને શિવજીને તેના સંહારક. એ રીતે વિષ્ણુ ભગવાન સૃષ્ટિના પાલનકર્તા છે. માં લક્ષ્મી વિષ્ણુજીની અર્ધાંગીની છે. તે ક્ષીર સાગરમાં શેષનાગ ઉપર બિરાજે છે. તેની નાભિ માંથી કમળ ઉત્પન થયું, જેની ઉપર બ્રહ્માજી બિરાજમાન છે. તેની ચાર ભુજાઓ. વિષ્ણુજીની નીચેના ભાગમાં ડાબા હાથમાં પાણ્યજન્ય નામના શંખ અને ઉપર વાળા જમણા હાથમાં ચક્ર સુદર્શન છે.

શાસ્ત્રો મુજબ, વિષ્ણુજીના જુદા જુદા દશઅવતાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના મંત્રના જાપ કરવા વિશેષ ફલદાયક માનવામાં આવે છે. ખાસ કરીને વૈશાખ, કારતક અને શ્રાવણ માસમાં વિષ્ણુ આરાધના ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિયમિત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી જીવનના તમામ દુઃખનો નાશ થાય છે અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે.

વિષ્ણુ સ્મરણ મંત્ર :

ॐ नमोः भगवते वासुदेवाय ||

આ મંત્ર વિષ્ણુજીનો મૂળ મંત્ર છે. વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. વિષ્ણુ ભક્તો વચ્ચે આ અતિ લોકપ્રિય મંત્ર છે.

ધન પ્રાપ્તિ માટે વિષ્ણુ મંત્ર :

ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।

ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।।

mantra mala jap
mantra mala jap

ભગવાન વિષ્ણુજીનો આ મંત્ર ઋગ્વેદ માંથી લેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિમાં ધન ધાન્યનો અભાવ હોય તો તે આ વિષ્ણુ પૂજા દરમિયાન આ મંત્ર જાપ કરી શકે છે. તેનો ભાવાર્થ છે – હે લક્ષ્મીપતે તમે સાધારણ દાનદાતા જ નહિ પણ મોટા જ્ઞાની છો. આપ્તજનો પાસેથી સાંભળ્યું છે કે સંસારભર માંથી નિરાશ થઈને જે વ્યક્તિ તમારી પ્રાર્થના કરે છે, તેનો અવાજ સાંભળીને તેને તમે આર્થિક સંકટ માંથી મુક્ત કરી દો છો. તેની આશા પૂરી કરી દો છો. હે ભગવાન મને આ આર્થિક સંકટ માંથી મુક્ત કરી દો.

વિષ્ણુ વંદના :

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं

विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।

लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं

वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥

આ મંત્રમાં ભગવાન વિષ્ણુના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મંત્રમાં એ કહેવામાં આવ્યું છે કે જે હરિનું રૂપ અતિ શાંતિમય છે, જે શેષ નાગની શૈય્યા ઉપર શયન કરે છે. જેની નાભિ માંથી કમળ નીકળે છે, તે સમસ્ત જગતનો આધાર છે. જે આકાશ સમાન દરેક જગ્યાએ વ્યાપ છે. જે યોગીઓ દ્વારા ધ્યાન કરવાથી મળી જાય છે. જે સમસ્ત જગતના સ્વામી છે, જે ભયનો નાશ કરવા વાળા છે, જે ધનની દેવી લક્ષ્મીના પતિ છે, તે પ્રભુ હરિને હું શીશ નમાવીને પ્રણામ કરુ છું.

વિષ્ણુ કૃષ્ણ અવતાર મંત્ર :

श्रीकृष्ण गोविन्द हरे मुरारे।

हे नाथ नारायण वासुदेवा।।

વિષ્ણુ કૃષ્ણ અવતાર મંત્રના જાપ ભગવાન કૃષ્ણની સ્તુતિ માટે વાંચવામાં આવે છે. શ્રીકૃષ્ણના રૂપમાં વિષ્ણુજીએ આઠમો અવતાર ધારણ કર્યો હતો. તેમણે દેવકી અને વાસુદેવને ત્યાં જન્મ લીધો હતો. આ મંત્રને કૃષ્ણ જન્માષ્ટમી અને શ્રીકૃષ્ણની પૂજા દરમિયાન વાંચવામાં આવે છે.

સુદર્શન ચક્ર સાધના મંત્ર :

ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान।

यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।

સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે તે કોઈ પણ દિશા અથવા કોઈ પણ લોકમાં જઈને વાંછીત લક્ષ્યને ભેદવા અને તેને શોધવામાં સક્ષમ છે. તેમની સાધનાથી ભક્તોને ઘણા પ્રકારના લાભ અને વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમની પૂજા માટે દીવો પ્રગટાવીને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેસો. એટલા માટે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમારી એ ખોવાયેલી વસ્તુ મેળવવા માટે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રધારી રૂપનું ધ્યાન કરો અને આ મંત્રનો વિશ્વાસપૂર્વક જાપ કરો.

વિષ્ણુ ગાયત્રી મંત્ર :

ॐ नारायणाय विद्महे।

वासुदेवाय धीमहि।

तन्नो विष्णु प्रचोदयात्।।

વિષ્ણુ ગાયત્રી મંત્રના જાપ કરવા વાળા વ્યક્તિને તમામ દુઃખો માંથી મુક્તિ મળી જાય છે. આમ તો જાપ કરવા વાળા વ્યક્તિને આ મંત્રનું વિધિ પૂર્વક જપવા જોઈએ, ત્યારે તેનું વાસ્તવિક ફળ જપવા વાળા વ્યક્તિને મળે છે.

વિષ્ણુના પંચરૂપ મંત્ર :

ॐ अं वासुदेवाय नम:।

ॐ आं संकर्षणाय नम:।

ॐ अं प्रद्युम्नाय नम:।

ॐ अ: अनिरुद्धाय नम:।

ॐ नारायणाय नम:।

પંચરૂપ મંત્રમાં ભગવાન વિષ્ણુના પાંચ રૂપોની વંદના કરવામાં આવી છે.

અન્ય વિષ્ણુ મંત્ર

ॐ नमो नारायण। श्रीमन् नारायण नारायण हरि हरि।

ॐ नमो नारायण। श्रीमन् नारायण नारायण हरि हरि।

આ મંત્રોનું ઉચ્ચારણ કરવું સરળ છે. આ મંત્રો દ્વારા પણ ભગવાન વિષ્ણુની સાધના કરી શકાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

ક્યારે કરવી ભગવાન વિષ્ણુજીની પૂજા? જગતના પાલનહાર વિષ્ણુજીની પૂજા ગુરુવારના દિવસે કરવામાં આવે છે. આ દિવસે તેને સત્યનારાયણ ભગવાનના રૂપમાં પૂજવામાં આવે છે. તે ઉપરાંત ચાતુર્માસ (શ્રાવણ, ભાદરવો, આસો, કારતક) વખતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અતિ શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત અગિયારસના દિવસે પણ ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ પ્રસંગે વિષ્ણુ મંત્રના જાપ કરવા અતિ શુભ ફળદાયી માનવામાં આવે છે.

વિષ્ણુ મંત્ર ઉપર લખેલો આ લેખ તમારા જ્ઞાનવર્ધનમાં સહાયક થશે. અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ સારો લાગ્યો હશે. અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમારો આભાર.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.