અમદાવાદીઓએ તો ભારે કરી, દંડ ન ભરવો પડે એટલા માટે બનાવ્યા એવા બહાના કે તમે હસી પડશો

મિત્રો, તમે બધા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના નવા દંડથી પરિચિત જ હશો. નવા મોટર વ્હીકલ એક્ટના લાગુ થયા પછી લોકોએ ભારે દંડ ભરવો પડી રહ્યો છે. જોકે ઘણા લોકોએ નિયમોને અનુસરવાનું શરુ કરી દીધું છે, એટલે એમને કોઈ દંડ ભરવો નથી પડી રહ્યો. પણ જે લોકો એનું પાલન નથી કરતા, અને વગર લાયસન્સ, પીયુસી, આરસી, ઇંશ્યોરન્સ, હેલમેટ, સીટબેલ્ટે વાહન ચલાવી રહ્યા છે, એમણે દંડ ભરવો પડી રહ્યો છે.

પણ જેવું કે તમે બધા જાણો છો એમ ભારત દેશમાં લોકો જુગાડ લગાવવામાં ઘણા એક્સપર્ટ હોય છે. એટલે લોકો આ બાબતે અતરંગી બહાના બનવતા જોવા મળે છે. અને એમાં પણ વાત ગુજરાતના અમદાવાદ શહેરની હોય તો એમને કોઈ ના પોગે. એમની વાતો સાંભળીને ભલભલાનું હાસ્ય છૂટી જાય. આજે અમે તમને એવા જ થોડા હાસ્ય ઉપજાવતા બહાના જણાવીશું જે અમદાવાદીઓ દ્વારા ટ્રાફિક પોલીસને જણાવવામાં આવે છે. તમે પણ એ વાંચીને હસવા લાગશો. જણાવી દઈએ કે આ બહાના સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

મેળેલી જાણકારી અનુસાર પાલડી ભઠ્ઠા પાસેથી હેલમેટ વગર એકટીવા લઈને જઈ રહેલા એક વ્યક્તિને સિગ્નલ પર ઉભો રાખી પોલીસે પુછયું કે, હેલ્મેટ કેમ નથી પહેર્યું તો એણે પોલીસને કહ્યું કે, મારી પાસે હેલમેટ ખરીદવાના પૈસા નથી. એટલે હું હમણાં શેઠ પાસે પૈસા લઈને હેલમેટ ખરીદવા જ જઈ રહ્યો છું.

બીજા એક કિસ્સામાં શિવરંજની ચાર રસ્તા પાસેથી એક મહિલા વગર હેલમેટે એક્ટિવા લઈને જઈ રહી હતી, તેને પકડવા પર એણે કહ્યું કે, મારા માથામાં વાગ્યું હોવાથી ડોક્ટરે મને હેલમેટ પહેરવાની ના પાડી છે. જો હું હેલમેટ પહેરૂ તો મારું મગજ ફરી જાય છે, અને પછી હું શું કરું છું તેની ખબર જ રહેતી નથી. પછી છેવટે પોલીસે મહિલાને જવા દેવી પડી. બાકી તમે બધા તો સમજદાર જ છો અને જાણો છો કે આવું થવું શક્ય છે કે નહિ?

હાલમાં જ એક બાઈક ચાલક ગાડી પર હેલમેટ લટકાવીને ફરી રહ્યો હતો. પોલીસ દ્વારા રોકવા પર એણે જણાવ્યું કે, મારી પાસે હેલ્મેટ તો છે પરંતુ મારા માથામાં વાગ્યુ હોવાથી હું એ પહેરી શકતો નથી. પછી પોલીસે પણ એને કહ્યું કે, એવું હોય તો ડોકટરનું સર્ટીફીકેટ સાથે લઈને ફરો.

એકવાર શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફીક પોલીસના કર્મચારીઓ ઓછી સંખ્યામાં દેખાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ત્યારે ચિંતા વગર હેલમેટ પહેર્યા વગર ટુ વ્હીલર લઈને ફર્યા હતા.

નવા કાયદાનો અમલ શરુ થયા પછી બજારમાં હેલમેટની ખરીદીમાં વધારો થયો છે. તેમજ સુરત શહેરમાં ઠેર ઠેર પીયુસી કઢાવવા માટે લોકો લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા છે. અરે ડુપ્લિકેટ ISI માર્કાની હેલમેટ જે 600 રૂપિયાની આસપાસ મળે છે તે પણ બધી વેચાઈ ગઈ છે. અને હવે તો લોકોના હેલમેટ ચોરી થવાના કેસ પણ જોવા મળી રહ્યા છે.