મજેદાર જોક્સ : એક વખત એક ગાંડાએ બીજા ગાંડાનો જીવ બચાવ્યો, ડોકટરે તેને ઓફિસમાં બોલાવ્યો અને જણાવ્યું

હસવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ વાત આપણે દરેકના મોઢે સાંભળીએ છીએ. હસવાની કોઈ તક છોડવી જોઈએ નથી. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સાથે જ તમારી દરેક મુશ્કેલીઓ દૂર કરી દે છે. ફિલ્મ ‘કલ હો ના હો’ ની આ લાઈન ‘હસો મુસ્કુરાઓ કયા પતા કલ હો ના હો’ આપણા દરેક પર એકદમ ફિટ બેસે છે. નાનકડું જીવન છે અને દરેકે ખુશ રહીને પસાર કરવું જોઈએ. એક ને એક દિવસ તો બધાએ મરવાનું જ છે.

પણ હવે સવાલ એ છે ખુશ કઈ રીતે રહેવું? જો તમે ખુશ રહેવાનું કારણ શોધી રહ્યા છો તો આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે ખુશ રહેવાનું કારણ લઈને આવ્યા છીએ. આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે ઇન્ટરનેટ પર વાયરલ એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી તમારું હાસ્ય અટકશે નહિ. તો રાહ કોની જોવી, ચાલો શરૂ કરીએ હસવા હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ 1 :

છોકરીના લગ્નમાં તેનો જૂનો બોયફ્રેન્ડ વરરાજાની જેમ તૈયાર થઈને આવ્યો હતો.

એક છોકરાએ તેને જોઈને પૂછ્યું : શું તમે વરરાજા છો?

તેણે જવાબ આપ્યો : નહીં, હું તો સેમિફાઇનલમાં જ બહાર થઈ ગયો હતો.

હવે ફાઇનલ જોવા આવ્યો છું.

જોક્સ 2 :

છોકરી : લોટ છે?

દુકાનદાર : પતંજલિનો છે.

છોકરી : મારે આશીર્વાદ જોઈએ છે.

દુકાનદાર : સદા સુહાગન રહો.

જોક્સ 3 :

પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું,

પત્ની : હું કંટાળી ગઈ છું રોજરોજની કચકચથી,

મને છૂટાછેડા જોઈએ છે.

પતિ : લે આ ચોકલેટ ખા.

પત્ની : મને મનાવી રહ્યા છો.

પતિ : ના રે ગાંડી, માં કહે છે કે સારું કામ કરતા પહેલા મીઠું ખાવું જોઈએ.

જોક્સ 4 :

છાપામાં જાહેરાત આવી.

અમારી પાસે એવી વસ્તુ છે જેને પહેરીને તમે આખી દુનિયાના જોઈ શકો છો,

પણ કોઈ તમને નહિ જોઈ શકે.

કિંમત ફક્ત 10,000 રૂપિયા, ફ્રી હોમ ડિલિવરી.

બીટ્ટુએ જાહેરાત વાંચીને 10,000 રૂપિયા મોકલી દીધા.

થોડા દિવસ પછી પાર્સલ આવ્યું.

બીટ્ટુએ જલ્દી-જલ્દી પાર્સલ ખોલ્યું તો અંદરથી,

બુરખો નીકળ્યો.

જોક્સ 5 :

એક બાળક ખોવાઈ ગયો, કોઈએ તેનો ફોટો વોટ્સએપ પર નાખીને બાળકને શોધવા માટે ફોટો ફોરવર્ડ કર્યો.

સાંજ સુધી બાળક પાછો મળી ગયો.

પણ આજે એક વર્ષ થઇ ગયું અને તે ફોટો હજી પણ ફોરવર્ડ થઈ રહ્યો છે.

તે બાળક જ્યાં પણ જાય છે, ત્યાંથી લોકો તેને પકડીને પછી ઘરે મૂકી જાય છે.

જોક્સ 6 :

એક છોકરીની નવી ઓફિસમાં નોકરી લાગી ગઈ.

માં : દીકરી કેવું ચાલી રહ્યું છે તારું ઓફિસનું કામ?

છોકરી : માં હું ઘણી જવાબદાર કર્મચારી છું.

માં : તે કઈ રીતે?

છોકરી : ઓફિસમાં જયારે કોઈ કામ બગડે છે,

તો દરેક લોકો કહે છે કે તેના માટે હું જ જવાબદાર છું.

જોક્સ 7 :

છોકરી : તું જ્યાં જ્યાં જશે ત્યાં મારો પડછાયો તારી સાથે હશે.

છોકરો : મને પહેલાથી લાગતું હતું કે તું ચુડેલ છે.

જોક્સ 8 :

એક છોકરી ઘણી વારથી બસ સ્ટોપ પર ઉભી હતી.

ત્યાં એક માણસ આવ્યો અને પૂછ્યું : મેડમ ક્યાં જવાનું છે તમારે?

છોકરી : ભાઈ ચાંદની ચોક કઈ બસ જાય છે?

માણસ : 21 નંબરની.

પછી તે ત્યાંથી જતો રહ્યો.

1 કલાક પછી તે માણસ પાછો ત્યાં આવ્યો.

માણસ : મેડમ તમે ગયા નહિ?

છોકરી : અરે 18 બસ જઈ ચુકી છે, બીજી 2 જશે પછી 21 નંબરની બસ આવશે ને.

માણસ બેભાન.

જોક્સ 9 :

2 છોકરીઓ બસમાં સીટ માટે લડી રહી હતી.

કંડકટર બોલ્યો : ઝગડો નહિ, તમારા બંનેમાં જે પણ ઉંમરમાં મોટી હોય તે સીટ પર બેસી જાય.

પછી શું,

બંને છોકરીઓ આખા રસ્તામાં ઉભી જ રહી.

જોક્સ 10 :

એક વાર એક પાગલે બીજા પાગલનો જીવ બચાવ્યો.

ડોક્ટરે તેને ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું….

ડોક્ટર : તે પેલા પાગલને પાણીના ટબમાંથી બહાર કાઢીને એ સાબિત કરી દીધું કે, તું નોર્મલ છે.

પણ દુઃખની વાત એ છે કે, તેણે સવારે દોરડાથી લટકીને આત્મહત્યા કરી લીધી.

પાગલ : હા….હા….હા… એ તો મેં તેને સૂકવવા માટે લટકાવ્યો હતો.

મિત્રો, આશા કરીએ કે આ મજેદાર જોક્સ તમને પસંદ આવ્યા હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.