આ ગાય ગાંધી બાપુને શું ફરિયાદ કરવા આવી હશે?

મોસ્ટ આવી કોમેન્ટ વાંચવા મળે છે તમે પણ તમારા અભિપ્રાય રજૂ કરો

પ્લાસ્ટિક નહીં પણ ઘાસ આપો

ગાંધી & ગાય …બન્ને …
ખુરશી સુધી પહોંચવાના .. સરળ રસ્તા થઈ ગયાં…
હે , બાપુ :
સબ કો સદ્:મતિ દે …ભગવાન .

મને બચાવી લો

ગાય તો ગાંધીજી ને એ કહેવા આવી હશે કે હે બાપુ તમને જેમ રાષ્ટ્ર પિતા કહેવાય છે, તેમ આ દેશના વડાઓ ક્યારે મને રાષ્ટ્ર માતા જાહેર કરશે.

આ નેતાઓ તમારા અને મારા નામે ચરી ખાય છે…

પાઠયપુસ્તક મુજબ ગાય શુ આપે
જવાબ : દૂધ, ખાતર, બાયોગેસ

હાલ નો જવાબ : વોટ (મત)

મારા નામે ચરી ખાનારાઓ એ મારી ભૂમિ એમના મિત્રો ને વેચી દીધી હવે હું ક્યાં જાયું ?

હવે નેતાઓ પાસે કોઇ ચુંટણી લડવા ના મુદ્દોઓ રહ્યા નથી એટલે હિન્દુત્વ ગાયના મુદા પર લડી લેવાના મૂડમાં છે.

ગાય : “એક પાર્ટી એ તમારું નામ વટાવ્યું . બીજી હવે મારુ વટાવે છે .”