સાંઈરામ ની અદભુત ગૌ મહિમા ની વાતો અને જુયો દુર્લભ વિડીયો ગીર ગાય ને બ્રાઝીલ લઇ જતા

 

ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અને લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમય થી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.

આમ તો ગાય દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અને હવામાન અનુસાર તે અલગ અલગ રંગ, આકાર અને દેખાવમાં જોવા મળે છે. ભારતમાં જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.

ગીરગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે. ગીરગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.

ગીર ગાય

ગીર ગાય એ ભારતીય મૂળની એક ગાય છે. તે દક્ષિણ કાઠિયાવાડમાં જોવા મળે છે. આ ગાય ૧૨-૧૫ વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ૬-૧૨ વાછરડાં ઉત્પન્ન કરી શકે છે.

ગીર ગાય ભારતની એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ છે. તે ગુજરાત રાજ્યમાં આવેલા ગીરના જંગલ પ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દુધ ઉત્પાદકતા માટે જાણીતી છે.

આ ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે . કાન લાંબા હોય છે અને લટકતા રહે છે. તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્યપ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. તે મધ્યમ થી મોટા કદમાં જોવા મળે છે.

માદા ગીર ગાયનું સરેરાશ વજન ૩૮૫ કિલો અને ઊંચાઈ ૧૩૦ સેન્ટિમીટર હોય છે, જ્યારે નર ગીર ગાયમાં સરેરાશ વજન ૫૪૫ કિલો અને ઊંચાઇ ૧૩૫ સેન્ટિમીટર હોય છે. તેના શરીરની ત્વચા ખૂબ જ ઢીલી અને લચીલી હોય છે. શીંગડાં પાછળ તરફ વાંકા વળેલા હોય છે.

આ ગાય તેની સારી રોગ પ્રતિકારક ક્ષમતા માટે પણ પ્રસિદ્ધ છે. તે નિયમિત રીતે બચ્ચાં આપે છે. પ્રથમ વેળા 3 વર્ષની ઉંમરમાં વાછરડાંને જન્મ આપે છે.

ગીર ગાયોમાં આંચળ સારી રીતે વિકસિત થયેલા હોય છે. આ ગાય દૈનિક ૧૨ લીટર કરતાં વધુ દુધ આપે છે. તેના દૂધમાં ૪.૫% ચરબી હોય છે. ગીર ગાયના એક વિયાણમાં સરેરાશ દૂધ ઉત્પાદન ૧૫૯૦ કિલો જેટલું હોય છે. આ દુધાળું પશુ વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે છે.

નીચે વિડીયો -૨  માં ગીર ગાય બ્રાઝીલ લઇ ગયા તે વખતનો દુર્લભ વિડીયો

વિડીયો – ૧ 

 

ગીર ગાય બ્રાઝીલ લઇ ગયા તે વખતનો દુર્લભ વિડીયો

વિડીયો – ૨