ગાડી ચલાવતા પહેલા આ 5 વાતોનું રાખો ધ્યાન તો ક્યારેય નહિ કપાય મેમો, જાણો તે ખાસ વાતો.

નવા ચલણ નિયમે બધાની મુશ્કેલીઓ વધારી છે. લોકોનું ધ્યાન હવે ડ્રાઈવિંગ ઉપર ઓછું અને એ વાત ઉપર વધુ રહે છે કે ક્યાંક તેનું ચલણ ન કપાઈ જાય. આમ તો ઘણા લોકોનું માનવું છે કે ચલણના નિયમોનો લોકોમાં ડર રહેશે અને લોકો કાળજી પૂર્વક સંભાળીને ડ્રાઈવિંગ કરશે. અને અમુક લોકોના જણાવ્યા મુજબ સરકારે આ નિયમ માત્ર પોતાના નાણા વધારવા માટે બનાવ્યા છે. તેનું લોકોના હીત સાથે કોઈ લેવા દેવા નથી.

તેમના જણાવ્યા મુજબ અમુક લોકોને કારણ વગર હજારોના ચલણ કાપવામાં આવી રહ્યા છે. હવે લોકો જે કાંઈ બોલે આ નિયમ તો લોકોના હિત માટે જ બનાવવામાં આવ્યા છે. જેના ચલણ કપાઈ ગયા તે રડી રહ્યા છે અને જેની પાસે કાગળો છે તે ડર વગર ગાડી ચલાવી રહ્યા છે.

નવા મોટર વ્હીકલ એક્ટને ૧ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. આ એક્ટ પછી જેટલી ગાડીની કિંમત નથી તેનાથી વધુ લોકો ચલણ ભરી રહ્યા છે. ચલણની રકમ હજારોથી લઈને લાખો સુધી પહોચી જાય છે. હાલમાં જ એક ૧૫ હજારની સ્કુટીના ૨૩ હજાર રૂપિયા ચલણ કપાઈ ગયું અને દિલ્હીમાં એક ટ્રકનું ચલણ ૨ લાખ રૂપિયાનું કપાઈ ગયું.

હવે લોકોમાં ચલણ કપાવાનો ડર ફેલાઈ ગયો છે, જે વર્ષોથી લાયસન્સ વગર ગાડી ચલાવી રહ્યા હતા. તે હવે લાયસન્સ કઢાવી રહ્યા છે. જેમણે હજુ પીયુસી નથી કઢાવ્યું, તે હવે લાઈનોમાં ઉભા રહીને પીયુસી ચેક કરાવી રહ્યા છે. તેવામાં આજે આ પોસ્ટમાં અમે તમને પાંચ એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનું જો તમે ધ્યાન રાખો તો ચલણ ક્યારેય નહિ કપાય.

પહેલી વાત

સૌથી જરૂરી અને ધ્યાન આપવાની વાત એ છે કે ગાડી ચલાવતી વખતે હંમેશા તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, ગાડીની આરસી, પીયુસી અને વીમાના કાગળો રાખો. પોતાની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ અને પીયુસી રાખો. જયારે તમે તમારી સાથે આરસી અને ઇન્શ્યોરન્સની નકલ રાખી શકો છો.

બીજી વાત

ચલણથી બચવાનો સરળ ઉપાય છે કે ગાડી ચલાવતા પહેલા એક વખત નિયમ વિષે વિચારી લો. કેમ કે તમારા બદલાવાથી જ સમાજ બદલાશે અને જયારે સમાજ બદલાશે ત્યારે જ દેશમાં પણ ફેરફાર આવશે. એટલા માટે ગાડી ચલાવતી વખતે રેડ લાઈટ જંપ ન કરો, રોંગ સાઈડ વાહન ન ચલાવો, હંમેશા સીટ બેલ્ટ બાંધો અને બાઈક વાળા હંમેશા પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરો.

ત્રીજી વાત

તે ઉપરાંત ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ જરાપણ ન કરો. જયારે પણ વાત કરવી હોય તો ગાડી રોકીને વાત કરો. સાથે જ ભૂલથી પણ દારુ પીધા પછી ગાડી ન ચલાવો, આમ કરવાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. સાથે જ ક્યારેય ઝડપથી ગાડી ન ચલાવો, હંમેશા સ્પીડનું ધ્યાન રાખો.

ચોથી વાત

આંકડા મુજબ દર વર્ષે દેશમાં પોણા પાંચ લાખ લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે, જેમાંથી લગભગ દોઢ લાખ લોકોના મૃત્યુ થઇ જાય છે, એવું એટલા માટે કેમ કે મોટાભાગના લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, જેનું પરિણામ તેમણે પોતાનો જીવ ગુમાવીને કે પછી અપંગ બનીને ભોગવવું પડે છે. એટલા માટે સારી રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરો. તેને કારણે જ દંડની રકમ વધારવામાં આવી છે.

પાંચમી વાત

તમે ડીઝીલોકર કે એમ પરિવહન એપમાં તમારા તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી રાખી શકો છો. તેને અસલ હાર્ડ કોપી જ માનવામાં આવે છે. પરંતુ પીયુસી તમારી સાથે જ રાખો કેમ કે તે એપમાં રાખવાનું ઓપ્શન નથી. આ એપને ૨૦૧૮માં રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા માન્યતા મળી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.