ગજબ કેવાય રોજના 10,000થી વધુ ડગલા ચાલવા વાળાને 21% વ્યાજ આપે છે આ બેંક.

યુક્રેન પગપાળા ચાલનારા લોકોને 21% સુધી વ્યાજ આપે છે મોનો બેન્ક, એપ્લિકેશન દ્વારા કરે છે ટ્રેક

રોજના ઓછામાં ઓછા 10,000 પગપાળા ચાલતા ગ્રાહકોને મળી રહ્યો છે લાભ

સતત ત્રણ દિવસ સુધી તેમાં ઓછા ચાલનારા લોકોને માત્ર 11% વ્યાજ

કડકડતી ઠંડી હોવા છતાં લગભગ 50% ગ્રાહક સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે

બૅન્કમાં ખાતું રાખનાર દરેક વ્યક્તિ જાણે છે કે જમા ઉપર વ્યાજનો દર ઘટતો-વધતો રહે છે. વ્યાજ ઘટવું અથવા વધવું આર્થિક સ્થિતિ ઉપર આધાર રાખે છે. તે ક્યારેય ગ્રાહકની શારીરિક પ્રવૃત્તિઓ ઉપર આધાર નથી રાખતા. યુક્રેનની મોનો બેન્ક એ એક નવીન શરુઆત કરી છે.

પગપાળા ચાલવા વાળાને પ્રોત્સાહન આપવા માટે તેમણે વ્યાજ દરને તેની સાથે જોડી દીધો છે. શરત એ છે કે રોજના ઓછામાં ઓછા 10,000 ડગલા ચાલવું પડશે. મોનો યુક્રેનની નવી બેંક છે. તેની સ્થાપના 2015 માં થઈ હતી. ત્રણ વર્ષમાં તેના ગ્રાહકોની સંખ્યા 5 લાખથી વધુ થઈ ગઈ છે.

એપ્લિકેશન દ્વારા જ એક્ટિવીટી ટ્રેક કરે છે બેંક :-

1. વધુ વ્યાજ ધરાવતા ખાતાને સપોર્ટ ડિપોઝિટ એકાઉન્ટ નામ આપવામાં આવ્યું છે. ગ્રાહકોને સ્માર્ટફોનમાં એક હેલ્થ ઍપ ડાઉનલોડ કરવી પડે છે. આ તેમના શરીરની પ્રવૃત્તિઓનું મોનિટરિંગ કરે છે. એપ્લિકેશનનો ડેટા બેંક પાસે રહે છે. આ રીતે બેંક જોઈ શકે છે કે તેના ગ્રાહકો કેટલુ પગપાળા ચાલે છે.

2. મોનો બેંકના જે ગ્રાહક રોજના ઓછામાં ઓછા 10,000 ડગલા ચાલે છે, તેમને બચત ખાતા ઉપર 21% વ્યાજ મળે છે. પરંતુ, કોઈ સતત ત્રણ દિવસ સુધી ઓછું ચાલે છે, તો તેને માત્ર 11% દરથી વ્યાજ મળે છે.

3. આ સમયે બેન્કના લગભગ 50% ગ્રાહકો 21% ના દરથી વ્યાજ મેળવી રહ્યા છે. બેન્ક એ લગભગ બમણા વ્યાજની ઓફર કરી રહ્યા છે તે વિચારે છે કે કોઈ પણ વ્યક્તિ રોજનું એટલું પગપાળા નથી ચાલી શકતા. ખાસ કરીને એ ધ્યાનમાં રાખીને કે યુક્રેનના પાટનગરની કિવમાં કડકડતી ઠંડી પડે છે.

4. વધુ વ્યાજ માટે લોકો તે ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છે. આવા જ એક ગ્રાહક એલેક્સી ડ્રૉઝડૉવ એ જણાવ્યું હતું કે તે દરેક સાંજે પગપાળા ચાલે છે. તેમને તેમાં આનંદ પણ આવે છે કારણ કે દરરોજ તેમાં પોતાને સાબિત પણ કરવા પડે છે.

5. મોનો બેન્કના ત્રણ સીઇઓ છે – ડિમા ડબીલેટ, મિશા રોગાલ્સકી અને ઓલેગ ગોરોખોવસ્કી. ગ્રાહકોને પગપાળા ચલાવવાનો આઈડિયા આ ત્રણેનો છે. બ્રિટનની જેમ યુક્રેનમાં પણ મોટાપાની બીમારી વધી રહી છે. તેને ઓછું કરવું પણ આ યોજનાનો એક હેતુ છે.

6. હૃદયની બિમારીથી મરનારા લોકોના દરમાં યુક્રેન બીજા નંબર ઉપર છે. અહીં દરેક લાખ લોકોમાં લગભગ 400 નું મૃત્યુ હૃદય રોગની બીમારીથી થાય છે. એક સર્વે મુજબ 2030 સુધી અહીં 50% પુરૂષો મોટાપાનો ભોગ હશે. ડબીલેટે કહ્યું, ‘બધા જાણે છે કે કસરત કરવી આરોગ્ય માટે સારું હોય છે. પરંતુ વારંવાર કામ તેની આડા આવી જાય છે. વધુ વ્યાજ જેવા કાર્યક્રમ લોકો માટે બમણો લાભ આપી શકે છે.

7. ખોટું કરનારાઓના વ્યાજ દર બેંકે તરત જ ઘટાડી દીધો. શરૂઆતમાં આ કાર્યક્રમ વિશે ખૂબ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેટલાક લોકો તો આટલા ઓછા સમય માં 10,000 ડગલા ચાલે છે તેવું કરવું કોઈ પણ માટે શક્ય નથી. બેંક અધિકારીઓએ તપાસ કર્યું તો જાણવા મળ્યું કે લોકો પગપાળા ચાલવાને બદલે એપ્લિકેશન શરૂ કરીને વાહનમાં મૂકી દેતા હતા. એવા લોકોને બેંક એ તાત્કાલિક સજા આપી અને તેમના જમા ખાતા ઉપર વ્યાજના દર ઘટાડી દીધા.