ગળપણથી નહિ પણ આ કારણોથી થાય છે ડાયાબિટીસ(મધુપ્રમેહ), સાથે જાણો બે ઘરેલું અસરકારક ઉપાય.

તમે હંમેશા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે વધુ ગળ્યું ન ખાવ, ડાયાબીટીસ થઇ જશે. પણ શું તે એકદમ સાચું છે. ડાયાબીટીસમાં ડોક્ટર ગળ્યું ખાવાની મનાઈ કરવા માટે જરૂર કહે છે. પરંતુ શું જેને આ સમસ્યા નથી તેને પણ ગળ્યું ખાવાથી પરેજી પાળવી જોઈએ? એવું જરા પણ નથી. ગળ્યું ખાવા અને ડાયાબીટીસમાં કોઈ કનેક્શન નથી. દુનિયામાં ઘણા બધા લોકો તો એવા હોય છે, જેને ગળ્યું જરાપણ પસંદ નથી પરંતુ છતાં પણ તે તેની ઝપટમાં આવી જાય છે. કેમ કે ડાયાબીટીસ બીજા કારણોથી પણ થઇ શકે છે.

આજકાલના દોડધામ ભરેલા જીવનમાં ડાયાબીટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે. બાળકોથી લઇને મોટા તમામ તેના ભોગ બની રહ્યા છે. ઘણા લોકો વિચારે છે કે વધુ ગળ્યું ખાવાથી ડાયાબીટીસ થઇ જાય છે. પરંતુ તે ખોટું છે. ડાયાબીટીસ ગળ્યું ખાવાથી નહિ પરંતુ બીજા ઘણા કારણોથી થાય છે. તો આવો જોઈ ક્યા છે ડાયાબીટીસના કારણ.

શું છે ડાયાબીટીસ?

પેંક્રીયાજ(સ્વાદુપિંડ) ગ્રંથીમાં ઈંસુલીનનો સ્ત્રાવ ઓછો થઇ જવાને કારણે લોહીમાં ગ્લુકોઝ સ્તર માત્રથી ઘણું વધી જાય છે. જેને ડાયાબીટીસ કહેવામાં આવે છે. ઈંસુલીન એક હાર્મોન છે, જે પાચન ગ્રંથી દ્વારા બને છે અને જે ભોજનને એનર્જીમાં બદલવાનું કામ કરે છે. તેના વગર શરીર શુગરના પ્રમાણને કંટ્રોલ નથી કરી શકતી, જેનાથી તમે ડાયાબીટીસની ઝપટમાં આવી જાવ છો.

કેવી રીતે થાય છે ડાયાબીટીસ?

ખાસ કરીને ડાયાબીટીસ થવાનું કારણ ઈંસુલીનની ખામી કે ઈંસુલીન રેજીસ્ટેંસ છે, ગળ્યું ખાવું નહિ. પરંતુ તેનો એ અર્થ નથી કે ડાયાબીટીસ થયા પછી પણ શુગર ખાવી એટલા જ પ્રમાણમાં ખાવી જાળવી રાખવામાં આવે. ડાયાબીટીસના દર્દીઓ મીઠાઈ ડોક્ટરની સલાહથી ખાઈ શકે છે. તેની સાથે જ મીઠાશ માટે સાકરને બદલે એક્સ્પોર્ટેમ (ઓછી કેલેરી વાળા સ્વીટનર) નો ઉપયોગ કરવો તેમના માટે ફાયદાકારક છે.

કેટલા પ્રમાણમાં લઇ શકો છો શુગર?

WHO મુજબ જો તમે દિવસભરમાં ૬ ચમચી શુગરનું સેવન કરો છો, તો તમારે ગભરાવાની જરૂર નથી. કેમ કે શુગરના એટલા પ્રમાણથી શરીરને કોઈ નુકશાન થતું નથી.

ડાયાબીટીસના કારણ :

૯. ખરાબ લાઈફસ્ટાઈલ :

હાલમાં જ થયેલી શોધ મુજબ આજના સમયમાં ડાયાબીટીસનું સૌથી મોટું કારણ ખોટી લાઈફ સ્ટાઈલ છે. પુષ્કળ ડાયટ ન લેવું, ખોટું ડાયટ, પાણી ન પીવું, કસરત ન કરવી અને ફીજીકલ એક્ટીવીટીજને લઇને બેદરકાર રહેવું. જેવી ખોટી ટેવો પણ તમને ડાયાબીટીસના દર્દી બનાવી દે છે. તેવામાં જો આ બીમારીથી બચવા માગો છો, તો તમારી લાઈફ સ્ટાઈલ સુધારો.

૮. બ્રેકફાસ્ટ છોડવો :

સવારે નાસ્તો સ્કીપ કરીને તમે ટાઈપ-૨ ડાયાબીટીસને આમંત્રણ આપી રહ્યા છો. રીસર્ચ મુજબ, જે લોકો રોજ નાસ્તો નથી કરતા તેને ડાયાબીટીસનું જોખમ ૩૩% અને અઠવાડિયામાં ૪ દિવસ નાસ્તો ન કરવા વાળામાં આ જોખમ ૫૫% વધુ હોય છે. ખાસ કરીને સવારનો નાસ્તો ન કરવાથી શરીરની અંદર ઈંસુલીનનું રેસીસ્ટેંસ વધી જાય છે. જેથી મેટાબોલીજ્મ સીસ્ટમ ઉપર દબાણ પડવા લાગે છે અને તેનાથી શરીરની અંદર ડાયાબીટીસના લક્ષણો ફેલાવા લાગે છે.

૭. વિટામીન ‘ડી’ ની ખામી :

સંશોધન મુજબ વિટામીન ‘ડી’ ની ખામી થી શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. જેને પ્રી ડાયબીટીક માનવામાં આવે છે. તે એક એવી સ્થિતિ છે, જેમાં કોઈ વ્યક્તિને હાઈ બ્લડ શુગર લેવલ વધી જાય છે. પરંતુ તે એટલું વધુ નથી હોતું કે તેને ડાયાબીટીસ કહેવામાં આવે. પરંતુ ધીમે ધીમે તે સ્થિતિ તમને ડાયાબીટીસ બીનો ભોગ બનાવી દે છે.

૬. વજન વધવું પણ છે કારણ :

વધેલું વજન આજના સમયમાં દર ત્રીજા વ્યક્તિની સમસ્યા છે, પરંતુ તમને જણાવી આપીએ કે મોટાપો ઘણી ગંભીર બીમારીઓનું ઘર પણ છે, જેમાંથી એક છે ડાયાબીટીસ. શોધ મુજબ પાતળા લોકોની સરખામણીમાં જાડા લોકોમાં આ જોખમ ૩ ગણું વધુ રહે છે. એટલું જ નહિ, મોટાપો હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને હ્રદયની બીમારીઓનું કારણ પણ બને છે.

૫. જેનેટીક પણ છે કારણ :

ડાયાબીટીસ એક વારસાગત રોગ છે. જો કોઈના માતા પિતાને ડાયાબીટીસ છે, તો તેના બાળકોને પણ ડાયાબીટીસ થવાની શક્યતા વધુ થે છે. તે ઉપરાંત માનસિક ગર્ભાવસ્થામાં વધુ દવા દવાઓ લેવી, ચા, દૂધ, કીલ્ડ ડ્રીંક્સનું સેવન અને ધુમ્રપાન કે તમાકુથી પણ આ બીમારીનું જોખમ વધી જાય છે.

૪. દિવસ આખો ઓફીસમાં બેસી રહેવું :

જે લોકો દિવસ આખો ઓફીસમાં ખુરશી ઉપર બેસીને કામ કરે છે અને જરા પણ કસરત નથી કરતા તે લોકોમાં ડાયાબીટીસ થવાની શક્યતા ૮૦% વધી જાય છે.

૩. ઈંસુલીનનું ન બનવું :

ઈંસુલીન દ્વારા પહોચાડવામાં આવતી શુગર માંથી જ કોશિકાઓ કે સેલ્સને એનર્જી મળે છે. પરંતુ ઈંસુલીનના ઓછા બનવાથી લોહીમાં શુગર વધુ થઇ જાય છે અને સેલ્સની એનર્જી ઓછી થવા લાગે છે. શારીરિક ઉર્જા ઓછી થવાથી લોહીમાં શુગર જમા થતું જાય છે, જો કે યુરીનના રસ્તે બહાર નીકળે છે. એ કારણ છે કે ડાયાબીટીસના રોગીઓને વારંવાર પેશાબ આવે છે.

૨. વધુ તનાવ લેવો :

ડોક્ટર્સનું માનવું છે કે વધુ તનાવમાં રહેવાથી શરીરનું શુગર લેવલ વધી જાય છે. જો તમે સતત તણાવ કે અવસાદ જેવી સ્થિતિથી ઘેરાઈ રહો છો, તો તમે શુગરની ઝપટમાં આવી શકો છો.

૧. પુષ્કળ ઊંઘ ન લેવી :

ઓછું સુવા વાળા લોકોમાં પણ શુગર હોવાના ચાન્સ વધી જાય છે. ક્યારે ક્યારે ઓછું સુવું તો સામાન્ય વાત છે, પરંતુ જો તમે સતત પુરતી ઊંઘ નથી કરી રહ્યા તો સાવચેત થઇ જાવ. એવા લોકોને શુગરની બીમારી જલ્દી પોતાનો ભોગ બનાવે છે.

જામફળ કરશે ડાયાબીટીસનો ઈલાજ :

એક અધ્યયન મુજબ જામફળ બ્લડ શુગરના સ્તરને ઓછું કરીને ડાયાબીટીસનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને જામફળ અલ્ફા-ગ્લુકોસીડેસ નામના ઈંજાઈમના કાર્યને ઓછું કરે છે, જે બ્લડમાં ગ્લુકોઝને ભોજનમાં પરિવર્તિત કરે છે. તેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

આવી રીતે બનાવો જામફળના પાંદડાની ચા :

જામફળના ૫-૬ પાંદડા સારી રીતે ધોઈને સાફ કરી લો. ત્યાર પછી લગભગ ૧ લીટર પાણીમાં આ પાંદડાને નાખીને ૧૦ મિનીટ સુધી ઉકાળો અને પછી પાણી ગાળીને એક ગ્લાસમાં નાખો. ઠંડી થાય પછી તમે સ્વીટનર તરીકે તેમાં થોડું એવું મધ ભેળવી શકો છો. તમારી ચા તૈયાર છે.

ક્યારે અને કેવી રીતે પીવી?

શુગર કંટ્રોલ કરવા માટે તેની એક કપ ચાનું સવારે પીવો. તે ઉપરાંત તમે ભોજન પછી પણ પી શકો છો, પરંતુ દિવસમાં તેની ૧-૨ કપ ચા જ લો.

આ રીતે આંબાના પાંદડાની ચા પણ ખાલી પેટ સારું પરિણામ આપે છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.