ગરમીથી મેળવવા છુટકારો ગાયના છાણથી રંગી કાર, ફોટા થયા વાયરલ.

આજકાલના સમયમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધતું જાય છે, અને તેનું મૂળ કારણ પણ માણસ જ છે, માણસ હંમેશાથી પર્યાવરણને નુકશાન પહોચાડતો આવ્યો છે, અને હવે તો એટલી હદે પહોચી ગયું છે કે વૃક્ષો કપાવા લાગ્યા છે અને મકાનો બનવા લાગ્યા છે, પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે, અને તેને કારણે જમીનમાં પાણીનો સંગહ ઓછો થઇ ગયો છે. અને વૃક્ષો ઓછા થવાથી વરસાદનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે. અને તેને કારણે ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે.

તેનાથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયોગ કરતા રહે છે, સગવડતા વાળા એસીનો ઉપયોગ કરે છે, ઘણા લોકો કુલરનો ઉપયોગ કરે છે, આવા અનેક પ્રયાસો કરીને ગરમીથી રાહત મેળવવાના પ્રયાસ કરે છે. ઘણા તો દેશી ઉપાયથી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. આવા જ એક ઉપાય વિષે આજે અમે તમને જણવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ વિસ્તારથી.

ગુજરાતના મોટા શહેર અમદાવાદમાં એક કારની માલિકે પોતાની ગાડીને ઠંડી રાખવા માટે ગાયના છાણથી રંગી દીધી. ૪૫ ડીગ્રી સેલ્સીયસની ગરમીથી રાહત મેળવવા માટે અને પોતાની ગાડીને ગરમ થવાથી બચાવવા માટે સેજલ શાહે પોતાની કારને ગાયના છાણથી રંગી દીધી છે. સેજલ શાહ અમદાવાદની રહેવાસી છે. એક ફેસબુક યુઝર રૂપેશ ગૌરાંગ દાસે છાણથી રંગેલી કારના ફોટા પોસ્ટ કરતા લખ્યું, ગાયના છાણનો આનાથી વધુ સારો ઉપયોગ મેં આજ સુધી નથી જોયો.

વાયરલ ફોટામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કાર માલિકે પોતાની ટોયેટો કારને છાણથી રંગી દીધી છે. આ પોસ્ટ ઉપર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે છાણની દુર્ગંધથી બચવા માટે કારની અંદર બેઠેલા લોકો કેવી રીતે બચી શકે છે. એક બીજા યુઝરે પૂછ્યું કે છાણના કેટલા પોદળાનો ઉપયોગ કારને ઠંડી રાખવા માટે રંગવામાં કરવામાં આવ્યા છે. આ ટોયેટો કોરોલા કાર મહારાષ્ટ્રમાં રમણીકલાલ શાહના નામે ખરીદવામાં આવી છે.

ભારતમાં એવી માન્યતા છે કે ગાયનું છાણ દીવાલો ઉપર લગાવવાથી તે ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડી રહે છે. સેંકડો વર્ષોથી જમીનને લીપવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવું માનવામાં આવે છે કે ગાયનું છાણ લગાવવાથી મચ્છર ઘરમાં નથી આવતા. ગ્રામીણ ભારતમાં આ પ્રથા સામાન્ય છે.

તમની આ આઈડિયા પસંદ આવ્યો? આ રીત કેટલી ફાયદાકારક કે નુકશાનકારક છે કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી 24 થિન્ક ફસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.