ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

હિંમત અને મહેનતથી દરેક મુશ્કેલીઓ હોય છે સરળ, ખેડૂતની દીકરીએ પોતાની જાત મહેનતે UPSC પરીક્ષા કરી પાસ.

કોઈએ સાચું જ કહ્યું છે, સફળતા ક્યારે પણ કોઈની માનીતી હોતી નથી, સફળતા મેળવવા માટે મજબૂત હિંમત હોવી જરૂરી છે, જો વ્યક્તિ નક્કી કરી લે તો અશક્ય કાર્યને પણ સફળ બનાવી શકે છે, આજના સમયમાં દરેક વ્યક્તિ સફળતાની સીડી ઉપર ચડવા માંગે છે. પરંતુ એવા થોડા જ લોકો હોય છે કે જે તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

આજકાલના યુવાનો યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કર્યા પછી આઈ.એ.એસ. અધિકારી બનવા માંગે છે, પરંતુ યુ.પી.એસ.સી.ની પરીક્ષા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, તેની તૈયારી તો દરેક કરે છે, પરંતુ આ પરીક્ષામાં પાસ થવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, આ પરીક્ષામાં ઘણી હરીફાઈ રહે છે, ઘણા લોકો વર્ષો સુધી મહેનત કરવા છતાં પણ આ પરીક્ષામાં સફળ થઈ શકતા નથી.

પરંતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, જેણે કોચિંગ કર્યા વગર જ બીજા સેમેસ્ટરમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી હતી, તેમનું અહીંયા સુધી પહોંચવાની યાત્રા ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ તેણે તેની હિંમત ન તુટવા દીધી અને સતત મહેનત કરતી રહી, આખરે તેને તેની મહેનતનું પરિણામ મળ્યું, દરેક મુશ્કેલીનો સામનો કરીને, એક ખેડૂતની પુત્રીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી.

ગરીબીમાં ઉછરીને મોટી થયેલી મજૂર માતા અને ખેડૂત પિતાની પુત્રી

અમે તમને જે છોકરી વિશે જણાવી રહ્યાં છે તે તેનું નામ અનિસ કનમની જોય છે અને તે કેરળના નાનકડા ગામ પીરવોમની રહેવાસી છે, તે ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેની માતા આખો દિવસ મજૂરી કામ કરે છે. અને તેના પિતા ખેડૂત છે, તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, અનિસ કનમની જોય પાસે ભણતર માટે પુસ્તકો ખરીદવાના પણ પૈસા ન હતા, પરંતુ તેમણે ક્યારેય તેમની ગરીબીને અભ્યાસની વચ્ચે આવવા દીધી ન હતી.

તેણે તેના જીવનના દરેક અવરોધોનો મક્કમતા પૂર્વક સામનો કર્યો છે, તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છેવટે, યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તે દરેક માટે એક ઉદાહરણ બની ગઈ છે.

નાનપણથી જ ડોક્ટર બનવામાં રસ હતો

દરેક બાળકનું બાળપણથી જ કોઈને કોઈ સ્વપ્ન જરૂર હોય છે, દરેક બાળક મોટા થઈને કંઈને કંઈ બનવા માંગે છે, એ રીતે અનિસ કનમની જોય પણ નાનપણથી જ ડોક્ટર બનવા માંગતી હતી અને તે બાળપણથી જ ભણવામાં પણ સારી પણ હતી, તેણે ગામમાંથી જ કેરળ એસએસએલસીની પરીક્ષા અને એર્નાકુલમ જિલ્લામાંથી 12 માં ધોરણની પરીક્ષા પૂર્ણ કરી હતી, ત્યાર બાદ તેણે એમબીબીએસ માટેની તૈયારી શરૂ કરી દીધી હતી.

પરંતુ અથાગ પ્રયાસ કરવા છતાં પણ તેમનો પહેલો પ્રયાસ સફળ કરી શકી ન હતી. પછી તેણે પાછળથી બી.એસસી નર્સિંગનો કોર્સ કર્યો અને નર્સ બની, પણ તે ક્યાંકને ક્યાંક આ નોકરીથી ખુશ ન હતી, એકવાર તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે તેણે જોયું કે બે લોકોને અંદરોઅંદર યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા વિશે વાતચિત કરી રહ્યા હતા, ત્યારે તેણીએ તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી, ત્યારથી તેણે એ નિર્ણય કર્યો કે તે યુપીએસસીની પરીક્ષા આપશે અને તેણે તેની તૈયારી શરૂ કરી દીધી.

પુસ્તકો ખરીદવા માટે પણ પૈસા ન હતા

અનિસ કનમની જોયના મનમાં એક પ્રશ્ન મુંજવી રહ્યો હતો કે તેણે યુપીએસસીની પરીક્ષા આપવાનું તો નક્કી કરી લીધું છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ એવી હતી કે તેની પાસે સ્પર્ધાત્મક સામયિક અને પુસ્તકો ખરીદવા માટે પૈસાની સગવડતા ન હતી, પરંતુ તેમ છતાં પણ તેણે હાર ન માની અને તેણે અખબારોનો આશરો લેવાનું શરૂ કર્યું, ઘણા કલાકો સુધી તે અખબાર વાંચતી રહેતી હતી અને અખબારોમાંથી તેણે તમામ માહિતી એકઠી કરી.

પ્રથમ પ્રયાસમાં થઇ નાપાસ, બીજી વખત મેળવી સફળતા

અનિસ કનમની જોયે યુપીએસસીની પરીક્ષાઓ પોતાના તરફથી સખત મહેનત કરી હતી પરંતુ તેને પ્રથમ પ્રયાસમાં સફળતા મળી ન હતી, પ્રથમ પ્રયાસમાં તેનો રેંક 580 આવ્યો હતો, પરંતુ તેણે પોતાના પ્રયત્નો છોડ્યા ન હતા અને તેણે તેના મજબુત ઉત્સાહ સાથે ફરી વખત તૈયારીઓ શરૂ કરી અને બીજી વખતમાં તેણે 65 મો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.