ગઈ વખતવાળા ના 15 લાખ બાકી છે ને આ નવું આયુ દર વર્ષે મળશે 72 હજાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા સોમવારએ પ્રેસ કોન્ફ્રેન્સ દ્વારા દેશ માંથી ગરીબી દૂર કરવા માટે લઘુત્તમ આવકની ખાતરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા સોમવાર એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા દેશ માંથી ગરીબી દૂર કરવા માટે લઘુત્તમ આવકની ખાતરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની સરકાર આવે તો દેશના આશરે 5 કરોડ લોકોને ફાયદો થશે. એટલે કે 20 ટકા પરિવારોને આવકની ખાતરી મળશે.

મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે પ્રધાનમંત્રી મોદી અને બીજેપી સરકાર ઉપર પણ હુમલો કર્યો. રાહુલ ગાંધીનું કહેવું છે કે પી એમને દેશને બે ભાગમાં વહેચી દીધો છે અને અમે બે હિન્દુસ્તાન નહિ બનવા દઈએ. આવો જાણીએ કે ખરેખર રાહુલ ગાંધી એ પોતાની પ્રેસ કોન્ફેરન્સમાં કઈ મુખ્ય વાતો ઉપર ચર્ચા કરી.

રાહુલ ગાંધીની 10 વિશેષ વાતો :-

1. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફેરન્સની શરૂઆતમાં કહ્યું “હવે અમે હિંદુસ્તાનના ગરીબ લોકોને ન્યાય આપવા જઈ રહ્યા છીએ, જે લઘુત્તમ આવક યોજના હશે. આ એક એવી ઐતિહાસિક સ્કીમ છે, હિન્દુસ્તાન તો શું વિશ્વમાં આવી સ્કીમ નથી. જ્યાં પણ હું જાઉં છું યુવાન, જનતા, ખેડૂતો, કામદારો મને પૂછે છે કે શું મિનિમન આવકની લાઇન શું હોઈ શકે. તો હું આ હિન્દુસ્તાનના લોકોને કહીશ કે મિનિમન 12 હજાર રૂપિયા બધાને મહીને મળશે.’

2. દેશના લગભગ 20 ટકા પરિવારોને લઘુત્તમ આવકની ખાતરીનું વચન આપ્યું છે. કોંગ્રેસની લઘુત્તમ આવકની યોજના હેઠળ 25 કરોડ લોકોને ડાયરેક્ટ સ્કીમનો લાભ મળી શકશે.

3. મિનિમન ઇન્કમ લાઇન 12 હજાર હશે, જ્યારે વાર્ષિક 72000 રૂપિયાની આવકની ખાતરી રહેશે. આ યોજના હેઠળ લગભગ 5 કરોડ પરિવારોને લાભ મળશે. રાહુલ ગાંધીએ કહ્યું, ”યાદ રાખો કે દરરોજ તમારી સાથે ચોરી કરવામાં આવી રહી છે, દરરોજ તમારી પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે.”

4. રાહુલ ગાંધીએ આગળ કહ્યું, ”અમે મનરેગા કમિટી કરી હતી અને હવે આવકની ખાતરી આપીને જોવામાં આવશે. અમે ગરીબી દુર કરીશું. અમારું કહેવું છે કે તમે કામ કરી રહ્યા છો, તો મહીને ૧૨ હજારની આવક ઓછામાં ઓછી હોવી જોઈએ.

5. કોંગ્રેસી અધ્યક્ષ એ જણાવ્યું ” હિન્દુસ્તાનમાં જો મિનિમન આવક માંથી ઓછી કમાણી છે, તો બધાની આવકમાં વધારવાનો પ્રયાસ કરીશું, જેથી તેમને ગરીબી માંથી બહાર લાવી શકીએ.”

6. રાહુલ ગાંધીએ એ પણ વચન આપ્યું હતું કે પહેલા ફેસ મનરેગા હતું અને હવે તે સેકન્ડ ફેજ છે, જેમાં 25 કરોડ લોકોને ગરીબી માંથી બહાર લાવવામાં આવશે. આ યોજનાને અમે આગળ લાવીને બતાવીશું.

7. રાહુલ ગાંધીએ પી.એમ. મોદી ઉપર પણ નિશાન તાક્યું. તેમણે કહ્યું, ”આ દેશનો એક ધ્વજ છે અને પ્રધાનમંત્રીની પોલિટિક્સમાં બે હિન્દુસ્તાની ધ્વજ છે. એક અનિલ અંબાણી જેવા શ્રીમંત લોકોનો ધ્વજ અને બીજો ગરીબો માટે.

8. તેમણે આગળ કહ્યું, ’21 મી સદીમાં હિન્દુસ્તાનમાં આ દેશમાં ગરીબી દૂર કરવાની છે. આ સ્કીમ નથી, આ ગરીબી ઉપર છેલ્લો પડાવ છે.’

9. રાહુલ ગાંધી બોલ્યા, ” અમે બે હિન્દુસ્તાન નહીં બનવા દઈએ, આ શ્રીમંતો અને ગરીબો બન્નેનો જ દેશ હશે.”

10. કોંગ્રેસી અધ્યક્ષે છેવટે વચન આપતા કહ્યું કે, ‘હું મહાત્મા નથી બનવા માગતો, હું બે હિન્દુસ્તાન નહિ બનવા દઉં. ગરીબોને પણ સન્માન અપાવવા માગું છું.’