સામાન્ય સમજી ને અવગણતા નહિ આ છે પેટમાં ગેસ બનવાનું સાચું કારણ, આવી રીતે કરો દુર

 

મોટાભાગના લોકોને ગેસની તકલીફ રહે છે. પણ ઘણા લોકો આ તકલીફને સામાન્ય સમજીને ધ્યાનમાં લેતા નથી. પણ તેના કારણે ભુખ ઓછી લાગવી, છાતીનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે પેટ ફૂલવા જેવી તકલીફ થવા લાગે છે. જો ગેસના કારણો વિષે જાણકારી મેળવી લઈએ તો તેનાથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે. ગેસ્ટ્રીક તકલીફ થવાના 5 કારણો વિષે અને સાથે જ તે પણ કે કેવી રીતે બચી શકાય આ બધું જાણો ગુજ્જુ ફેન ક્લબ નાં અમારા આ આર્ટીકલ માં.

બેક્ટેરિયા – પેટમાં સારા ને ખરાબ બેક્ટેરિયા નું બેલેન્સ બગડી જવાથી ગેસ બને છે ઘણી વખત તે અસંતુલન કોઈ બીમારીની આડ અસરને કારણે પણ થઇ શકે છે લસણ, ડુંગળી, બીટ્સ જેવી સારા ખરાબ બેક્ટેરિયા માં બેલેન્સ બગાડવા માટે જવાબદાર હોય છે તેને ટાળો.

ડેરી ની બનાવટ – ઉંમર વધવાની સાથે ડાઈજેશન ધીમું થવા લાગે છે તેવામાં દૂધ અને દુધમાંથી બનેલી વસ્તુ ( દહીં સિવાય) સારી રીતે ડાઈજેસ્ટ નથી થઇ શકતી અને ગેસ બને છે 45 ઉપરમાં લોકો ડાયટ માં માત્ર દહીંનો ઉમેરો કરો બીજું ડેરી ની બનાવટનો ઉપયોગ ઓછો કરી દો.

કબજિયાત – કબજિયાત ની તકલીફ થાય ત્યારે શરીરના ટોનીક્સ સારી રીતે બહાર નથી આવી શકતા તેના લીધે ગેસ બનવા લાગે છે દિવસભર માં 8-10 ગ્લાસ પાણી પીવો ડાયટ માં ફાઈબર વાળા ફૂડસ નું પ્રમાણ વધારો.

એન્ટીબાયોટીકસ – થોડા એન્ટીબાયોટીકસ ની આડ અસર થી પેટમાં સારા બેક્ટેરિયા ઓછા થઇ જાય છે તેનાથી ડાઈજેશન ખરાબ થવાથી વધુ ગેસ બનવા લાગે છે અને જો એન્ટીબાયોટીકસ લીધા પછી ગેસ બનવાની તકલીફ આવે, તો ડોક્ટર સાથે વાત કરીને ગસ્ટરો રેજીસ્ટંટ દવાઓ લખવાનું કહો.

ઝડપથી ખાવું – ઘણી વખત ઝડપથી ખાવાથી ફૂડ ને સારી રીતે ચાવી નથી શકતા તેને કારણે ગેસની તકલીફ થઇ શકે છે ખાવાનું આરામથી ચાવીને ખાવ જેથી તે સરળતાથી ડાઈજેસ્ટ થઇ શકે ખાતા સમયે વાત ન કરો.

ફૂડ એલર્જી – બ્રેડ અને પીઝા જેવા ફૂડસ ઘણા લોકોને ડાઈજેસ્ટ કરવામાં તકલીફ પડે છે તેની એલર્જી હોવાને લીધે ગેસ બને છે મેંદા માંથી બનેલી વસ્તુ, જંક ફૂડ અને બહારની તળેલું ખાવાનું ટાળો.

હાર્મોનલ ફેરફાર – ઘણી વખત ઉંમર સાથે શરીરમાં થતા હાર્મોજ ફેરફાર ને કારણે ડાઈજેશન ખરાબ થવા લાગે છે તેનાથી ગેસની તકલીફ થાય છે બેલેન્સ ડાયટ લેવાથી અને રોજ 30 મિનીટ કસરત કરવાથી ડાઈજેશન સુધરવામાં મદદ મળશે.

ગેસ નાં બીજા પણ અમારા લેખ વાંચવા ક્લિક કરો >>> ગેસ નો ઘરેલું ઉપચાર તાત્કાલિક કરો જેથી બીજા રોગો ને આવતા જ ડામી શકો જાણો નુસ્ખા

લેખ વાંચવા ક્લિક કરો >>> પેટમાં છે ગેસની તકલીફ તો અજમાવો આ ઘરઘથ્થુ રામબાણ ઉપાય અને મેળવો તરત રાહત

લેખ વાંચવા ક્લિક કરો >>>પેટની દરેક તકલીફોનો ઈલાજ છુપાયેલ છે આ પાંદડાઓ માં જાણો કેવી રીતે ક્લિક કરો