બાથરૂમમાં ગીઝરમાંથી નીકળ્યો કાર્બન મોનો ઓક્સાઈડ ગેસ અને છોકરીનું થઈ ગયું મોત

મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં એક છોકરીનું ગિઝરને કારણે મૃત્યુ થઈ ગયું છે. હકીકતમાં નહાતા દરમિયાન ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનો ઓક્સાઇડ (Carbon Monoxide) ગેસને કારણે 15 વર્ષની સગીર છોકરીનો જીવ જતો રહયો છે. આ દુઃખદ બનાવ મુંબઈના બોરિવલી વિસ્તારમાં બન્યો હતો.

સામે આવેલી જાણકારી અનુસાર ગીઝરના ઝેરીલા ગેસ – કાર્બન મોનો ઓક્સાઇડ ગેસના લીક થવાને કારણે બાથરૂમમાં ઓક્સીજનનું સ્તર (Oxygen Level) ઘણું ઓછું થઈ ગયું હતું. આ કારણે આ દુર્ઘટના થઇ. આ ઘટના 5 જાન્યુઆરીએ બની હતી અને બોરિવલી વેસ્ટ વિસ્તારમાં રહેવા વાળી ધ્રુવી ગોહિલ સાથે આ બનાવ બન્યો હતો.

ધ્રુવીનો ઈલાજ કરવા વાળા ડોક્ટર વિવેક ચૌરસિયાનું કહેવું છે કે, તેનું મૃત્યુ કાર્બન મોનો ઓક્સાઇડને કારણે થયું. તે કહે છે કે, ‘જયારે ધ્રુવીના પરિવારજનોએ જાણ્યું કે, ધ્રુવી ન્હાવામાં વધારે સમય લઇ રહી છે, તો તેમણે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો. પણ અંદરથી કોઈ પ્રતિક્રિયા નહિ મળવા પર તેમણે દરવાજો તોડી નાખ્યો. અંદર જઈને તેમણે જોયું કે, ધ્રુવી બેભાન થઈને નીચે પડી હતી અને ગરમ પાણીને કારણે તેનું શરીર દાઝી ગયું હતું.’

ડોક્ટરે જણાવ્યું કે, ‘બાથરૂમના ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનો ઓક્સાઇડ ગેસને કારણે ધ્રુવી બેભાન થઈ ગઈ હતી. બાથરૂમમાં ઓક્સિજન ઓછું થઈ જવાને કારણે તેના મગજ પર અસર પડી અને તેનું મૃત્યુ થઈ ગયું.’ જણાવી દઈએ કે, હોસ્પિટલમાં દાખલ કરેલી ધ્રુવીને વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. 10 જાન્યુઆરીએ ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.’